હસો મારી સાથે

એક આધેડ ઉંમરના ભાઇએ હોસ્પીટલમાં ડોકટરને કહ્યું સાહેબ મારી
સારવારમાં સુંદર, જુવાન નર્સને જ રાખજો જરૂર પડે હું વધારે પૈસા આપવા તૈયાર છું.
ડોકટર: કાકા આ ઉંમરે, તમે શું બોલો છો તેનું કઇ ભાન છેકે નહી ?
કાકા: ડોકટર સાહેબ તમે ઊંધું સમજ્યા મારે બે દીકરા છે નર્સ દેખાવડી હશે તો બેઉ નાલાયકો સવાર સાંજ મારી ખબર કાઢવા તો આવશે …
***
નવ ગ્રહ, અને બાર રાશિ, અને બાકી બચેલા ખરાબ યોગ, આ કોઈ અત્યારે નડતા નથી. આ બધા હાથ જોડી ને આપણને કહે છે, કે ઘરમાં રહો. તમે ઉકલી ગયા તો અમે નડસુ કોને..?
***
મારી પાસે ગાડી છે, બંગલો છે, ફલેટ છે, બેંક બેલેન્સ છે, તારી પાસે શું છે?
મારી પાસે આદું, કોથમીર, લીંબુ, ડુંગળી, બટાકા, ભીંડા, ફુલાવર, કોબી છે પત્નિ ઉપર ભરોસો રાખો, તે તમને કઈ ને કઈ બનાવી જરુર ખવડાવશે. ભૂખે નહિ મરવા દે. ઘરે રહો, સુરક્ષીત રહો.

Leave a Reply

*