Your Moonsign Janam Rashi This Week –
09th May – 15th May, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જૂન સુધી ચંદ્રની દિનશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. તમારા મનની નેક મુરાદ પુરી થશે. ઘરવાલાને ખુશ રાખી શકશો. નવા કામ મલશે. નવા મિત્રો મલશે. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી  તા. 09, 11, 14, 15 છે.

The Moon’s rule till 25th June presents opportunities to travel abroad. Your sincere wishes will get fulfilled. You will be able to keep your family members happy. You will get new work projects. You will make new friends. With a little effort, you will be able to retrieve your money which has been stuck for a while. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daiy.

Lucky Dates: 09, 11, 14, 15.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લા પાંચ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના છે. ઓપોઝીટ સેક્સ સાથે સંબંધમાં સુધારો આવશે. અગત્યના કામ પહેલા પૂરા કરી લેજો. કામમાં મુશ્કેલી નહીં આવે. ધણી-ધણીયાણીમાં સારા સારી રહેવાથી ઘરનું વાતાવરણ સારૂં રહેશે. 14મીથી શરૂ થતી સુર્યની દિનદશા માથાને ખૂબ તપાવશે. 96મુ નામ ‘યા રયોમંદ’ સાથે ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 09, 10, 12, 13 છે.

With the last five days left under the Venus’ rule, your relations with the opposite gender will improve. Ensure to complete your important tasks first. You will not face challenges at work. Loving relations between couples will make the home atmosphere cordial. The Sun’s rule, starting 14th May, will create hot-headedness. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates:09, 10, 12, 13.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે. ઓપોઝીટ સેક્સ તરથી ફાયદાની વાત જાણવા મલશે સાથે ધારેલા કામ પૂરાં કરવામાં તેઓની મદદ પણ મલશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મલશે. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 12, 14 છે.

Venus’ rule till 26th June has the opposite gender bringing you useful information. They will also prove beneficial in helping you to complete your work. You could expect a promotion at your workplace. Despite your expenses, there will be no financial strain. You will be able to make purchases for the house. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 12, 14.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મેથી શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા શરૂ થયેલી છે. 16મી જુલાઈ સુધી ગામપરગામ જવાના ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી ખુશ રહેશો. તબિયતમાં સારા સારી રહેશે. નાણાંકીય બાબતમાં પણ સારા સારી રહેશે. વધુ કામ કરી એક્સ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. જીવનમાં નવી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 09, 10, 12, 13 છે.

Venus’ rule, having started from 4th May, suggests that you could get opportunities to travel upto 16th July. You will find happiness in catering to the wishes of your family members. Health will be good. Financially, things will look up. You will be able to make extra income by doing additional work. A new person will enter your life. Pray to Behram Yazad daily.

Lucky Dates: 09, 10, 12, 13.


LEO | સિંહ: મ.ટ.

05Leo

રાહુની દિનદશા ચાલુ હોવાથી સીધા કામ પણ ઉલ્ટા થઈ જશે. જરૂરી કામ હાલમાં કરતા નહીં. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. આવકની જગ્યાએ જાવક વધી જશે. ખોટા વિચારોથી પરેશાન થશો. મનમાં ડર બેસી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Rahu’s ongoing rule will cause things to go topsy-turvy. Avoid doing any work of importance. Your smallest mistake could lead to a huge issue. Be especially careful about your health. Your expenses will be greater than your income. Negative thoughts could bother you mentally, causing fear to settle in your mind. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 11, 12, 14, 15.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મેં સુધી ગુરૂની દિનદશા ચાલશે. કોઈની મદદ કરી તેની ભલી દુવાઓ મેળવી લેશો. ઘરવાળાને ખુશ રાખવામાં સફળ થશો. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. તબિયતમાં સારા સારી રહેશે. કામમાં સફળતા મળશે. ઉપરી વર્ગ તમારા કામની તારીફ કરશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 13, 14 છે.

Jupiter’s rule till 22nd May informs that you will receive the blessings of those you help. You will succeed in keeping your family members happy. Financial stability is indicated. Health will be good. You will taste success at work. Your seniors will be appreciative of your work. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 09, 10, 13, 14.


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂન સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી નવા કામમાં સફળતા મળશે. મિત્રોની મદદથી અધુરા કામો પહેલાં પૂરા કરી શકશો. ગામ પરગામથી સારા સમાચાર મળશે. નાણાંકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મલી જશે. કરકસર કરી ધન બચાવી ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Jupiter’s rule till the 23rd of June will bring you success in your new ventures. You will be able to complete your unfinished jobs with the help of friends. You will receive good news from abroad. You will receive anonymous help financially. With some effort you will be able to save money and make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 11, 12, 13, 14.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મેં સુધી શનિની દિનદશા ચાલશે. રોજના કામ કરવામાં કંટાળો આવશે. તમારા કામો સમય પર પૂરાં નહીં કરી શકશો. નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખોટા ખર્ચથી પરેશાન થશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 12, 13 છે.

Saturn’s rule till 24th May will bring in a sense of lethargy in doing your daily chores. You will not be able to complete your work in tie. You might face a challenging time in your important works. Unnecessary expenses will cause you concern. Ensure to take special care of your health. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 09, 10, 12, 13.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશામા છૈલ્લા દસ દિવસ પસાર કરવાના બાકી છે. લેતીદેતી ના કામો પહેલાં પૂરા કરી લેજો. લેણાના પૈસા માટે થોડી ભાગદોડ કરવાથી પાછા મેળવી શકશો. જેને પૈસા આપવા ના હોય તે ને થોડા સમય પછી પૈસા આપજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુઓ વસાવી શકશો.દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

With the last ten days remaining under Mercury’s rule, ensure to first complete all your transactions related to lending and borrowing. With persistence at your end, your debtors will return your money. You are advised to lend money to people only after some time. You will be able to make purchases for the house. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 13, 14.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા દુશ્મનો ને હરાવી શકશો. તમારા કામો બીજા કરતા પહેલા પૂરા કરી શકશો. લાંબા ગાળાનુ ઇન્વેસ્ટમેન્ટ કરતા ફાયદામાં રહેશો. કરકસર કરી પૈસા બચાવજો. મિત્રોનો સાથ સહકાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 12, 13 છે.

Mercury’s ongoing rule crushes all your enemies! You will be able to complete tasks a lot faster and earlier than the rest. Long term investments will yield benefits. Try your best to save money. Friends will be supportive. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 09, 10, 12, 13.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

મંગળની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં ગુસ્સો આવશે. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહેતાં પરેશાન થશો. બહાર જશો તો પણ શાંતિ નહીં મળે. નાણાંકીય બાબતમાં સારા સારી નહીં રહે. દરરોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 12, 13. છે.

Mars’ ongoing rule will make you feel angry even over petty matters. Your colleagues will not be supportive. The lack of cordial atmosphere at home will stress you. You will not find peace even outside of your house. Financially things could get difficult. Ensure to pray the Tir Yasht daily.

Lucky Dates: 09, 10, 12, 13.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ મળશે. કોઈ પણ કામ વિચાર્યા વગર કરતા નહીં. નોકરી કરનાર જગ્યાએ માન મળશે. ધણી -ધણીયાણીમા સારા સારી રહેશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. 34મું નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

The Moon’s ongoing rule brings you mental peace. Do not do anything without giving it a good thought. You will receive praise at your workplace. The affection between couples will bloom. Financial stability is indicated. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 10, 11, 12, 13.

Leave a Reply

*