શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન ડો. જેટી દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોકટરેટ પૂર્ણ કર્યુ.
ડો. શહેનાઝ બિલિમોરીયા બોર્ડ ઓફ સ્ટડીઝ, લો ઓફ ક્રાઈમ એન્ડ ઓબ્લીગેશમાં ચેરપર્સન અને સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આરએસી એન્ડ એકઝામીનેશન કમીટીમાં મેમ્બર છે. નવસારીના ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.
તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સેમિનારો અને જર્નલોમાં તેમના સંશોધન પત્રો રજૂ કર્યા અને પ્રકાશિત કર્યા છે. ડો. શહેનાઝનો ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ છે અને તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ, સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. તેણે તેની જીએસએલઈટી પરીક્ષાઓ પણ ક્લિયર કરી દીધી છે.
શહેનાઝ ભારપૂર્વક માને છે કે ‘સખત મહેનત એ સુખ છે’ અને ‘ભગવાન પોતાને મદદ કરનારાઓને મદદ કરે છે’. ડો. શહેનાઝ, અરશાન અને અનાયશા એમ જોડિયા બાળકોની માતા છે, તેણીએ તેમના માતાપિતા – બખ્તાવર અને મેહરનોશ તોદીવાલા અને તેના સાસુ-સસરા સુન્નુ અને ધનજીશા બિલિમોરિયાને સતત પ્રોત્સાહન અને સહાયતા માટેનો શ્રેય આપ્યો હતો.

Leave a Reply

*