જરથોસ્તી સમુદાયના ગૌરવ સાથે શસ્ત્ર ચલાવવાની તાલીમ

સમુરાઇની કળા ઉચ્ચતમ બૌદ્ધિક માર્શલ આર્ટ છે. તલવારને હેન્ડલ કરવી એ સીધી કાર્યક્ષમ તકનીકીઓ સાથે સાદા સૌંદર્ય અને તીવ્ર ધ્યાન સાથે શાંતિની લાક્ષણિકતા છે. ‘કેન્જુત્સુ’ જાપાની તલવારબાજીની તમામ ‘કોબુડો’ (શસ્ત્ર પ્રશિક્ષણ) શાળાઓ માટે છત્ર શબ્દ છે.
આપણા ઝોરાસ્ટ્રિયન રત્ન – રેંશી વિસ્પી ખરાડી, ભારતની અગ્રણી અને શ્રેષ્ઠ માર્શલ આર્ટિસ્ટમાંના એક – સોશીહાન મેહુલ વોરા, મળીને આ કળા નિપ્પન કોબુડો અને કેન્જુત્સુ ફેડરેશન – ઇન્ડિયા (એનકેકેએફઆઇ), અને જાપાની તલવારો અને વેપન ફેડરેશન – ભારત (જેએસડબલ્યુએફઆઈ) ના રૂપમાં ભારતીય માર્શલ આટર્સ બિરાદરોને ભેટ આપવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે આ ભાગ સીધો ‘મુગેરિયુ હીડો નિચિર્યુકાઇ – જાપાન’ હેઠળ જોડાયેલો છે; ‘નિહોંડેન કોબુડો કુઓશિકાઇ – જાપાન’ અને ‘વર્લ્ડ કોબુડો ફેડરેશન – કેનેડા’.
ઉપરોક્ત સંગઠનો માટે ભારતના મુખ્ય પ્રશિક્ષક અને પરીક્ષક તરીકે એકમાત્ર ભારતીય લાઇસન્સ પ્રાપ્ત કરવા ઉપરાંત, સોશીહાન મેહુલ વોરા હેંશી 2005થી લાઇસન્સ પ્રાપ્ત શિક્ષક છે. સાત વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક, તંદુરસ્તી અને પોષણ નિષ્ણાત – રેંશી વિસ્પી ખરાડી એનકેકેએફઆઈના વડા છે; તે ગુજરાત પ્રદેશના પ્રેસિડન્ટ અને રાજ્યના સર્વોચ્ચ અને સિનિયર-બ્લેક બેલ્ટ છે.
રેંશી વિસ્પી ખરાડીની સિધ્ધિઓએ પારસી સમુદાયને ખરેખર ગૌરવ અપાવ્યો છે! તે કરાટેમાં ચોથા ડેન બ્લેક બેલ્ટ છે, કુડોમાં બીજા ડેન બ્લેક બેલ્ટ છે, કેનજુત્સુમાં બીજા ડેન બ્લેક બેલ્ટ છે અને જુડો, જુજુત્સુ, કોબુડો અને ક્રાવ માગામાં પ્રથમ ડેન બ્લેક બેલ્ટ છે (આત્મરક્ષણની ઇઝરાઇલી કલા).
પ્રશિક્ષકોની તેમની ગર્વની ટીમ અને ગુજરાતના પ્રથમ બ્લેક બેલ્ટમાં 8 થી 53 વર્ષની વયના જરથોસ્તીઓમાં- સેમ્પી યઝદાન વિસ્પી ખરાડી (8 વર્ષ) અને સેમ્પી ઝિદાન વિસ્પી ખરાડી (11 વર્ષ) આ કળાના સૌથી યુવા પ્રેકટીસનરો છે! અન્યમાં રેંશી દરાયસ કૂપર – કરાટેમાં પાંચમાં ડેન બ્લેક બેલ્ટ, કુડોમાં બીજા ડેન બ્લેક બેલ્ટ અને ત્રણ વખત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક – સેન્સેઇ ફરઝાના વિસ્પી ખરાડી અને સેમ્પી જમશેદ દરાયસ કૂપરનો સમાવેશ થાય છે.
સમુદાય અને દેશનું ગૌરવ બનવા બદલ રેંશી વિસ્પી ખરાડીને સલામ!

Leave a Reply

*