હસો મારી સાથે

ચોમાસા દરમ્યાન હળવું ભોજન લેવું.
પાણી એકદમ હળવું છે.
પણ પાણીમાં તેલ નાખો તો તેલ તરે છે એટલે પાણીથી હળવું તેલ છે.
તેલ ઉકળતું હોય એમાં ભજીયાં નાખો તો ભજીયા તરે છે એટલે એ સૌથી હળવાં કહેવાય.
માટે ચોમાસામાં ભજિયાં ખાવ અને હળવા હળવા રહો.
***
કોઈ વધારે દારૂ પીતા હોય એમને બૂમ ના પાડશો. ફકત એનો દારૂ પી લો.
યાદ રાખોે આપણે રોગથી લડવાનું છે રોગીઓથી નહીં.
***
આજે દિવસે નીંદર આવી ગઈ. નીંદરમાં સપનું આવ્યું, તીડ આવ્યા અને કરોનાના વાયરસને ખાઈ ગયા. પછી વાવાઝોડુ આવ્યું અને બધા ટીડ વાવાઝોડા સાથે ચીન જતા રહ્યા, અને ચીન લોકો બધા તીડને ખાઈ ગયા. સપનું પૂરૂં.
***
ટ્રેન માં મુસાફરી દરમિયાન એક બા એ પુછયુ, ક્યાંનો છો દિકરા તું ???
મારા લગ્ન થઈ ગ્યા છે બા, હવે હું ક્યાંય નો નથી.
***
લોકડાઉન દરમ્યાન એક વ્યસ્ત બપોરે બે મિત્રો ફોન પર.
પહલો: કેમ શું કરે છો ?
બીજો: એકલો એકલો ઢગલાબાજી રમું છું. એક બાજુ વાસણનો ઢગલો, બીજી બાજુ કપડાંનો.!

Leave a Reply

*