Your Moonsign Janam Rashi This Week –
21st March – 27th March, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે જે પણ કામ કરશો તેમા માન-ઈજ્જત ખૂબ મળો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. તમારી પસંદગી ચીજ વસ્તુ લઈ શકશો. મનની નેક મુરાદ પૂરી થશે. ઓપોઝીટ સેકસનો સાથ સહકાર મળી જશે. રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 25, 26, 27 છે.

Venus’ rule till 13th April brings you a lot of respect and popularity in all that you do. There will be no financial issues. You will be able to make your desired purchases. Your good wishes will be granted. You will get support from the opposite gender. Pray daily to Behram Yazad.

Lucky Dates: 21, 25, 26, 27.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ પરગામ જવાના ચાન્સ છે. ફેમિલીની જરૂરત પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં જેટલો ખર્ચ કરશો તેટલું કમાઈ લેશો. અપોઝીટ સેકસ નારાજ હશે તો તેને મનાવી લેશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.

Venus’ ongoing rule indicates travel. You will be able to cater to the needs of your family. You will be able to earn back all that you spend. You will be able to win over anyone from the opposite gender if they are annoyed with you. Love between couples will increase. Pray daily to Behram Yazad.

Lucky Dates: 22, 23, 24, 26.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

રાહુની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલા કામ પૂરા નહીં કરી શકશે. રોજના કામમાં મુશ્કેલી આવશે. ઘરવાળા નાની બાબતમાં નારાજ થશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. જે કામ કરેલા હશે તેના પૈસા મેળવવામાં મુશ્કેલી આવશે. તબિયત ખાસ સંભાળ લેજો. રાહુનું નિવારણ કરવા દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 25 છે.

Rahu’s ongoing rule will cause challenges in disrupting works that are nearly complete. Daily chores will prove difficult. Family members could get upset over small matters. The atmosphere at home will not be cordial. It will be difficult to retrieve money for your work. Take special care of your health. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 22, 24, 25.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

આજનો અને કાલનો દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. 23મીથી 42 દિવસ તમારી મુરાદ પૂરી નહીં થાય.  રાહુને કારણે ખોટા વિચારો આવશે. તમારા કોઈ કામમાં જશ નહીં મળે. તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશર કે માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.

With today and tomorrow as the last two days under Jupiter’s rule, ensure to cater to the wishes of your family members first. From the 23rd onwards, for the next 42 days, your wishes may not come true, due to Rahu’s rule. You will get negative thoughts. You will not feel enthusiastic about your work. Take special care of your health, especially high BP and headaches. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 21, 22, 26, 27.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા ફેમિલી મેમ્બરને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો તેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. નવા મિત્રો મળશે. નાના ધનલાભ મળશે. બીજાની ભલાઈનું કામ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Jupiter’s ongoing rule will facilitate you helping your family members. Financially, you will do well. You will be able to make investments from your earnings, which will hold you in good stead in the future. You will meet new friends. Financial profits are indicated. You will be able to help another, Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 25.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

પહેલા બે દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. વાહન સંભાળીને ચલાવજો. બે દિવસ કોઈની સાથે વધારે બોલચાલ કરતા નહીં. 23મીથી 58 દિવસ ગુરૂની દિનદશા ચાલશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. રીસાયેલ પ્રેમી કે પ્રેમીકાને મનાવી શકશો. બે દિવસ ‘મોટી હપ્તન યશ્ત’ તથા 23મીથી ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.

