વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને યુજીસી કેર જર્નલમાં પણ પ્રકાશિત થયા છે. ‘આંતરરાષ્ટ્રીય પરિષદ’માં તેણેે રજૂ કરેલા કોવીડ-19 દરમિયાન લોકોના ગ્રાહક વર્તણૂકને લગતા 2020: એક નવી દુનિયામાં એક નવી બજાર પરના તેના તાજેતરના પત્રો પર તેને ‘બેસ્ટ રીસર્ચ પેપર’ નો ખિતાબ મળ્યો.
પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં ડો. ખુશનુમા શેર કરે છે કે, ‘હું બારમા ધોરણમાં હતી ત્યારથી મારા નામ આગળ એક ઉપસર્ગ લાગે તેવું મારૂં સ્વપ્ન હતું. પરંતુ હું કોઈપણ કિંમતે મારા સ્વપ્નનો પીછો કરવાનું છોડયું નહીં અને મેં મારી યાત્રા શરૂ કરી. જ્યારે મેં મારી પી.એચ.ડી. માટે પ્રવેશ મેળવ્યો તે સમયે કામ, અભ્યાસ અને ઘરનું સંચાલન કરવું પડકારજનક હતું! તેમ છતાં, મેં મારા જીવનમાં અશક્ય શબ્દને મંજૂરી આપી નથી. આ મુસાફરીમાં મારૂં મુખ્ય સપોર્ટ સિસ્ટમ મારું કુટુંબ છે – મારા માતાપિતા હુતોક્ષી અને બોમી રાંદેલિયા જેમણે જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારા સપનાને છોડવાનું નહીં અને લડવાનું શીખવ્યું. મારા પતિ, તોરાસ તાતા, જે મારા કરોડરજ્જુ સમાન છે જે મને પ્રોત્સાહિત કરે છે અને ટેકો આપે છે; મારી બહેન જાસ્મિન અને મારા સાસરાવાળા જરૂ અદી તાતા અને નવાઝ તાતા જે મને સતત પ્રોત્સાહન આપે છે અના મેં કેસી કોલેજમાં ભણાવવાનું શરૂ કર્યું. વળી, મારા વિદ્યાર્થીઓ મારા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે – તેઓે મારી ડ્રાઇવિંગ ફોર્સ છે!
તાજેતરમાં, ખુશનુમાએ આર.કે. લર્નિંગ સ્ટુડિયો નામનું એક ઇન્સ્ટા હેન્ડલ સહ-લોન્ચ કર્યું છે, જે ધંધાની આસપાસની વિવિધ દંતકથાઓ અને તથ્યો સાથે સંબંધિત છે અને છબીઓ અને ઇન્ફોગ્રાફિક્સથી શીખવાની મજા બનાવે છે. તેનો હેતુ માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સ ખ્યાલોને મનોરંજક બનાવવાનો છે અને તેના વિદ્યાર્થીઓ ‘અનલર્ન એન્ડ રિલેર્ન’ ના માર્ગને અનુસરસે તેવી ખાતરી છે!

Leave a Reply

*