Your Moonsign Janam Rashi This Week –
14th March – 20th March, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી લેશો. દરરોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

Under the rule of fun-loving rule of Venus, your sincere desires will be fulfilled. You will not need any external help in any of your work. Short travel will bring you mental peace. Health will be good. Financial stability is indicated. With a little effort, you can achieve everything. Pray daily to Behram Yazad.

Lucky Dates: 15, 16, 19, 20.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ મેળવશો તેનો આનંદ ઘરની દરેક વ્યક્તિને આપશો. તમારા મનને સ્થિર બનાવી કામ કરવામાં સફળ થશો. નવા કામ મળવાના ચાન્સ છે. ઓપોઝીટ સેકસ સાથે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ધનલાભ મળશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. દરરોજ બહેરામ યઝદની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

The start of Venus’ rule has you sharing your joys with your family members. You will be able to successful in focusing your mind and completing your work. New projects could be coming your way. You will be successful in all your endeavours, when supported by the opposite gender. Profits are indicated. You might not be able to hold down your expenses. Pray daily to Behram Yazad.

Lucky Dates: 14, 16, 17, 18.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ છે અને રાહુ તમારીજ રાશિમાં હોવાથી તમને દિવસે તારા દેખાઈ જશે. ચારેબાજુની મુશ્કેલીઓથી ઘેરાઈ જશો. અણધારેલી મુસીબત આવશે. જે પણ ડીસીઝન લેશો તેમાં નેગેટીવ વિચાર આવશે. તમારી નાની ભૂલ બીજા પહાડ જેવી બનાવશે. મનગમતી વ્યક્તિ નારાજ થશે. દરરોજ મહાબોખ્તાર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 15, 17, 19, 20 છે.

Rahu’s rule will have you seeing stars in the day! You could get overwhelmed with challenges from all fronts. Unexpected problems could arise. You could feel negatively about your decisions. Others will magnify your smallest mistakes. A dear person could get annoyed with you. Pray daily the Mah Bokhtar Nyaish.

Lucky Dates: 15, 17, 19, 20.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. ચેરીટીનું કામ કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Jupiter’s rule till 23rd March indicates your helping out another. You will be able to do charity. You will rise out of financial restraints. Cater first to the wants of your family. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 18.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 21મી એપ્રિલ સુધી તમે તમારા ફેમિલી મેમ્બરને નાનું વેકેશન પર લઈ જતા તેમનું દિલ જીતી લેશો. નવા કામકાજ માટે સમય સારો છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન મેળવવા માટે મહેનત નહીં કરવી પડે. દરરોજ સરોશ યશ્ત ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Jupiter’s rule till 21st April predicts that you will win over your family members by taking them out on a short holiday. This is good time to start new projects. Financially you will do well. You will not have to work too hard to earn money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 20.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી જે પણ પ્લાન બનાવશો તેમાં સફળતા નહીં મળે. પ્રમોશન અટકી જશે. પસંદગીની વ્યક્તિ નારાજ થશે. નવીચીજ વસ્તુ વસાવવામાં સફળ નહીં થાવ. વાહન સંભાળીને ચલાવજો. દરરોજ મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Satun’s rule till 23rd March could end up disrupting all your plans. An expected promotion could get stalled. A dear person could end up angry with you. You will not be successful in making new purchases. Drive/ride your vehicle with caution. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આવતા ચાર દિવસ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લેતીદેતીના કામ પહેલા પૂરા કરી લેજો. મિત્રોથી ફાયદો પહેલા લઈ લેજો. 18મી માર્ચથી 36 દિવસ માટે શનિની દિનદશા તમારા કોઈપણ કામ પૂરા કરવામાં મુશ્કેલી આપશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે સાથે આળસુ પણ બની જશો. આજથી મહેર નીઆએશ અને 18મીથી મોટી હપ્તન યશ્ત ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Mercury’s rule ends after the next four days, so ensure to complete all your lending-borrowing transactions. Try to seek as much benefit as possible from friends. Saturn’s rule starting from 18th March, and lasting for the next 36 days, will pose challenges in completing any of your tasks. Health could be a cause of concern. Lethargy could set in. Starting today, pray the Meher Nyaish and from the 18th, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 14, 15, 16, 17.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમે કોઈને પ્રેમ કરતા હો તો મનની વાત પહેલા કહી દેજો. ખર્ચ પર કાબુ રાખી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. મિત્રને સાચી સલાહ આપી તેનું દિલ જીતી લેશો. રોજના કામો વીજળીવેગે પૂરા કરી શકશો. દરરોજ ભુલ્યા વગર મહેર નીઆએશ ભણજો.

શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.

Mercury’s rule uptil 17th April suggests that you prioritize speaking your heart out to the one you love. Control your expenses to make investments. You will win over your friends by giving them honest advice. You will be able to complete your daily chores at lightning speed. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 15, 18, 19, 20.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી મંગળની દિનદશા ભાઈ-બહેનમાં મતભેદ પડાવી દેશે. વાહન સંભાળીને ચલાવજો. સાચુ બોલશો તો પણ સામેવાળી વ્યક્તિ તમારી વાત માનશે નહીં. મનગમતી વ્યક્તિ તમારાથી દૂર થઈ જશે. પ્રેશર વધવાના ચાન્સ છે. દરરોજ તીર યશ્ત ભણજો.

શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

 This is the last week left under the rule of Mars. Its descending rule could cause squabbles amidst siblings. Drive/ride your vehicle with caution. Despite being truthful, others might not believe you. A dear person could alienate you. Blood pressure could rise. Pray the Tir Yasht daily.

Lucky Dates: 14, 15, 16, 17.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી તમે તેમનું દિલ જીતી શકશો. આજુબાજુવાળાને મદદ કરી તેમને ખુશ કરશો. કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ યા બેસ્તરના 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 18, 19, 20 છે.

The Moon’s rule till 23rd March indicates that you will win over your family by catering to their wishes. You will please your neighbours by helping them. With some effort, you will be able to make investments. You will be able to make new purchases for the house. Health will be good. Pray the 34th Name, ‘Ya Beshtarna’ 101 times, daily.

Lucky Dates: 15, 18, 19, 20.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. કામને પૂરૂં કરી શકશો. તમારી સાથે કામ કરનારને મદદગાર થશો. જૂના મિત્રો મળવાના ચાન્સ છે. તમારા મનને મજબૂત બનાવી ઈમપોશીબલ કામ પોશીબલ બનાવી દેશો. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 19 છે.

The Moon’s ongoing rule enables you to travel. You will be successful in all your ventures. You will be able to complete your works. You will be helpful to your colleagues. You could meet up with old pals. BY empowering your mind, you will be able to make the impossible, a possibility. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 14, 16, 17, 19.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી 20 દિવસ માટે સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 6ઠ્ઠી એપ્રિલ સુધી સરકારી કામમાં સફળતા નહીં મળે. અચાનક વડીલવર્ગની તબિયત ખરાબ થશે. બપોરના સમયમાં ખૂબ કંટાળો આવશે. સુર્ય  માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમારા મિત્રો કામમાં મદદગાર નહીં થાય. સુર્યના તાપને ઓછો કરવા 96મુ નામ યા રયોમંદ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 18, 20 છે.

Starting today, the Sun’s rule will last for the next 20 days. You will not be successful in legal works till 6th April. The health of elders could go down. You could suffer from headaches. Friends will not be supportive in your work. To pacify the heat of the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 15, 16, 18, 20.

Leave a Reply

*