અરદીબહેસ્ત યશ્ત (2)

આજે, આપણો દિવસ વહેલી સવારે ચાના ગરમ કપથી શરૂ થાય છે. તે આપણી સિસ્ટમમાં બનેલી એક રૂટિન છે અને લગભગ રોજ આપણે ગેસને પ્રકાશિત કરીએ છીએ, ચાની કીટલી મૂકીએ છીએ અને આપણી ચા તૈયાર થઈ જાય છે!
હવે હું તમને એક હજાર વર્ષ પાછળ લઈ જાઉં છું અહીં સવાર જેવું દેખાશે. તમે ઉઠો, તમારી પાદયાબ કસ્તી કરો અને સવારના નહાણને પૂર્ણ કરો. પછી તમે સગડી પર અગ્નિ સળગાવવા માટે ઉભા રહો છો અને તમારૂં વાસણ મૂકો છો. પછી તમે પ્રાર્થના કરવાનું શરૂ કરો, સંભવત, અરદીબહેસ્ત યશ્ત જેમ તમે પ્રાર્થના સમાપ્ત કરો છો, અગ્નિ પ્રગટશે અને તમારૂં સવારનું ભોજન બની રહ્યું છે. તમે તેને પહેલેથી જ સળગી રહેલી જ્યોતથી સળગાવ્યો નથી, તમે અગ્નિના તણખા સાચવ્યા નથી અને તેને ફરીથી જીવંત કર્યો છે, તમે માચીસ અથવા એક પથ્થરને બીજા પર ઘસી અગ્નિ પ્રગટાવી નથી. સગડીમાં આગ સરળતાથી તમારી પ્રાર્થના ની શક્તિથી પ્રગટ થયેલ છે! આનાથી પણ આશ્ચર્યજનક એ હકીકત છે કે ભોજન તૈયાર થયા પછી અને આગની જરૂરત પૂરી થતા, તે માત્ર અદૃશ્ય થઈ ગઈ! આનો અર્થ એ છે કે માંથ્રવાણીએ જ તે જ્યોત બનાવી અને તેને પ્રગટ કરી નહોતી, પરંતુ તે એક એવી દિવ્ય શક્તિ હતી જે પોતાનું કાર્ય એકવાર થઈ જાય પછી તેને જાતે જ પાછું ખેંચી લે છે.
આ તકનીક એ માઝદાયસ્ની આસ્થાના સાધકોનું પવિત્ર જ્ઞાન હતું. આપણી પાસેના આ વધેલા મંત્રો વિશે બીજા કોઈને જાણ નહોતી અને ખરેખર, કેટલીક વાર્તાઓ જણાવે છે કે લોકોએ તેમના પડોશીઓ પાસેથી આગ કેવી રીતે ઉધાર લીધી હતી (તેઓ સંભવત જરથોસ્તી હતા!). જો કે, અહીં વાર્તામાં ટિવસ્ટ આવે છે..
જહાં પહેલવાન કેરસાસ્પ એક શકિતશાળી માણસ હતો. એક દિવસ તે શિકાર કરવા ગયો અને એક મોટો શિકાર કર્યો. પછી શ્રદ્ધાળુ માઝદયાસ્ની હોવાને કારણે, તેણે સગડી, સળગાવવા અગ્નિ માટે પ્રાર્થના કરી ત્યારબાદ તેણે માંસ રાંધવા માટે એક વાસણમાં અગ્નિ પર મૂકયું. જો કે, વાસણમાં છિદ્રો હતાં અને તે વાસણમાંથી પાણી આગ પર પડ્યું અને આગ બુઝાઈ ગઈ તેણે બીજી વાર અગ્નિ પ્રગટાવી અને પાણી પડતા અગ્નિ પાછી બુઝાઈ ગઈ. આનાથી કેરસાસ્પ ગુસ્સે થયો અને તેણે ગુરજ (એક શસ્ત્ર જે તદ્દન ગદા જેવું છે) વડે આગ લગાવી. જ્યારે તેણે અગ્નિ પ્રગટાવ્યો, ત્યારે તે ભૂગર્ભમાં પાછો ગયો અને પૃથ્વી, પર્વત, ખડકો અને ધાતુઓમાં ફેલાવ્યું તે પછી તે ગ્રહ પરના બધા માનવો માટે ઉપલબ્ધ બન્યું. અગ્નિ સમયના અંત સુધી આ બધી જગ્યાએ રહેશે. સંભવત: આ સમયે જ માનવજાતે અગ્નિની શોધ કરી.
કેટલીક વાર દરેક કિંમતી વસ્તુનો નાશ કરવામાં ક્રોધની એક ક્ષણ જ બસ હોય છે. તેથી તમે ભક્તિભાવપૂર્ણ અને નિષ્ઠાવાન હોવા છતાં, જો તમારી પાસે તમારી ભાવનાઓ પર નિયંત્રણ નથી, તો તમે હંમેશા તમે તમારા સારા સંબંધોનો નાશ કરશો, અને આસપાસના લોકો તમને નાસમજ વ્યક્તિ તરીકે જ સમજશે.
જે મંત્રથી તમે અગ્નિ પ્રગટ કરી શકો છો તેને તમે સહેલાઈથી મળતો ઉપહાર ન સમજો. આજે, આપણે સગડી પાસે ઉભા રહી મંત્ર ભણી અગ્નિ નથી પ્રગટાવટા, આપણી પાસે સ્ટવ અને લાઈટરની સુવિધા છે. પરંતુ તે તેજની કલ્પના કરો કે જે તમે તમારી અંદર આ મંત્ર સાથે બનાવી શકો છો!

About - ડેઝી પી. નવદાર

Leave a Reply

*