Your Moonsign Janam Rashi This Week –
01st August – 7th August, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારા કામ ધ્યાન આપીને પૂરા કરશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. ગામ પરગામથી મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 06, 07 છે.

Mercury’s rule till 20th September helps you focus and complete your work. Your financial situation will keep improving. You will be able to make investments from your earnings. You will receive news from abroad which will give you much mental happiness. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 06, 07.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજ પર કંટ્રોલ નહીં રાખી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. તમારી પીઠ પાછળ તમારા દુશ્મન બુરાઈ કરવામાં કોઈ કસર નહીં મૂકે. મગજનો બોજો વધવાથી બ્લડ પ્રેશર ઉપર નીચે થવાના ચાન્સ છે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મુસાફરી કરતા નહીં. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 05 છે.

Mars’ ongoing rule makes it difficult for you to have control on your anger. You will lose your head over petty matters. Your detractors will go all out to bad-mouth you behind your back. An increase in mental tension could lead to an increase in your Blood Pressure. Ensure to consult a doctor if needed. Avoid travel. Pray the Tir Yasht daily.

Lucky Dates: 02, 03, 04, 05.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મગજને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરીનો ચાન્સ મળશે. ઘરમાં કંઈ નવી ચીજ વસ્તુ વસાવીને ફેમીલી મેમ્બરના દીલ જીતી લેશો. રોજના કામમાં પ્રમોશન મળવાના ચાન્સ છે. તબિયતમાં સુધારો આવશે. ધનની કમી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 01, 03, 06, 07 છે.

The mentally calming rule of the Moon will present a travel opportunity. You will be able to purchase items for the house, thereby winning over your family members. You could be in for a promotion in your job. Health will improve. There will be no lack of finances. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 01, 03, 06, 07.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

6ઠ્ઠી ઓગસ્ટ સુધી સુર્યની દિનદશા  ચાલશે તેથી સરકારી કામ કરવામાં ધ્યાન આપજો. અગત્યની ચીજ વસ્તુ સામે પડેલી હશે તો પણ તમને દેખાશે નહીં. ઉતરતી સુર્યની દિનદશા આખમાં બળતરા કે ચકકર આવવાની બીમારી આપશે. તમારી સાથે વડીલવર્ગની તબિયત પર ધ્યાન આપજો. 7મી ઓગસ્ટથી શરૂ થતી ચંદ્રની દિનદશા મનને શાંતિ આપશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 05 છે.

The Sun’s rule till 6th August suggests that you pay extra attention to detail in legal/govt-related works. You might miss out seeing an important document lying right in front of you. The Sun’s descending rule could cause nausea or burning in the eyes. Pay attention to the health of the elderly. The Moon’s rule starting from 7th August will bring you much mental peace. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times.

Lucky Dates: 01, 02, 03, 05.


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. ઓછી મહેનતથી વધુ કમાઈ શકશો. નવા મિત્રો મળવાથી આનંદ થશે. નાણાકીય મુશ્કેલી દૂર કરવા ઓપોઝીટ સેકસનો સાથ મળશે. નાણાકીય લેતીદેતી આ અઠવાડિયામાં પૂરી કરી લેજો. તમારા લેણાના પેસા મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Venus’s rule starting from 16th August will increase your inclinations towards fun and entertainment. You will earn a lot more even with a little effort. Making new friends will bring you happiness. You will get support from the opposite gender to resolve financial difficulties. Ensure to complete any financial transactions in this week. You will be able to retrieve money from your debtors. Pray to Behram Yazad daily.

Lucky Dates: 01, 02, 03, 04.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા મુશ્કેલીભર્યા કામ મિત્ર સાથે મળીને પૂરા કરી શકશો. લગ્ન કરવા માગતા હશો તો મનગમતો જીવનસાથી મળી જશે. ઘરમાં નવી વ્યક્તિ કે મહેમાન આવવાથી ઘરનું વાતાવરણ આનંદી બની જશે. ખર્ચ કર્યા બાદ પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. એકસ્ટ્રા ધન મેળવી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 01, 02, 03, 05 છે.

Venus’ rule till 16th September suggests that you will be able to overcome any difficult assignments with the help of friends. Those looking to get married will find their ideal mate. The atmosphere in the house will become positive and happy with the advent of a new person. There will be no financial shortage even after expenditures. You will be able to earn extra money. Pray to Behram Yazad daily.

