ન્યુ યર સ્પેશિયલ

ચિકન ટિક્કા મસાલા
સામગ્રી: 6 ચિકન થાઈ પીસ
બોનલેસ ટિક્કાને મેરીનેડ કરવાની સામગ્રી, 6 ચમચી દહીં, 1 ચમચી લાલ મરચુ પાવડર, 1 ચમચી લસણ પેસ્ટ, 2 ચમચી આદુ પેસ્ટ,
1 ચમચી જીરૂં પાવડર, 1 ચમચી ગરમ મસાલા પાવડર, 4-5 ચમચી લિંબુ રસ, મીઠું સ્વાદ મુજબ.
ગ્રેવી બનાવવાની સામગ્રી: 2 ટામેટા, 1 કાંદો, 1 ચમચી આદુ લસણ પેસ્ટ, 1/2 ચમચી જીરૂં પાવડર, 1/4 કપ દૂધ, 1 નાની ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ
રીત: ચિન ટિક્કા મસાલા બે વિધિથી બનાવવામાં આવે છે. પ્રથમ ટિક્કા તૈયાર કરવામાં આવે છે અને પછી તેની ગ્રેવી. ટિક્કા તૈયાર કરવા માટે મેરીનેડની ઉપર જે-જે સામગ્રીઓ આપવામાં આવેલી છે, તેમને મેળવી લો. પછી ચિકનનાં પીસને નાના-નાના પીસમાં કાપી ધોઈને પાણી ગાળી લો. હવે મિક્સ્ડ પેસ્ટમાં ચિકન નાંખી 1 કલાક માટે મૂકી દો. તે પછી ચિકન પીસને ઇચ્છો તો ગ્રીલ કરો અથવા પછી ઓવનમાં ગોલ્ડન બ્રાઉન થવા સુધી પકાવો. ચિકનને પકાવતી વખતે તેની ઉપર બટર કે તેલ જરૂર લગાવો કે જેથી તે કોમળ બન્યું રહે અને હા, તેને વધુ ન પકાવો, નહિંતર તે બળી શકે છે. ગ્રેવી બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાંખો. તેને થોડુંક ફ્રાય કરી તેમાં સમારેલો કાંદો નાંખો. આંચ તેજ કરીદો અને કાંદોને ગોલ્ડન બ્રાઉન કરી લો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટા નાંખી મધ્યમ આંચ પર ફ્રાય કરો. જ્યારે મસાલામાંથી તેલ છુટું પડવા લાગે, ત્યારે જીરૂં અને ધાણા પાવડર મિક્સ કરો. હવે તેમાં મીઠું અને ખાંડ મેળવી થોડીક જ મિનિટમાં ચિકન ટિક્કા પીસ નાખો. હવે ધીમી આંચ પર તેને 5 મિનિટ સુધી પકાવો. તે પછી આંચને તેજ કરી દો અને તેમાં ધીમે-ધીમે કરીને દૂધ નાંખો. સાથે જ તેને હલાવતા રહો. એક વાર જ્યારે ગ્રેવી ગાઢી થઈ જાય, ત્યારે આંચ બંધ કરી દો. પછી તેને કોથમીરથી ગ્રાનિશ કરો અને રાઇસ સાથે સર્વ કરો.
***
એગ ચિકન મુગલાઈ પરાઠા
સામગ્રી: 3 ઈંડા ફેટેલા, 200 ગ્રામ ચિકન (ખીમો), 1 કાંદો, 1 ટામેટું, 5-6 લીલા મરચાં (કાપેલા), 1 નાની ચમચી આદુની પેસ્ટ, 1 ચમચી લસણની પેસ્ટ, 1 નાની ચમચી જીરું પાવડર, 1 નાની ચમચી ધાણા પાવડર, 1 નાની ચમચી કશ્મીરી લાલ મરચું, 1 નાની ચમચી હળદર પાવડર, 1 નાની ચમચી ગરમ મસાલા પાવડર, 1 નાની ચમચી કાળા મરીનો પાવડર, 2 કપ મેંદો, 1 કપ ઘઉંનો લોટ, દૂધ 1 કપ, કોથમીર, મીઠું સ્વાદ મુજબ.
