હસો મારી સાથે

મેં સૂર્યને પૂછ્યું વર્ષા આવે છે, ત્યારે તું કેમ છુપાઈ જાય છે??
સૂરજે કહ્યું, લેડીઝ જોડે કોણ ખોટી માથાકૂટ કરે.
***
એક બહેન પાડોશમાં મળવા ગયા. કલાકેક ગપ્પા માર્યા . ચ્હા પાણી થયા. પછી જતાં જતાં કહેતા ગયા કે મને કોરોના ના કારણે ડોક્ટરે 14 દિવસ કોરંટાઇન રહેવાનું કહ્યું છે તો થયું લાવને જતાં પહેલાં બધી બહેનપણીઓ ને મળતી આવું..!
***
પત્ની: કાન ખોલીને સાંભળી લેજો, ખાલી ટીકટોક જ બંધ કરવામાં આવ્યું છે.
ટકટક તો ચાલુ જ રહેશે.
***
દિકરો જનમશે એ આશા પર પાંચ દિકરી ઓ આવી 1. નોટબંધી 2. જીએસટી 3. બેરોજગારી 4. મંદી 5. મોંઘવારી પણ વિકાસનો કંઈ જન્મ થયો નહિ. છેવટે કોરોનાને દત્ત ક લીધો. એ ઉઠાવગીર નીકળ્યો.
***
ગણિતનો નવો પ્રમેય
પ્રશ્ર્ન: ખાંડ ગળી હોવા છતાં આપણી દુશ્મન કેમ છે?
જવાબ:
પક્ષ: ખાંડ ગળી છે.
સાધ્ય: ખાંડ આપણી દુશ્મન છે.
સાબિતી: ખાંડને હિન્દીમાં ચીની કહે છે અને ખાંડથી બનેલી ચાસણીને હિન્દીમાં પાક કહે છે. બન્નેઆપણા દુશ્મન છે. તેથી ખાંડ આપણી દુશ્મન છે.

Leave a Reply

*