Your Moonsign Janam Rashi This Week –
27th June – 03rd July, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હાલમાં મંગળની દિનદશા ચાલુ થયેલી  હોવાથી તમે તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. વાહન સંભાળીને ચલાવજો. ઘરવાળા સમજ્યા વગર તમને પરેશાન કરશે મતભેદ થવાના ચાન્સ છે. ખોટા ખર્ચ વધી જવાથી મન અશાંત રહેશે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 30, 01, 02 છે.

With Mars ruling you, it might be difficult for you to maintain control over your temper. Your health could suddenly go down. Drive or ride your vehicle with great caution. Family members will harass you without reason – squabbles could take place. Your mind will not be at peace due to unnecessary increase in expenses. To pacify Mars, pray the ‘Tir Yasht’ daily.

Lucky Dates: 27, 30, 01, 02.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી ચંદ્રની દિનદશા ચાલશે. મનમાં શાંતિ રહેશે. જે પણ કામ કરશો તેમાં મદદગાર મળી જશે. નાની મુસાફરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

The Moon’s rule till 26th July brings you mental peace. You will find supporters in all your endeavours. Short travel is indicated. Financially, things will be good. Ensure to make investment. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 27, 28, 29, 30.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

સુર્યની દિનદશા ચાલુ હોવાથી મગજ પરનો બોજો વધી જશે. તાવ કે માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી નોકરી કે બેન્કમાં કામ કરતા હો તો કામમાં ધ્યાન આપજો. તમારા અગત્યના કામો 5મી જુલાઈ પછી કરજો. કોઈ પર વિશ્ર્વાસ રાખતા નહીં. સુર્યના તાપને ઓછો કરવા દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 01, 02, 03 છે.

The ongoing Sun’s rule increases mental tensions. You could suffer from a fever or headaches. If you are employed in a legal or government related profession, ensure to practice greater caution. Take on any important works only post the 5th of July. Try not to blindly trust people. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 28, 01, 02, 03.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. દરેક કામમાં સફળતા મળશે. ખર્ચ વધી જવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોઝીટ સેકસનો સાથ મલવાથી કામો જલદી પૂરા કરી શકશો. હિસાબી કામમાં ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 29, 30, 03 છે.

Venus’ rule till 16th July brings you progress in everything you do. Despite an increase in your expenses, you will not feel a financial pinch. You will be able to complete your work faster with the support of the opposite gender. Pay greater attention to accounts-related work. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 29, 30, 03.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ કાબુ નહીં રાખી શકો. કામકાજમાં સારા સારી થતી જશે. બીજાના  મદદગાર બની શકશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્ર મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 01, 02 છે.

Venus’ rule till 16th August will have uncontrollably inclined towards fun and entertainment. There will be good progress at work. You will be able to help another. Affection between couples will increase. You could make new friends. Pray to Behram Yazad daily.

Lucky Dates: 27, 28, 01, 02.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા ચાલશે. પૈસાની ખૂબ તંગી આવશે. કોઈની મદદ લેવાનું વિચાર કરશો પણ તે વ્યકિત મદદ નહીં કરે. શેર-સટ્ટા પાછળ પૈસો ખર્ચ થશે. ખોટી લાલચમાં ફસાઈ જશો. રાતની ઉંઘ ઓછી થશે. રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 03 છે.

Rahu’s rule till 5th July could cause a heavy financial strain. The one you would turn to for help will not be able to help you. The share market will prove expensive. Your wrongful greed will lead you into a quandary. You will lose your sleep at night. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 03.


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુની દિનદશા ચાલશે. નાની વાતમાં ઈરીટેટ થશો. ખોટો ખર્ચ થશે. પ્લાન બનાવી તમે કેન્સલ કરશો. ફેમિલીનો સાથ નહીં મળે. કોર્ટના કામ કરતા નહીં. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 30, 01, 02 છે.

Rahu’s rule till 6th August could have you feeling irritated over small issues. You could endure unnecessary expenses. You will end up canceling your own plans. Family members will not be supportive. Avoid doing any legal/court-related work. Ensure to pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 27, 30, 01, 02.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી કરેલી મહેનતનું રિઝલ્ટ મેળવી શકશો. અટકેલા કામ સાથે કામ કરનારનો સાથ મેળવીને પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડી ભાગદોડ કરી એકસ્ટ્રા ધન કમાઈ શકશો. ફેમિલીને ખુશ રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.

Jupiter’s ongoing rule helps you enjoy the fruits of your labour. Your colleagues will help you complete your stalled works. Financially this is a good week. You will be able to earn extra income with increased efforts. You will be able to keep your family happy. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 01.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી ઓગસ્ટ સુધી નાણાકીય મુશ્કેલી નહીં આવે. તમારી સાથે બીજાની મદદ કરી શકશો. અત્યાર સુધી જે પણ મુશ્કેલી હશે તે બધી દૂર કરી શકશો. તબિયતમાં સારા સારી થતી જશે. દરેક કામમાં પાક પરવરદેગારની મદદ મળતી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 27, 29, 02, 03 છે.

Guru’s ongoing rule till the 24th of August, ensures no financial difficulty. You will be able to help others along with yourself. You will be able to do away with the challenges that have so far held you down. Your health will continue to improve. You will be helped by the universe in all your endeavors. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 27, 29, 02, 03.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી જુલાઈ સુધી તમારા કામમાં મુશ્કેલી આવતી રહેશે. રોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. નાણાકીય મુશ્કેલી આવશે. તબિયતનું ધ્યાન રાખજો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ખાવાપીવામાં ધ્યાન આપજો. ધારેલા કરતા ખર્ચ વધવાથી બેચેન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.

Saturn’s ongoing rule till 26th July could pose challenges in your work. You might not be able to complete even your daily chores on time. Financial strain is indicated. Take care of your health as it could get affected. Take care of your diet. You might feel restless having to spend more than the expected expenditure. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 28, 29, 30, 01.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી બુધની દિનદશા  ચાલશે. તેથી હિસાબી તથા લેતી-દેતીના કામમાં સફળતા મળશે. તમારા ફાયદા પર ધ્યાન આપજો. થોડી ભાગદોડ કરવાથી ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. મિત્રો તરફથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 27, 30, 02, 03 છે.

Mercury’s rule till 20th July brings you great success in all work related to accounts and transactions related to lending/borrowing money. Focus on your benefits. With a little added effort, you will be able to retrieve your bad debts. You could meet new friends. Friends will prove beneficial. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 27, 30, 02, 03.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ થયેલી છે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મિત્રો તરફથી સારા સમાચાર મળશે. તબિયતમાં સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 01 છે.

The start of Mercury’s rule brings you success in all your endeavors. Financially, things will continue to get better. Ensure to make investments. Friends will bring you good news. Health will be good. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 28, 29, 30, 01.

Leave a Reply

*