ચાઇનીઝ સમોસા

સામગ્રી: ચાર નંગ મરચા, એક ટુકડો આદુ, એક નંગ કાંદો પાંચ કળી લસણ અડધો પેકેટ સ્પગેટી ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ગાજર, સો ગ્રામ કેપ્સીકમ
એક ચમચો કોથમીર, એક ચમચો સોયા સોસ, ચપટી આજી નો મોટો, બે ચમચા કોર્નફલોર, બે ચમચી લીંબુનો રસ, ચારસો ગ્રામ મેંદો, બે ચમચા તેલ તળવા માટે તેલ, મીઠું સ્વાદ પ્રમાણે
રીત: સૌ પ્રથમ મેંદો ચાળીને તેમાં તેલનું મોણ, મીઠું, લીંબુનો રસ નાખી પાણીથી લોટ બાંધો. હવે સ્પગેટી ઝીણા ટુકડા કરી મીઠા વાળા પાણીમાં બાફી લો. કોબીજ, ગાજર અને કેપ્સીકમને ઝીણા સમારો. આદુ, લસણ અને મરચાની પેસ્ટ કરી લો. હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં ઉપરની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, ગાજર, કેપ્સીકમ અને કોબીજ નાખી બે મિનિટ સાંતળો. હવે સ્પગેટી નાખી, સોયા સોસ નાખી મિક્સ કરો. પૂર્ણ ઠંડુ થાય ત્યાં સુધીમાં મેંદાના લોટમાંથી પૂરી વણી તેમાં પુરણ ભરી સમોસા વાળી લો. ગરમ તેલમાં તળી લો. તૈયાર સમોસાને કેચપ અથવા ચીલી સોસ સાથે પીરસો.

Leave a Reply

*