દિગ્ગજ પારસી થિયેટરના અભિનેતા બોમી કાપડિયાનું અવસાન

4 મે, 2020ના રોજ, સમુદાયના દિગ્ગજ પારસી થિયેટરના કલાકાર, બોમી કાપડિયા, 93 વર્ષની ઉંમરે મુંબઇમાં અવસાન પામ્યા. શહેરે એક અમુલ્ય રત્ન ગુમાવ્યું.
કાપડિયા એ 50 અને 60ના દાયકામાં સ્થાનિક અંગ્રેજી થિયેટરના દ્રશ્યોના એક અભિન્ન ભાગ હતા, જેમાં ’ધ ઓડ કપલ’ સહિતના લોકપ્રિય નાટકોમાં અભિનય કર્યો હતો, પત્ની સાથે છૂટાછેડા લીધા પછી એક મિત્રએ તેમની મદદ કરી હતી. ‘ચાર્લીઝ આંટી’ માં એમણે એક પારસી પિતાનો રોલ કર્યો હતો.
થિયેટરના કલાકારોએ તેમને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. પારસી કલાકાર હોવાને લીધે રિહર્સલ સમયે પણ તેમનું હાસ્ય અને રમૂજ ચાલુ રહેતું હતું.

Leave a Reply

*