With today and tomorrow as the last two days under Saturn’s rule, ensure to drive/ride your vehicles with care. Avoid talking much with others for these two days. Jupiter’s rule starting from the 23rd, and lasting for the next 58 days, will help in your financial gains. You will be able to win over your angry sweetheart. For these two days, pray the Moti Haptan Yasht, and from the 23rd, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 21, 22, 24, 26.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તા. 23મી એપ્રિલ સુધી તમે નાની બાબતમાં કંટાળો આવશે. તમારા કામમાં સફળતા નહીં મળે. ઘરમાં ઈલેકટ્રીક સામાન કે વાહન ખરીદતા નહીં. તમારા વિચારો સ્થિર નહીં હોવાથી બનતા કામ નહીં થાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. આવક કરતા જાવક વધવાથી પરેશાન થશો. ભુલ્યા વગર દદરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

Saturn’s ongoing rule could have you feeling irritated over petty matters, till the 23rd of April. You will not be successful in your works. Avoid making any iron or electronic purchases. Your lack of focus mentally, will contribute towards the disruption of your work. Financial instability is indicated. You will be worried as your expenses will be greater than your income. Ensure to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 22, 23, 24, 27.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કરેલ કામની કદર થશે. જે કમાશો તેમાથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. લાંબા સમયના ઈનવેસ્ટમેન્ટથી આગળ જતા ફાયદો થશે.  મનગમતી વ્યક્તિની મદદથી તમારા કામ પૂરા કરી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 24 25, 26 છે.

Mercury’s ongoing rule will have people appreciating and valuing your work. Ensure to make investments from your earnings. Long term investments will prove helpful in the future. You will be able to complete your work with the help of a favourite person. A promotion is indicated. Financial stability is indicated. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 21, 24 25, 26.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને આજથી બુધજેવા શુભ ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. 18મી મે સુધીમાં તમારા અટકેલા કામ ફરી ચાલુ કરી શકશો. નોકરી કરતા હશો તો તમારા કામ પૂરા કરી શકશો. મિત્રોની મદદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થશે. તમારા ફાયદા પર વધુ ધ્યાન આપશો. આજથી ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 25, 27 છે.

Mercury’s rule starting today till 18th May, helping you to restart your stalled projects. The employed will be able to complete their work well. Friends will be helpful. Financially, things will be good. Focus on your benefits. Starting today, pray the Meher Nyaish daily.

Lucky Dates: 22, 23, 25, 27.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજ અને કાલનો દિવસ શાંતિમાં પસાર કરી શકશો. તેથી ઘરવાળાની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. 23મીથી 28 દિવસ માટે મંગળની દિનદશા તમારા શાંત મગજને અશાંત કરી નાખશે. નાની બાબતમાં ઈરીટેટ થશો. ઘરમાં ભાઈ બહેનો સાથે મતભેદ થશે. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ પરેશાન કરશે. આજથી દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 24, 26 છે.

You will be able to spend today and tomorrow in peace, so ensure to cater to your family members wishes first. Mars’ rule starting 23rd onwards, for the next 28 days, will play havoc with your mind. You could get irritated over petty matters. Squabble with siblings could take place. Your senior colleagues could harass you. Starting today, pray the Tir Yasht daily.

Lucky Dates: 21, 22, 24, 26.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારૂં હરવા ફરવાનું વધી જશે. તમારૂં કામ પૂરૂં કર્યા વગર મૂકશો નહીં. મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી પૂરા કરી શકશો. નાની મુસાફરી કરી શકશો. ધનલાભ મળતા રહેશે. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી મનને આનંદ મળશે. નવા કામ કાજ માટે સમય સારો છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 27 છે.

The ongoing Moon’s rule indicates travel. You will ensure to complete your tasks. You will be able to complete even difficult tasks effortlessly. You could take a small trip. You will continue to receive benefits. Cordial atmosphere at home will bring you peace. This is a good time to start new ventures. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 23, 24, 25, 27.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી ખાવા પીવામાં ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ખોટી ભાગદોડ કરવી પડશે. મનગમતી વ્યક્તિ નારાજ થશે. ફેમીલી તરફથી કોઈ સાથ સહકાર નહીં મળે. સરકારી કામો ધ્યાન આપીને કરજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. મગજને શાંત રાખવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 22, 26, 27 છે.

The Sun’s rule till 6th April suggests that you take care of your diet, else you could fall ill. A favourite person could get angry with you. Your family might not be supportive of you. Ensure to pay good attention to all government related works. Financially there could be a strain. To keep your mind calm, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 21, 22, 26, 27.

Leave a Reply

*