યોહાન વાડિયા સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બન્યા

26 ફેબ્રુઆરી, 2020 ના રોજ, સુરતના યોહાન સરોશ વાડિયાએ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમની બેચલર આર્કિટેક્ચર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, સુરતના પહેલા પારસી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેકટ બની પારસી સમુદાયને ગૌરવ અર્પણ કર્યો હતો. તેમને પ્રખ્યાત આરડી દેસાઈ ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. યોહાનને યુનિવર્સિટીના 51માં દિક્ષાંત સમારોહ દરમિયાન ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. યોહાન સુરતની આર્કિટેક્ચર ફેકલ્ટી, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યો છે. અમારા તરફથી તેમની સિદ્ધિ અને ઉજ્જવળ સફળ ભાવિ બદલ હાર્દિક અભિનંદન!

Leave a Reply

*