Lucky Dates: 01, 02, 03, 05.


LIBRA | તુલા: ર.ત.

07Libra

રાહુની દિનદશા ચાલુ રહેવાથી તમે તમારા મનનું બેલેન્સ નહીં રાખી શકો. અંગત વ્યક્તિ તમારાથી નારાજ થઈ જશે. રોજના કામમાં મુશ્કેલી આવતી જશે. નાણાકીય બાબતની અંદર ખૂબ ખેંચતાણ આવશે. તબિયતનું ધ્યાન રાખજો નહીંતો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ધનની લેતી દેતી સંભાળીને કરજો. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Rahu’s ongoing rule will not let you maintain mental balance. A close person could get upset with you. You will face challenges in your daily works. Financially things could get difficult. Take care of your health as there are chances of health getting bad. Be very careful with financial transactions. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી મનની શાંતિ નહીં રહે. દરેક બાબતમાં તમારા વિચારો નેગેટીવ રહેશે. ધન મેળવવા ભરપુર ભાગદોડ કરવી પડશે. ખોટા વિચારોને કારણે દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 03, 05, 06 છે.

Rahu’s rule till 6th September steals your mental peace. Your thoughts will tend to be negative about most things. You will need to put in great effort to earn money. Your negative thoughts will take away from your sleep and hunger. You could get headaches. Squabbles amongst couples indicated. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 01, 03, 05, 06.

SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારા અગત્યના કામો 24મી ઓગસ્ટ પહેલા પૂરા કરી લેજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ગુરૂની કૃપાથી ચેરીટીનું કામ કરી શકશો. ફેમીલી મેમ્બરની જરૂરત પૂરી કરી શકશો. થોડી મહેનત કરવાથી ધનલાભ મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 07 છે.

Ensure to complete all your important works before the 24th of August. You are strongly advised to make investments. With Jupiter’s blessings, you will be able to do works of charity. You will cater to the wants of your family members. With a little effort, you will be able to make good profits. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 02, 03, 04, 07.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ થયેલી હોવાથી તમારા અટકેલા કામ 24મી સપ્ટેમ્બર સુધી પૂરા કરી શકશો. ગુરૂની કૃપાથી વાત બધાની સાંભળશો પરંતુ ડીસીઝન તમારા પોતાના લેશો. નાણાકીય સ્થિતિ સારી રહેવાથી બીજાના મદદગાર થઈ તેમની ભલી દુવાઓ મેળવી શકશો.ઘરવાળાને કોઈપણ બાબતમાં નારાજ નહીં કરો તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 01, 04, 05, 06 છે.

Jupiter’s rule will help you restart and complete your stalled projects till the 24th September. You will listen to all but will make your own decisions. With your own financial condition in good shape, you will be able to help others and receive their blessings. Do not upset any family member – you will be able to cater to their wants. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 01, 04, 05, 06.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શનિની દિનદશા સાથે શનિની સાડાસાતી ચાલુ હોવાથી તમે તમારા નાના કામ પુરા કરવામાં સફળ નહીં થાવ. નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ તમારી ભુલને પહાડ જેવી બનાવશે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. ઘરમાં લોખંડ કે ઈલેકટ્રીકનો સામાન લેતા નહીં.  દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 05, 07 છે.

Saturn’s rule alongside Saturn’s ongoing Sade-sati, will not allow you to complete even your small works. Seniors at work could magnify your small mistakes out of proportion. You will feel financial pressure. Your health could go down suddenly. Avoid making purchases related to iron or electricity in the house. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 02, 03, 05, 07.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ હોવાથી બને એટલી કરકસર કરી નાણા બચાવજો. અગત્યના કામો બુધ્ધિ વાપરીને પૂરા કરી શકશો. બીજાનું ભલું કરી શકશો. બુધને કારણે કોઈ સારા સમાચાર જાણવા મળશે. નવા કામ નહીં મળે પરંતુ ચાલુ કામમાં એકસ્ટ્રા ઈન્કમ થવાના ભરપુર ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Mercury’s rule suggests that you try your best to save money. You will be able to complete important tasks using your intelligence. You will be able to help others. You could expect to receive good news. Despite not getting new projects, your current ventures will provide great opportunities to earn more. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 03, 04.

Leave a Reply

*