પાલઘરમાં વરિષ્ઠ પારસી દંપતી લૂંટાયું

22 ફેબ્રુઆરી, 2020 ની શરૂઆતમાં, પાંચ અજાણ્યા અને સશસ્ત્ર ચોરોએ દહાણુ તાલુકા (પાલઘર જિલ્લા)માં વાણગાંવના બવાડા ગામે વૃદ્ધ પારસી દંપતી રોહિન્ટન (73) અને હોમાઇ તારાપોરવાલા (70)ના બંગલામા લૂટ કરી હતી અને રોકડ અને ઝવેરાત બધુ મળીને 7 લાખની ચોરી કરી હતી. હુમલાખોરોએ તેમના બે વોચડોગ અને મરઘીઓને ઝેર આપ્યું હતું, જેના પરિણામે એક કૂતરો અને બે મરઘીનું મોત નીપજ્યું હતું. ઓળખ ન થાય તે માટે ડાકુઓએ બંગલામાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.
બંગલાની પાછળથી આવતા અવાજોને લીધે દંપત્તિ 1.30 કલાકે જાગી ગયા હતા. શું થઈ રહ્યું છે તે તપાસવા પહેલાં તેઓ સશસ્ત્ર માણસો દ્વારા ઘેરાયેલા હતા. લૂંટારૂઓએ તેમના બેડરૂમના કબાટની ચાવી માંગી હતી. રોહિન્ટને અને હોમાઇએ આરોપીઓને દયા માટે વિનંતી કરી પણ પછી તેમને ચાવી આપી દીધી હતી. રોકડ અને કિંમતી ચીજો સાથે ડિજિટલ વિડિઓ રેકોર્ડર પણ ચોરી થઈ હતી.
રોહિન્ટને ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે ‘અમે ભાગ્યશાળી છીએ કે લુટારૂઓ દ્વારા બચી ગયા હતા.’ પોલીસ મુજબ લૂંટારૂઓ છેલ્લા કેટલાક દિવસોથી લૂંટની યોજના ઘડી રહ્યા હતા. કુતરાઓ અને મરઘીઓને ઝેર આપવું એ હકીકતનો સંકેત છે કે તેઓએ દંપતી અને તેમના રોજિંદા જીવન પર નજર રાખી હતી. ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

*