રીત: લોટ અને મેંદાને મિક્સ કરીને તેમાં મીઠું અને દૂધ મેળવો. પછી તેમાં પાણી નાંખીને મુલાયમ લોટ બાંધો. ત્યાર પછી લોટને કોઈ ભીના કપડાં દ્વારા થોડી વાર માટે ઢાંકીને રાખી દો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં જીરું નાંખો. પછી કાપેલા કાંદા અને લીલા મરચાં નાંખીને ગુલાબી થાય ત્યા સુધી ફ્રાય કરો. ત્યારબાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાંખીને હલાવો. પછી તેમાં પીસેલું ચિકન ખીમો મિક્સ કરો અને બધા જ મસાલા તથા મીઠું નાંખો. હવે ચિકનને ધીમી આંચ પર ગુલાબી થાય ત્યાં સુધી બનાવો. ત્યાર પછી તેમાં કાપેલા ટામેટાં નાંખીને હલાવો. પછી તેમાં કોથમીર કાપીને નાંખો અને આંચને બંધ કરી દો. ચિકનને એકદમ સુકું કરો. તમારૂં ચિકન ભરવા માટે તૈયાર છે. હવે લોટમાંથી મધ્યમ આકારની લોઈ બનાવો અને તેને થોડી વણીને તેની વચ્ચે ચિકન ભરો, લોઈને બંધ કરીને પરાઠા બનાવો. હવે નોન સ્ટિક તવો થોડું તેલ નાંખીને ગરમ કરો. પછી ઈંડા તોડીને કટોરીમાં નાંખો. તવા પર પરાઠા નાંખીને શેકો અને તેના પર બ્રશની મદદથી ફેટેલું ઈંડુ લગાવો. પરાઠાને ફેરવીને બીજી બાજુ પણ ઈંડું લગાવો. પરાઠા ઉપર થોડો કાળા મરીનો પાવડર અને મીઠું ભભરાવો. તેના પછી તેને ફ્રાઈ કરીને સર્વ કરો.
***
હોમ મેઈડ, ચોકલેટ આઈસ્ક્રીમ
સામગ્રી: હાઈડ એન્ડ સીક બિસ્કિટ 2 પેક, 1/4 કપ ખાંડ, 2 મોટી ચમચી દૂધનો પાઉડર, 1 મોટી ચમચી કોકો પાઉડર, 1 ડેરી મિલ્ક ચોકલેટ, 1 કપ ઠંડુ દૂધ, 1/2 કપ ઠંડી મલાઈ, 1 નાની ચમચી વેનીલા અસેન્સ, ચોકો ચિપ્સ સ્પ્રિંકલ કરવા.
રીત: એક બ્લેન્ડર જારમાં બધી બિસ્કિટના ટુકડા કરવા અને ખાંડ ઉમેરી બ્લેન્ડ કરવું. ત્યારબાદ ઠંડુ દૂધ, મલાઈ, વેનીલા અસેન્સ, દૂધ નો પાઉડર, કોકો પાઉડર અને એક ડેરી મિલ્ક ઉમેરી ફરીથી બધું બ્લેન્ડ કરવું. એક એર ટાઈટ બોક્સમાં બધું મિશ્રણ કાઢી ઉપર પ્લાસ્ટિક વ્રેપ અથવા ફોઈલ પેપર થી કવર કરી ને બોક્સ નું ઢાંકણ ઢાંકી 2-3 કલાક માટે ડીપ ફ્રિઝમાં મૂકવું. ત્યારબાદ ફરીથી બોક્સ માંથી ફ્રિઝ થયેલું આઈસક્રીમ બ્લેન્ડર જાર માં કાઢી બ્લેન્ડ કરવું અને ફરીથી એજ એર ટાઈટ બોક્સ માં કાઢી ઉપર ચોકો ચિપ્સ સ્પ્રિંકલ કરી ફરીથી ઉપર પ્લાસ્ટિક વ્રેપ અથવા ફોઈલ પેપરથી કવર કરી
ને બોક્સનું ઢાંકણ ઢાંકી 8 કલાક માટે ડીપ ફ્રિઝ કરવું. ત્યારબાદ ઠંડુ
ઠંડુ ચોકો સિરપ સાથે સર્વ કરવું.

Leave a Reply

*