Your Moonsign Janam Rashi This Week –
7th March – 13th March, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. કોઈના મદદગાર થશો. નવા મિત્રો કે સાથી મળવાના ચાન્સ છે. તમે જ્યાં પણ જશો ત્યાં માન મળશે. મનગમતી વસતુ ખરીદી શકશો. ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે.

Venus’ rule till 13th April will cause an increase in your inclinations towards fun and entertainment. You will be able to help another. You could make a new companion or new friends. You will receive respect wherever you go. You will be able to make a desired purchase. There will be no dearth of finances. Pray daily to Behram Yazad.

Lucky Dates: 8, 9, 12, 13.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારૂં હરવા ફરવાનું વધી જશે. તમારા ફેમિલી મેમ્બરને રાજી રાખી તેનું દિલ જીતી લેશો. તમારા કામને કાળજીપૂર્વક પૂરા કરશો. રિસાયેલ મિત્ર કે પ્રેમી-પ્રેમીકાને મનાવી શકશો. કોઈપણ કામ શરૂ કરતા પહેલા પામ પરવરદેગારને યાદ કરતા કામમાં સફળતા મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 9, 10, 11, 12 છે.

Venus’s ongoing rule brings an increase in your travels and outings. You will win over a family member by keeping them happy. You will be able to win over an annoyed friend or companion. You will complete your works with greater care. Before starting any new projects, do pray to God as that will grant you success. Pray daily to Behram Yazad.

Lucky Dates: 9, 10, 11, 12.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં બેચેન બની જશો. સીધા કામ પણ ઉલટા થઈ જશે. કોઈની પાસે નાણા ઉધાર લીધા હશે તે વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. નાણા મેળવવા કરેલી મહેનત બેકાર જશે.  ધન ખર્ચ વધી જશે. ઘરવાળા સાથે મતભેદ થશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 11, 13 છે.

Rahu’s rule till 3rd April could get you feeling restless over petty issues. Even simple works will go topsy-turvy. Your debtors could harass you. Your efforts to earn money could go in vain. Expenses could increase. Squabbles with family members could take place. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 7, 8, 11, 13.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી  નાણાકીય સ્થિતિ સારી રહેશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરવાળાને ખુશી આપવા ગામ-પરગામનો પ્લાન બનાવી શકશો. દરેક કામમાં સફળતા મળશે. નાની તકલીફને દૂર કરવા માટે રોજના ભણતરની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

Jupiter’s ongoing rule secures your finances. Ensure to make investments from your earnings. You will make travel plans to please your family members. You will be successful in all your works. To do away with small issues, along with you daily prayers, also pray the Sarosh Yasht.

Lucky Dates: 8, 9, 10, 12.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટી કે કોઈની ભલાઈનું કામ થશે. સાથે કામ કરનારના મદદગાર થઈ તેની દુવાઓ મેળવશો. નાણકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળતી રહેશે. પાક પરવરદેગારની મહેરબાનીથી કોઈ પાસે કોઈ વસ્તુ માંગવાનો સમય નહીં આવે. ધર્મના સ્થળે જવાથી મનની શાંતિ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 7, 10, 11, 12 છે

Jupiter’s rule facilitates works of charity or helpfulness by you. Colleagues will bless you for your help. Financially, you will receive anonymous help. With the grace of God, you will not need to borrow from others. You will get mental peace by visiting your religious place. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 7, 10, 11, 12.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈપણ કામ સમય પર પૂરા નહીં કરી શકો. રોજબરોજના કામમાં કંટાળો આવશે. નાણાકીય મુશ્કેલીઓ આવશે. ઘરવાળા નાની બાબતમાં નારાજ થશે. તબિયત અચાનક બગડી જશે. શનિની શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 12, 13 છે..

Saturn’s rule till 23rd March could hamper you from completing your work on time. You could feel lethargy in executing your daily chores. Financially you could face constraints. Family members could get angry over petty matters. Your health could suddenly get bad. To pacify Saturn, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 8, 9, 12, 13.


