Your Moonsign Janam Rashi This Week –
11th April – 17th April, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાની અને અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. બાકી 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઉપરીવર્ગની સતામણી વધી જશે. અગત્યના કામો આ બે દિવસમાં પૂરા કરજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

With today and tomorrow as the last two days under the rule of Venus, ensure to cater to the needs of the family and the opposite gender. From the 13th, the start of the Sun’s rule could get your head heated up. You could get irritable over petty matters. Seniors at work could hassle you. Ensure to complete all important work within these two days. In addition to praying to Behram Yazad, recite the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 11, 12, 14, 17.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી અગત્યના કામો વીજળીવેગે પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં પરેશાન હશો તો તેમાંથી બહાર આવવાનો રસ્તો મળી જશે. મનગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે.ફસાયેલા નાણા માટે થોડી ભાગદોડ કરતા પૈસા પાછા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Venus’ rule till 14th May, helps you complete all your important work at lightning speed. You will find a way out of your financial predicament. You could receive good news from a favourite person. You will be able to retrieve your stuck financial monies, with a little added effort. Pray daily to Behram Yazad.

Lucky Dates: 13, 14, 15, 16.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમને શુકની દિનદશા ચાલુ હોવાથી મિત્ર-મંડળમાં માન-ઈજ્જત વધી જશે. જ્યાં પણ જશો ત્યાં માન મલશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ખર્ચ વધારે થશે પણ ધનની ચિંતા નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

Venus’ ongoing rule brings you fame especially amongst your friends and social circles. You will receive respect everywhere you go. You could bump into your favourite person. Though there could be an increase in your expenses, this will not be a cause for concern. Pray daily to Behram Yazad.

Lucky Dates: 11, 12, 15, 16.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. અગત્યના કામો સમય પર પૂરા નહીં કરી શકો. નાની બાબતમાં ગભરાઈ જશો. જેના પર વિશ્ર્વાસ કરશો તે જ વ્યક્તિ દગો આપશે. નાણાકીય મુશ્કેલીઓ આવશે. અંગત વ્યક્તિ તમારાથી નારાજ થશે. બાળકોની તબિયત સંભાળજો ખરાબ થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Rahu’s rule till 4th May will pose challenges in completing your important works. You could panic over small matters. The one you trust could end up being deceiving you. Financial issues could pose a problem. Someone close to you could get upset with you. Take care of your children as they could fall ill if adequate care is not taken. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 12, 13, 14, 15.


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી શકશો. ફેમિલીનો સાથ સહકાર મળશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. 21મીથી 42 દિવસ માટે શરૂ થતી રાહુની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં છોડે. વડીલવર્ગ તરફથી સારા સમાચાર મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનગમતી વ્યક્તિને મળી શકશો.દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

Jupiter’s rule till 21st April helps you fulfil the needs of your family members. Your family will be supportive of you. You will be able to make purchases for the house. Rahu’s rule, starting from 21st April for the next 42 days, will prove to be very taxing. You will receive good news from elders. Financial stability is indicated. You will be able to meet with a desired person. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 15, 16.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથે ચેરીટીના કામો થશે. બીજાના મદદગાર થઈ તેમની ભલી દુવાઓ મેળવી શકશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ગુરૂને કારણે પ્રેમી-પ્રેમીકા તરફથી સારા સમાચાર મળશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. ફેમિલીનો સાથ સહકાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter’s rule till 22nd April nudges you towards doing charitable works. Your helpfulness will bring you their blessings and good wishes. You will receive anonymous financial help. There’s good news in store for couples. You will succeed in all you do. Your family will be supportive. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તબિયતની સંભાળ લેજો. ડોકટર પાસે અવશ્ય જજો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. રોજના કામમાં આળસ આવશે. ઘરમાં નવી વસ્તુ લેતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Saturn’s rule till 23rd April calls for you to take good care of your health. Ensure to see the doctor if need be. Financially, things could get difficult. You could feel lethargy in performing your daily chores. Avoid making any purchases for the home. Ensure to pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 13, 14, 15, 16.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. હિસાબી કામ પહેલા પૂરા કરી લેજો. તમારા મનની નેક મુરાદ પૂરી થશે.મીઠી જબાન વાપરી દુશ્મનોને પોતાના બનાવી દેશો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રને તેના કામ પૂરા કરવા મદદ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 15, 16 છે.

With the last week remaining under Mercury’s rule, make sure that you complete all your accounting work first. Your sincere and well-meaning wishes will come true. You will be able to win over enemies with your sweet words. Ensure to invest. You will be able to help your friends in completing their work. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 15, 16.

 

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. બીજા કરતા તમે તમારા કામ પહેલા પૂરા કરી આપશો. નાણાકીય બાબતમાં કરકસર કરી મનગમતી વસ્તુ વસાવી શકશો. પ્રમોશન મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં ફાયદો થશે. અટકેલા કામો ફરીથી ચાલુ કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 13, 14, 15 છે.

Mercury’s ongoing rule brings you success in all that you do. You will be able to complete your work way faster than the rest. Financially, your efforts will succeed in making the purchases of your choice. A promotion is on the cards. You will receive monetary gains. You will be able to restart stalled projects. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 13, 14, 15.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. વાહન સંભાળીને ચલાવજો. બીજાની વાત પર ભરોસો કરતા નહીં તમારી સાથે ચીટીંગ થવાના ચાન્સ છે. ભાઈબહેન સાથે મતભેદ થવાના ચાન્સ છે. મિત્રો તમારાથી કારણ વગર નારાજ થશે. મગજ પરનો બોજો વધી જશે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

Mars’ rule till 21st April calls for you to practice a great deal of caution while riding/driving your vehicles. Avoid blindly trusting the words of others as you could get cheated. Squabbles between siblings could take place. Your friends could get annoyed with you without good reason. You could feel added mental pressure. Ensure to pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 13, 16, 17.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તેથી ગામ પરગામ જવાનો ચાન્સ મળશે તેથી તમારૂં મગજ ફ્રેશ થઈ જશે. નાણાકીય લેતીદેતી પહેલા પૂરી કરી લેજો. આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. બીજાના મદદગાર થઈને રહેશો. દરરોજ ભુલ્યા વગર 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

The Moon’s rule till 13th April prophesies travel opportunities. You will feel mentally refreshed. Ensure to complete all your financial transactions related to lending and borrowing. Make sure you deliver on all the promises you have made. You will be helpful to others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 11, 12, 14, 15.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

 ચંદ્રની દિનદશા ખૂબ લાંબા સમય સુધી તમને શાંતિ આપશે. 24મી પહેલા કામ માટે બહારગામ જતા સફળતા મળશે. રોજના કામમાં કંટાળો નહીં આવે. નવા કામ માટે સીધો રસ્તો મળી જશે. મિત્રોના સાચા સલાહકાર બની તેમનું મનજીતી લેશો. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 13, 14, 16, 17 છે.

The Moon’s long-standing rule brings you peace for a good duration. Travel plans taken before the 24th, could bring you success in business. You will do you daily chores in good spirits. You could find a straight and easy path for a new venture. You will be able to win over friends with your honest advice. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 13, 14, 16, 17.

Leave a Reply

*