સદેહ ઉત્સવ તેહરાનની રાષ્ટ્રીય હેરિટેજ સૂચિમાં ઉમેરવામાં આવ્યો

સાંસ્કૃતિક હેરિટેજ, પર્યટન, અને હસ્તકલા પ્રધાન અલી અસગર મૌનેસને સમય સન્માનિત, મધ્ય શિયાળાના પ્રાચીન ઉત્સવ સદેહને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે 30મી જાન્યુઆરીએ ઉજવાય છે. 26મી જૂને આ હુકમનામુ બહાર પાડવામાં આવ્યું હતું. આ ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ પગલાને સમર્થન આપવામાં આવ્યું હતું.
સદેહને જમશેદી નવરોઝના 50 દિવસ અને 50 રાત પહેલા ઉજવવામાં આવે છે. ઈરાની ઝોરાસ્ટ્રિયન લોકોમાં આ તહેવાર વધુ લોકપ્રિય થઈ રહ્યો છે જેમાં આતશનું સન્માન કરવામાં આવે છે. પર્શિયન પૌરાણિક કથા અનુસાર, વિશ્વના બીજા રાજા હૌશંગે જ્યારે અજગરને પથ્થરથી મારવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને આતશ મળી આવી હતી.આ ઉત્સવમાં લાકડાના એક ખૂટાંને આગ લગાવી તહેવાર ઉજવવામાં આવે છે. વિશાળ ખુલ્લી અગ્નિ પ્રગટાવતા પહેલા, શુદ્ધતા અને સુઘડતાના સંકેત તરીકે સફેદ કપાસના કપડા અને ટોપી પહેરેલા કેટલાક જરથોસ્તી મોબેદો અવેસ્તાના શ્ર્લોકો ભણે છે અને અગ્નિ પ્રગટાવેલા ઝાડીઓની આસપાસ ફરે છે અને ખુશાલીથી ઉજવણી કરે છે.

Leave a Reply

*