Your Moonsign Janam Rashi This Week –
12th September – 18th September, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી તમારા હીસાબી કામ પહેલા પૂરા કરી લેજો. તમારા કોઈ પાસે લેવાના નાણા મળવાના ચાન્સ છે. જેની પાસે ઉધાર લીધા હોય તેની પાસે થોડો સમય માંગી લેજો. જે પણ પ્લાન બનાવો તે આ અઠવાડિયામાં પૂરા કરજો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનગમતી વ્યક્તિને 20મી પહેલા મળી લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 12, 16, 17, 18 છે.

Ensure to complete all you accounts-related works by 20th September. You could receive money owed to you. Do ask for some grace time from your creditors. Try and complete all the plans you have made within this week. Ensure to make investments. Meet up with your favourite person before the 20th September. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 12, 16, 17, 18.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

બુધની દિનદશા ચાલુ હોવાથી જ્યાં પણ જશો ત્યાં માન મળશે. તમારા દુશ્મન તમારાથી દૂર રહેશે. નાણાકીય બાબતમાં ખર્ચ પર કંટોલ નહીં રાખી શકો. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઓપોજીટ સેકસનું એટ્રેકશન વધી જશે. ઉપરીવર્ગ કે મિત્રોમાં તમારી ઈમ્પ્રેશન જમાવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Mercury’s rule will bring you great respect everywhere you go. Your detractors will steer clear off you. You might not be able to control your expenses. Make sure to invest. There will be an increase in the attraction with the opposite sex. You will cast an impression with people of influence. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 13, 14, 15, 16.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા ખાસ વ્યક્તિ તમારો સાથ નહીં આપે. કોઈ પાસે મદદ માગતા નહી. નાણાકીય મુશ્કેલી વધી જશે. તમારા શત્રુઓ નાની બાબતમાં ઈરીટેટ કરશે. તમારા વિચારોથી પરેશાન રહેશો. ઘરવાળા કે સગાવહાલાઓ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 16, 17, 18 છે.

Mars’ ongoing rule could have your closest ones not supporting you. Avoid asking anyone for help. Financial challenges could increase. Your detractors could irritate you over petty matters. Your thoughts will cause you anxiety. You could end up squabbling with family members or relatives over petty matters. Pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 16, 17, 18.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી પહેલા મનમાં કોઈ ચિંતા હોય તો તેનું સમાધાન કરી લેજો. કોઈ કામ અટકી ગયેલું હશે તો કોઈની સાચી સલાહ મળવાથી કામ પૂરા કરી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. અગત્યના કામો સહેલાઈથી કરી શકશો. નવા મિત્રો મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

If anything has been causing you mental worry, try to find a solution before the 26th of September. If your project has been stalled, it could restart with the advice from a sincere well-wisher. You could receive good news from abroad. Financial stability is indicated. You will be able to smoothly complete your important works. You could make new friends. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 12, 13, 14, 15.


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જૂના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો ઈનવેસ્ટમેન્ટ એમજ રહેવા દેજો. મુસાફરી કરવાથી પણ ફાયદો મેળવી શકશો. રીસાયેલા મિત્રો કે સગાઓને મનાવી શકશો. તમારા કરેલા કામની કદર થશે. અચાનક ફાયદો થશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવીને ઘરવાળાના દિલ જીતી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.

The ongoing Moon’s rule will bring you benefits from old investments – you are advised to leave the investments as is. Travel could prove beneficial. You will be able to win over upset friends or relatives. Your work will receive appreciation. Sudden profits are indicated. You will be able to win over the hearts of your family with new purchases for the house. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 13, 14, 17, 18.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

છેલ્લા 4 દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 15મી સુધી આપેલા પ્રોમીશ પુરા કરી લેજો. સરકારી કામ પૂરા કરજો. 16મીથી 20 દિવસ માટે શરૂ થતી સુર્યની દિનદશા તમારા કામ પર પાણી ફરી જશે. તબિયતની ખાસ કાળજી લેજો. અંગત વ્યક્તિનો સાથ છૂટી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 12, 13, 16, 17 છે.

