Your Moonsign Janam Rashi This Week –
20th June – 26th June, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા 6 દિવસ જ શાંતિમાં પસાર કરવાના બાકી છે. તમારા હાથમાં અગત્યના કામો હોય તે 25મી સુધી પૂરા કરી લેજો. ઘરવાળાને નારાજ કરતા નહીં. જોઈતી વસ્તુ ઘરમાં વસાવી લેજો. 26મીથી 28 દિવસ માટે શરૂ થતી મંગળની દિનદશા ખૂબ પરેશાની આપશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

With six days remaining to spend in peace, ensure to complete all your important tasks by the 25th of June. Do not upset your family members. Make any purchases you need for the house. Mars’ rule starting from 26th June, for the next 28 days, brings along its fair share of challenges. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 21, 22, 23, 24.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા અને મનને આનંદ મળે તેવા કામ સમય પર પૂરા કરી શકશો. ઘરવાળાને ખુશ રાખવા ખર્ચ કરશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. અપોઝીટ સેકસ તરફથી ફાયદો મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.

The ongoing Moon’s rule helps you complete your planned tasks in time, as also those tasks which bring you contentment. You will spend on your family members to keep them happy. Financially, things will be smooth. Ensure to make investments. You will be able to make new purchases for the house. The opposite gender will prove beneficial to you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 20, 22, 25, 26.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

5મી જુલાઈ સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. પ્રેશર, આંખની તકલીફ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. સરકારી કામ સંભાળી કરજો. નાણાકીય મુશ્કેલી આવશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.

The Sun’s rule till 5th July, makes you short tempered, even over petty matters. You could suffer from BP, eye-issues and headaches. Ensure to seek the doctor’s advice if needed. Be careful while working on government related matters. Financial constraints are indicated. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 21, 23, 24, 26.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખ વધી જશે. ખર્ચ વધુ કરશો પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. મનપસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. બીજા પાસેથી તમારા ધારેલા કામ પૂરા કરવામાં સફળતા મળશે. કામકાજ વધારી શકશો. ગામ પરગામ જવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 22, 25 છે.

Venus’ ongoing rule increases your leaning towards fun and entertainment. Despite an increase in your expenses, you will not face any financial constraints. You could meet a person after your own heart. You will be successful in getting your work done by others. You will be able to expand your business. Travel is on the cards. Pray to Behram Yazad daily.

Lucky Dates: 20, 21, 22, 25.


LEO | સિંહ: મ.ટ.

05Leo

મોજીલા ગ્રહ શુક્રની દિનદશા 16મી ઓગસ્ટ સુધી ચાલશે. રોજના કામમાં નાણાકીય ફાયદો મળવાના ચાન્સ છે. મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 21, 23, 24, 26 છે.

Venus’ rule till 16th August increases your chances of gaining financial benefits from your everyday work. Speak out your mind to the one you wish to share with. You will be able to cater to the demands of your family members as your financial state continues to improve. Pray to Behram Yazad daily.

Lucky Dates: 21, 23, 24, 26.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. જેનું સારૂં કરવા જશો તેજ તમારૂં ખરાબ કરશે. નાણાકીય બાબતમાં ખર્ચ વધી જશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. પૈસા મેળવવા ભાગદોડ કરશો તો પણ જોઈતા પૈસા નહીં મળે. સાથે કામ કરનાર સાથ નહીં આપે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Rahu rules you till 5th of July. Those you were trying to help will end up hurting you. Expenses could increase. Rahu will take away from your appetite and peaceful sleep. Despite your sincere efforts, you might not be able to retrieve money. Colleagues might not seem supportive. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 23, 24, 25, 26.


LIBRA | તુલા: ર.ત.

07Libra

આવતા ત્રણ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. 23મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા મગજને અશાંત બનાવી દેશે. માથા પરનો બોજો વધી જશે. ખર્ચનો ખાડો ઉંડો થશે. નવા કામ કરતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 26 છે.

Jupiter rules you for the next 3 days, so ensure to cater to the wishes of family members first. From the 23rd of June, Rahu’s rule, for the next 42 days, will take away from your peace. You will feel pressured mentally. Expenses could increase. Avoid taking on new projects. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 20, 21, 22, 26.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ધર્મ કે ચેરીટીના કામો કરી શકશો. નવા કામ કરવા માટે હાલનો સમય સારો છે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરના સારા સલાહકાર બનશો જેનાથી તેમને ફાયદો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

Jupiter’s ongoing rule nudges you towards indulging in religious and charitable works. This is a good time to start new ventures. Financially, you will continue to do well. An unexpected windfall is predicted. A family member could gain from your honest advice. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 20, 21, 24, 25.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. રોજના કામમાં મુશ્કેલી આવશે. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયત ખરાબ કરશે. બેકપેઈન અને માથાના દુખાવાથી પરેશાન થશો. વડીલવર્ગની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ખર્ચનું પ્રમાણ વધી જશે. મનની શાંતિ માટે દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 26 છે.

This last week under Mars’ rule, could make it challenging for you to complete your daily chores. The descending rule of Mars could impact your health. Back-pain and head-aches could trouble you. The health of your elders could also go down. Expenses could increase. Pray the Moti Haptan Yasht.

Lucky Dates: 21, 22, 23, 26.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. તમારી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ડોકટર પાછળ ખર્ચ થશે. તમારી નાની ભૂલ મોટી મુસીબતમાં મુકશે. જેટલું ધન બચાવશો તેટલો ખર્ચ વધી જશે. કામનો બોજો વધી જશે. સાથે કામ કરનારનો સાથ નહીં મળે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

Saturn’s rule till 26th July could trigger health problems. You could end up having to spend on medical expenses. A small mistake of yours could land you in big trouble. Despite your efforts to save money, there will be expenses to. Work pressure will increase. Colleagues might not be supportive. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 20, 21, 24, 25.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ બુધ્ધિ વાપરી પૂરા કરી શકશો. નાણાકીય બચત કરી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. વધુ કામ કરી એકસ્ટ્રા ધન મેળવી શકશો. મિત્રોથી લાભ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 23, 26 છે.

Mercury’s ongoing rule helps you complete all your tasks intelligently. You will be able to save money. You will receive good news from abroad. By working extra, you will be able to earn more income. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 20, 22, 23, 26.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આવતા ત્રણ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 23મી પહેલા વાહન સંભાળીને ચલાવજો. ફેમિલી સાથે બોલચાલ ઓછી કરજો. 23મીથી 56 દિવસ માટે શરૂ થતી બુધની દિનદશા તમારા અટકેલા કામ ફરી ચાલુ કરાવશે. બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલા કરશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 21, 23, 24, 25 છે.

Mars rules you for the next three days, so practice great caution when you drive/ride your vehicle, uptil the 23rd of June. Avoid arguing with family members. From the 23rd of June, for the next 56 days, Mercury’s rule helps to re-start your stalled projects. You will be able to solve difficult tasks by using your intelligence. Pray the ‘Meher Nyaish’ along with ‘Tir Yasht’ daily.

Lucky Dates: 21, 23, 24, 25.

Leave a Reply

*