નૂડલ્સ કટલેટ

સામગ્રી: નૂડલ્સ, બ્રેડ સ્લાઇસ, મેંદો, ડુંગળી, લીલા મરચાં, આદુ, મીઠું, કાળા મરીનો પાઉડર.
બનાવવાની રીત: નૂડલ્સને ઉકાળીને તેમાંથી પાણી કાઢીને તેને બાજુએ મૂકી દો. હવે મેંદામાં કાપેલી ડુંગળી, લીલા મરચાં, આદુ, કાળા મરીનો પાવડર અને મીઠું નાંખી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં ઉકાળેલા નૂડલ્સ નાંખી મસાલો મિક્સ કરો. હવે સૂકી બ્રેડ સ્લાઇસને મિક્સીમાં પીસીને તેનો ભૂક્કો બનાવી દો. નૂડલ્સના મિશ્રણને હાથમાં લઇ તેને કટલેટ્સની જેમ વાળી લો અને તેને બ્રેડના પાવડરથી લપેટી લો. આ નૂડલ્સ કટલેટને તેલમાં તળીને તૈયાર કરી લો. સોસ કે લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો અને તમે પણ ખાઓ.

Leave a Reply

*