With the last 4 days under Venus’ rule, you are advised to try and deliver all your promises before the 15th of September. Also, complete all your government-related works. 16th September onwards, the onset of the Sun’s rule for the next 20 days, could end up undoing your hard works. Take special care of your health. You could lose a close person. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 16, 17.


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્રની દિનદશા ચાલુ હોવાને લીધે તમારા મનની નેક મુરાદ પૂરી થશે. ગામ-પરગામથી ફાયદાની વાત જાણવા મળશે. જે કામ કરશો તેમાં નાણાકીય ફાયદો થશે. નવા કામમાં સફળતા મળશે. અપોઝીટ સેકસનો સાથ મળશે. જૂના રોકાણમાંથી ફાયદો મેળવશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.

Venus’ ongoing rule will bring to fruition your sincere wishes. You will receive beneficial information from abroad. At work, you will receive financial gains. Success in new ventures is indicated. You will receive support from the opposite gender. You will profit from old investments. Pray to Behram Yazad daily.

Lucky Dates: 13, 16, 17, 18.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને 16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. મોજશોખ પાછળ ખર્ચ ખૂબ વધી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. મોજીલા મિત્રો મળવાથી તમારી ખુશીમાં ચાર ચાંદ લાગી જશે. રીસાયેલા પ્રેમી કે પ્રેમીકાને મનાવી લેશો. તમારા કામમાં સફળતા મળશે. મુસાફરી કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Venus’ rule till 16th November will have you spending a lot of money on fun and entertainment. Financially, there will be no strain. Your happiness will know no bounds on meeting your fun-loving friends. You will be able to win over your upset sweetheart. You will be successful in your work. Travel is a possibility. Pray to Behram Yazad daily.

Lucky Dates: 12, 13, 14, 15.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓક્ટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. કોઈપણ બાબતમાં બેદરકાર રહેતા નહીં. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. નાણાકીય નુકસાની આવવાના ચાન્સ છે. તમારા ઘરવાળા તમારાથી વિરૂધ્ધ થશે. તબિયતની ખાસ કાળજી લેજો. માથાના કે પેટના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Rahu’s rule till 6th October cautions you to not be careless in any aspect. Even a small mistake could land you in big trouble. Financial losses are indicated. Your family members could turn on you. Take special care of your health. You could suffer from headaches or stomach pain. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 14, 16, 17, 18.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

24મી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તેથી ધર્મનું કામ કરી શકશો. દુ:ખી વ્યક્તિના મદદગાર બની શકશો. ગુરૂને કારણે જે પણ મેળવશો તેમાં ખુશ રહેશો. ખોટોખર્ચ નહીં થાય. ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારા જીવનમાં કોઈ નવી વ્યક્તિ આવવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 15, 16, 18 છે.

Jupiter’s rule till 24th September inclines you toward doing religious works. You will be the saviour of someone in pain. You will find contentment in what you earn. You will not be tempted to spend unnecessarily. You will be able to make investments. A new person could come into your life. Pray the Sarosh Yasht daily.

Lucky Dates:12, 15, 16, 18.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી બીજાના મદદગાર થશો. કામમાં તમારી કદર થશે. સાથે ધનલાભ પણ થશે. મનગમતી વ્યકિતનો સાથ મળશે. ધન માટે ચિંતા ઓછી થતી જશે. તમારા માથાનો બોજો ઓછો કરી શકશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 17 છે.

Jupiter’s ongoing rule will make you helpful towards others. Your work will be appreciated. You will also acquire financial benefits. You will receive the support of a favourite person. Your financial worries will reduce. You will be able to alleviate your mental tensions. Events of good tidings will grace your home. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 17.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

26મી સુધી શનિની દિનદશા ચાલશે. તમારી જાત પર વિશ્ર્વાસ નહીં રાખી શકો. નેગેટીવ વિચારો ખુબ આવશે. ઘરમાં વાહન વસાવતા નહીં. ખોટા ખર્ચાઓ વધી જવાથી નાણાકીય મુશ્કેલી આવશે. કોઈને ઉધાર નાણા આપતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Saturn’s rule till the 26th of September will lead to a lot of self-doubt. You will get a lot of negative thoughts. Do not purchase new vehicles. An increase in unnecessary expenses could cause financial concerns. Avoid lending money to others. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15.

 

Leave a Reply

*