આ બાબત છે શ્રધ્ધા અને વિશ્ર્વાસની

એકવાર પ્રાચીન ભારતમાં એક રાજા હતો જેણે તેની પુત્રી, રાજકુમારીને એક સુંદર હીરાનો હાર ભેટ સ્વરૂપે આપ્યો. જો કે, ગળાનો હાર ખોવાઈ ગયો કે ચોરાઇ ગયો લોકોએ ઘણી શોધખોળ કરી પણ તે મળ્યો નહીં. કેટલાકએ કહ્યું કે તે કોઈ પક્ષી દ્વારા લઈ જવામાં આવ્યો. તેથી, રાજાએ તેના લોકોને તે સર્વત્ર શોધવા કહ્યું અને હાર શોધનારને પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું.
એક ગરીબ માણસ નદીની બાજુએથી ઘરે જતો હતો. જે શહેરના મુખ્ય બજારની સમાંતર હતો. વેપારીઓ અને દુકાનદારો પોતાનો કચરો નદીમાં ફેંકતા હોવાથી નદી પ્રદૂષિત અને ગંદી હતી. આ માણસ ચાલતો હતો ત્યારે તેણે નદી કાંઠે કંઇક ઝબૂકતા જોયું; નજીકથી જોવા પર, તેને સમજાયું કે તે હીરાનો હાર છે, જે કદાચ રાજકુમારીએ ગુમાવ્યો હતો તે હશે. તેથી, તેણે ગંદા, મલિન નદીમાં હાથ નાખ્યો અને હાર લેવાની કોશિશ કરી પરંતુ હાથમાં કંઈ નહીં આવ્યું પણ હાર હજી નદીમાં હતો.
તેણે ફરી પ્રયાસ કર્યો અને તેના કપડા નદીના પાણીમાં ગંદા થયા પરંતુ તેના હાથમાં ફરી કંઈ નહીં આવ્યું તે હતાશ થઈ જવા માંગતો હતો પછી ફરી, તે ગળાનો હાર જોયો તે મેળવવાનો નિશ્ર્ચય કર્યો પરંતુ ફરીથી નિષ્ફળ ગયો! તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને નિરાશ થઈ ગયો હતો.
બસ ત્યારે જ, એક સાધુ જે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, તેને જોયો, અને પૂછયું કે આ મામલો શું છે. શરૂઆતમાં, તેને લાગ્યું કે સાધુને હાર માટે લાલચ થશે તેથી તે બાબત સાધુ સાથે છુપાવી. પરંતુ પછી તેણે સાધુમાં વિશ્ર્વાસ કરી નદીમાં હાર વિશે જણાવ્યું અને તેનેે પાછા મેળવવાના તેના અનેક નિષ્ફળ પ્રયાસો વિશે કહ્યું. સાધુએ તેને કહ્યું કે કદાચ તેણે નદીને બદલે ઝાડની ડાળીઓ તરફ ઉપર જોવાનો પ્રયત્ન કરવો જોઇએ. માણસે ઉપર જોયું અને હાર ઝાડની ડાળી પર ઝૂલતો હતો. કોઈ પક્ષી તેને ત્યાં છોડી ગયું હતું. તે આટલા બધા સમયથી અસલી ગળાના હારનું પ્રતિબિંબ પકડવાનો પ્રયત્ન કરતો હતો! પછી સાધુએ તેમને સમજાવ્યું કે ભૌતિક સુખ એ જ અશુદ્ધ, પ્રદૂષિત નદી જેવી છે. આપણે ઉપરની તરફ જોવું જોઈએ, ભગવાન તરફ, જે વાસ્તવિક સુખનો સ્ત્રોત છે. આધ્યાત્મિક સુખ એકમાત્ર વસ્તુ છે જે આપણને સંપૂર્ણ રીતે સંતોષી શકે છે.
આપણા જીવનમાં કેવી રીતે શ્રદ્ધા અને માન્યતા મહત્વપૂર્ણ છે તેની એક બીજી રસપ્રદ વાર્તા છે અને શુદ્ધ હૃદય કેવી રીતે પ્રભુ દ્વારા પ્રિય છે. આ ટૂંકી વાર્તા એવા પૂજારીની છે કે જેમણે પ્રાર્થના અને વ્યાપક વિધિઓના પ્રદર્શનથી પોતાનો દિવસ પ્રારંભ કર્યો. જો કે, ત્યાં એક સમસ્યા હતી. તેને તેની વિધિઓ માટે દૂધની જરૂર હતી પરંતુ જે છોકરી દૂધ પહોંચાડતી હતી તે હમેશા મોડી આવતી. એક દિવસ તેણે તેને સખ્તાઇથી કહ્યું, ‘મને સવારે પાંચ વાગ્યે દૂધની જરૂર છે અને તું હંમેશા મોડી આવે છે!’ તેણીએ જવાબ આપ્યો, ‘ગુરુજી, હું તો ચાર વાગ્યે પણ પહોંચાડી શકું છું, પરંતુ, હું તમારા આશ્રમમાં પહોચવા જળ પાર કરવા માટે બોટમેન પર આધાર રાખું છું અને તે હંમેશા મોડો હોય છેે!’
બીજા દિવસે, છોકરી મોડી આશ્રમમાં પ્રવેશ કરતી વખતે, તેણે ગુરુના પ્રવચન સાંભળ્યા, ‘જો તમે જીવનનો સમુદ્ર પાર કરવા માંગતા હો, તો તમે ફક્ત હરિનું નામ લો તે તમને સમુદ્ર પાર કરી આપશે.’ આશ્ર્ચર્યચકિત, તે નાનકડી છોકરી ફક્ત એક જ વિચાર આવ્યો ‘ગુરુજીએ આ વાત મને પહેલાં કેમ નહીં કીધી?’ બીજા જ દિવસથી દૂધ વહેલા આવવાનું શરૂ થયું. પૂજારીએ સમયસર દૂધ લાવવાની પ્રશંસા કરી અને તેણીને પૂછ્યું કે તે કેવી રીતે બોટમેનને મનાવવામાં સફળ રહી છે. છોકરીએ તેની સામે જોયું અને કહ્યું કે તે ફક્ત તેમની સૂચનાનું પાલન કરે છે. ‘મારી સૂચનાઓ?’ પૂજારીએ પૂછ્યું, આશ્ચર્ય થયું. ‘હા, મેં તમારૂં પ્રવચન સાંભળ્યું અને શ્રી હરિને નદી પાર કરવા કહ્યું અને મેં સીધીજ નદી પાર કરી લીધી,’ તેણીએ જવાબ આપ્યો.
પુજારીએ વિચાર્યું કે તે પણ આ કરી શકશે. અને નમ્રતાથી બોલ્યા, ‘હરિ ઓમ!’ અને તેમના પગ પાણીમાં મૂક્યા. પરંતુ તે ડૂબી ગયા. મદદ માટે તેમણે બૂમ પાડી. જોનારા લોકોનું મનોરંજન થયું. પાઠ? માત્ર શબ્દો, માત્ર કર્મકાંડ, ભગવાનને પ્રભાવિત કરતા નથી. તેના માટે જરૂર છે વિશ્ર્વાસ અને શ્રધ્ધાની. અને જો તમારૂં હૃદય શુધ્ધ હોય તોજ શકય બને છે!

About  રૂબી લીલાઉંવાલા

Leave a Reply

*