બેપ્સી નરીમાનનું નિધન

સિનિયર એડવોકેટ – ફલી એસ. નરીમાનના પત્ની અને સુપ્રીમ કોર્ટના જજ – જસ્ટિસ રોહિન્ટન એફ. નરીમાનના માતા, ખૂબ જ પ્રિય અને આદરણીય બેપ્સી નરીમાન, 9 જૂન, 2020 ના રોજ, નવી દિલ્હીમાં 89 વર્ષની વયે અવસાન પામ્યા.
રાંધણકળામાં જીનિયસ, એક સફળ લેખક અને સ્વતંત્ર સ્ત્રી, બેપ્સી કુટુંબ અને મિત્રોને ખૂબ વહાલ અને પ્રેમ કરતા હતા તે નરીમાનના ઘરનો પાયો સમાન હતા.
બીજા દિવસે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને વર્તમાન સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. તેમના કુંટુંબમાં તેમના બાદ છે તેમના પતિ – ફલી, પુત્ર – રોહિન્ટન, પુત્રવધૂ – સનાયા અને પુત્રી – અનાહિતા.
બેપ્સી નરીમાનનો જન્મ અને ઉછેર મુંબઇમાં થયો હતો. તેમના પિતા એક સમૃદ્ધ બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર હતા, અને તે બોમ્બે પારસી સમુદાયના સામાજિક જીવનમાં ખૂબ સંકળાયેલા હતા.
બેપ્સી ધ ટાઇમ અને ટેલેન્ટસ ક્લબના સક્રિય સભ્ય હતા, જેમણે ચેરિટી માટે નાણાં એકત્ર કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને તે પહેલાની લોકપ્રિય, ‘વિકટરી સ્ટોલ’ રેસ્ટોરન્ટ (દક્ષિણ મુંબઈમાં એપોલો બંદર નજીક, કોલાબા નજીક) ચલાવતા હતા. ટાઈમ અને ટેલેન્ટસ કલબની રાંધણકલા પુસ્તકમાં તેમણે વાનગીઓ શેર કરી હરતી.
બેપ્સી અને ફલી નરીમાનના લગ્ન 1955 માં થયા હતા. તેઓ 1972માં દિલ્હી સ્થળાંતર થયા હતા, જ્યારે તેણી 41 વર્ષના હતા, ત્યારબાદ તેમના પતિ, ફલી નરીમાનને એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ અસાધારણ રાંધણ કુશળતા માટે પ્રખ્યાત હતા અને ‘ટ્રેડિશનલ પારસી કુશીન’, ‘માઇક્રોવેવ કુકરી ફોર ધ ઇન્ડિયન પેલેટ’, ’કુકિંગ વિથ યોગર્ટ’ સહિત બેસ્ટ સેલિંગ રસોઈ પુસ્તકો દ્વારા તેમની કુશળતા શેર કરી હતી.
તેમને સંગીત પસંદ હતું અને તે એક કુશળ પિયાનોવાદક હતા. આ જુસ્સો તેમના પુત્ર અને પૌત્રો સુધી પહોંચ્યો છે. માતા અને પત્ની તરીકે, તે કડક અને રક્ષણાત્મક હતા. ફલીએ લીધેલા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેણી તેમને માર્ગદર્શન આપ્યું હતું. ફલી તેણીનું બ્રહ્માંડ હતાં અને તે તેમના હતા. તેમના મહાન આત્માને ગરોથમાન બહેસ્ત પ્રાપ્ત થાય.

Leave a Reply

*