સ્માઈલ સર્જન ડો. એડનવાલાનું નિધન 15,000થી વધુ દર્દીઓને

સ્માઈલ કરાવનારા પ્રખ્યાત ડો. હીરજી એસ. એડેનવાલાનું 89માં વર્ષે તા. 27મી મે, 2020ને દિને નિધન થયું હતું. તે કેરળમાં આવેલ થિસુરમાં
જ્યુબિલી મિશન હોસ્પિટલના ચાર્લ્સ પિન્ટો ક્લેફ્ટ સેન્ટરમાં ડિરેકટર હતા. જીવનકાળ દરમ્યાન તેમણે અસંખ્ય બાળકોને સ્મિત અપાવ્યું હતું. જન્મજાત બાળકો જેમના ફાટેલા હોઠ અને
તાળવું સુધારનાર સર્જરી માટે તેમણે પાંચ દાયકા સમર્પિત કર્યા હતા. તેમણે 17000થી વધુ ફાટેલા હોઠ અને તાળવાની સર્જરી કરી હતી. 5મી જૂને તેઓ 90 વર્ષના થનાર હતા. ડો. એડનવાલાને કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં તાવ અને શ્ર્વાસ લેવામાં તકલીફની સારવાર આપવામાં આવી રહી હતી.
મૂળ મુંબઇના વતની, ડો. એડનવાલા 1959માં જ્યુબિલી મિશનમાં જોડાયા હતા અને યુએસ સ્થિત સ્માઇલ ટ્રેન સાથે જોડાણ કર્યું હતું, જે વિશ્ર્વભરમાં ફાટેલ હોઠ અને તાળવાની સર્જરીને સમર્પિત એક નફાકારક સંસ્થા હતી. ડો.એડેનવાલાએ 25 વર્ષ સુધી ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા આપી હતી. સ્માઇલ ટ્રેનની ભાગીદારીથી ગરીબ પરિવારોના બાળકો પર વિના મૂલ્યે શસ્ત્રક્રિયા કરવામાં મદદ કરી હતી.
લોકડાઉન હોવા છતાં, હોસ્પિટલના ડિરેકટર, એફઆર. ફ્રાન્સીસ પલ્લિકુન્નાથ, ડો.એડેનવાલાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે કોઈમ્બતુર આવ્યા હતા. તેમણે શેર કર્યું હતું કે ડો. એડનવાલા એક ઉત્સાહ સાથે કામ કરતા હતા અને ફાટેલા હોઠ અને તાળવાની સારવાર આપવાનું કામ જુનૂનથી કરતા હતા.

Leave a Reply

*