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા લેતી-દેતીના કામ પહેલા પૂરા કરજો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. બીજાને સમજાવીને તમારા અઘરા કામ સહેલા બનાવી શકશો. ખોટી જગ્યાએ નાણાનો ખર્ચ ઓછો કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરજો. નવા મિત્રો મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 8, 10, 11 છે.

Mercury’s rule till 18th March suggests that you complete all your pending transactions related to lending or borrowing money. Good news is expected from abroad. You will be able to get your incomplete work done by convincing another for their help. Try to reduce spending in the wrong places and invest your money instead. You will make new friends. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 8, 10, 11.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

બુધની દિનદશા ચાલુ હોવાથી કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળશે. પગાર વધવાના ચાન્સ છે. તમારી સાથે કામ કરનાર અને તમારો ઉપરીવર્ગ તમારાથી ખુશ રહેશે. નાની મુસાફરી કરી શકશો. ઘરમાં મહેમાન આવવાના ચાન્સ છે. જૂના રોકાણથી ફાયદો થશે. ઈનવેસ્ટમેન્ટ કરજો. સારા સલાહકાર બનશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 7, 9, 12, 13 છે.

Mercury’s ongoing rule suggests an upcoming promotion at your place of work. You could get a raise in your salary. Your colleagues and seniors will be pleased with you. Short travel plans will be possible. You could expect guests at home. Old investments will prove beneficial. Ensure to invest. You will prove to a good advisor. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 7, 9, 12, 13.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે શાંત રહેશો તો પણ કોઈ વ્યક્તિ તમને ભડકાવી દેશે. તમારા હાથ નીચે કામ કરનાર તમારૂં માન નહીં રાખે. ભાઈ બહેન સાથે મતભેદ પડશે. તમારા નાણા પાણીની જેમ ખર્ચ થશે. વાહન સંભાળીને ચલાવજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mars’ ongoing rule will cause you to get angry by another, even if you are calm on your own. Your juniors will not show you respect. Squabbles with siblings could take place. You will incur lots of expenses. Drive/ride your vehicle with great caution. Pray the Tir Yasht daily.

Lucky Dates: 8, 9, 10, 11.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા આનંદમાં વધારો થશે. અંગત વ્યક્તિનો સાથ મળશે. જે વ્યક્તિ તમારા માટે સારૂં નહીં વિચારતા હોય તેને મળવાનું બંધ કરજો. 23મી સુધી ફેમિલી ફંકશન થવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. જેટલી જોઈએ તેટલું ધન મેળવી લેશો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 8, 10, 12, 13 છે.

The Moon’s ongoing rule increases your happiness. A close person will be supportive. Stop socializing with people who are not your well-wishers. A family function is on the cards, by the 23rd. Financial stability is indicated. You will be able to earn as much as your need. After praying 101 Names, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 8, 10, 12, 13.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. 23મી એપ્રિલ સુધી તમે જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. સગા-સંબંધી મદદગાર થશે. ચંદ્રની કૃપાથી તમે આનંદમાં રહેશો. સાથે બીજાને પણ આનંદમાં રાખશો. કામકાજ વધુ કરવા છતાં થાક નહીં લાગે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 7, 9, 10, 11 છે.

The start of the Moon’s rule brings you success in all our ventures till the 23rd of April. Relatives will prove helpful. By the grace of the Moon, you will stay in a state of happiness and keep others happy as well. Despite working more, you will not feel exhausted. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times.

Lucky Dates: 7, 9, 10, 11.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ધણી ધણીયાણીમાં કોઈ પણ વાત છુપાવશો નહીં. સરકારી કામ પહેલા પૂરા કરજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. નારાજ થયેલા મિત્ર કે સગાસંબંધીને મનાવી લેશો. સાથે કામ કરનારને મદદ કરતા ભવિષ્યમાં મદદગાર થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 12, 13 છે.

With the last week under Venus’ rule, avoid keeping secrets from your spouse. Try to complete all your legal work first. You will be able to make new purchases for the house. You will be able to win over annoyed friends or relatives. By helping your colleagues, you will receive their support in the future. Pray to Behram Yazad daily.

Lucky Dates: 7, 8, 12, 13.

Leave a Reply

*