મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે બુધ્ધિબળ વાપરી કામ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની ચિંતા ઓછી થતી જશે. બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જ્યાં કામ કરતા હશો ત્યાં માન સાથે ઈજ્જત પણ મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 06, 07, 10, 11 છે.
Mercury’s rule till 20th September will bring you success in your work with the use of your intelligence. Financial worries will lessen. You will be able to save and make profitable investments. You will receive respect and appreciation at your workplace. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 06, 07, 10, 11.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
21મી ઓકટોબર સુધી બુધની દિનદશા ચાલશે. રોજ બરોજના કામો વીજળીવેગે પૂરા કરી શકશો. ધન મેળવવા કરેલી મહેનત સફળ થશે. બીજાના દિલ જીતી લેશો. પારકાને પોતાના બનાવશો. તમારા પૈસા ફસાયેલા હશે તો પાછા મેળવી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુુકનવંતી તા. 05, 07, 08, 09 છે.
Mercury’s rule till 21st October will help you complete your daily chores at lightning speed. Your efforts to earn money will bear fruit. You will win over the hearts of others. You will be able to make friends out of strangers. You will be able to retrieve your funds which have been stuck. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 05, 07, 08, 09.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. કામકાજ સમયસર પૂરા નહીં કરી શકો. તબિયતની ખાસ સંભાળ રાખજો. પેટમાં બળતરા તથા એસીડીટીથી પરેશાન થશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. ભાઈ બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 08, 10, 11 છે.
Mars’ rule till 24th September will cause you to lose control over your anger. You might not be able to complete your work in time. Ensure to take good care of your health. You could suffer from stomach ailments and acidity. Drive/ride your vehicle with great caution. Squabbles amongst siblings could take place over petty matters. Pray the Tir Yasht daily.
Lucky Dates: 06, 08, 10, 11.
CANCER | કર્ક: ડ.હ.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મગજને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. અગત્યના કામો માટે ભાગદોડ કરશો પણ તમને થાક નહીં લાગે. સમય પર તમારા કામ પૂરા કરી શકશો. નાણાંકીય બાબતમાં સારા સારી થતી જશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 05, 06, 07, 09 છે.
The Moon’s ongoing rule helps you stay calm and attain success in all that you endeavour. Though you will need to put in effort for important work, it will not tire you out. You will be able to complete your work on time. Financially things will continue to get better. You will be able to cater to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 05, 06, 07, 09.
LEO | સિંહ: મ.ટ.
તમારે આજનો દિવસજ સુર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. વડીલવર્ગ સાથે મતભેદ ન પડે તેનું ધ્યાન આપજો. સહીસિકકાના કામ કરતા નહીં. અધુરા રહેલા કામ કાલથી પૂરા કરી શકશો. કાલથી તબિયતમાં સુધારો આવશે. મનગમતી વ્યક્તિને મનાવી લેશો. આજે 96મુ નામ ‘યા રયોમંદ’ અને કાલથી ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 30, 01, 02, 04 છે.
Today is your last day under the Sun’s rule, so ensure that you do not get into arguments with the elderly. Avoid signing on any documents. You will be able to restart working on the completion of you unfinished works from tomorrow. From tomorrow, your health will also improve. You will be able to win over a person you cherish. Pray the 96th Name, ‘Ya Rayomand’ 101 times today and from tomorrow, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 30, 01, 02, 04.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. ઓપોઝીટ સેકસ સાથે સારા સારી રાખજો. બીજાના મદદગાર થશો. કરકસર અવશ્ય કરજો. નાના ફાયદા મળતા રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 07, 09, 10 છે.
Venus’ rule till 16 September suggests you to be cordial with the opposite gender. You will be helpful to others. Ensure to put in efforts in your work. You will keep gaining financially. There will be no financial strain. Pray to Behram Yazad daily.
Lucky Dates: 05, 07, 09, 10.
LIBRA | તુલા: ર.ત.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામ પણ સહેલા લાગશે. ચેલેન્જીંગ કામ સહેલાઈથી કરી શકશો. લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. થોડી ભાગદોડ કરવાથી ધન મેળવી શકશો. જે કામ ચાલુ હોય તેના ઉપર ધ્યાન આપજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 06, 07, 08, 11 છે.
Venus’ ongoing rule will help you execute even difficult work with ease. You will be able to face all challenging work effectively. Try to get done first with all transactions related to lending or borrowing money. You will receive good news from abroad. With a little effort you will be able to earn money. Focus on your ongoing work. Pray to Behram Yazad daily.
Lucky Dates: 06, 07, 08, 11.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. ઘરવાળા સાથે મતભેદ ન પડી જાય તેનું ધ્યાન રાખજો. કાલથી 70 દિવસ માટે વૈભવી શુક્રની દિનદશા ચાલુ થનાર છે. તમારી મુશ્કેલીઓને દૂર કરવા સીધો રસ્તો મળી જશે. તબિયતમાં સારા સારી થતી જશે. નવા મિત્રો મળશે. ધનની ચિંતા ઓછી થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 05, 06, 09, 10 છે.
Today is the last day under Rahu’s rule, so ensure that you do not get into squabbles with your family members. Tomorrow onwards, for the next 70 days, Venus rules you, doing away with all your troubles. Health will improve. You will make new friends. Financial worries will lessen. Pray to Behram Yazad daily.
Lucky Dates: 05, 06, 09, 10.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
6ઠ્ઠી ઓક્ટોબર સુધી રાહુની દીનદશા ચાલશે. તમારા મિત્રો તમારો સાથ નહીં આપે. કામને પૂરા કરવા માટે મુશ્કેલીઓ આવશે. રાહુને કારણે નાણાકીય મુશ્કેલી આવશે. અગત્યની ચીજ વસ્તુઓ લેવા માટે ભાગદોડ કરવી પડશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. દરરોજ ‘મહાબોખ્તારની આએશ’ ભણજો.
શુકનવંતી તા. 05, 07, 08, 11 છે.
Rahu’s rule till 6th October will have you lose support from your friends. You might face obstacles in trying to complete your work. Rahu could cause financial strain. You might need to put in a lot of effort to get yourself items of significance. Couples could have misunderstandings between them. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 05, 07, 08, 11.
CAPRICORN | મકર: ખ.જ.
ગુરૂની દીનદશા ચાલુ હોવાથી તમારા હાથેથી કોઈની ભલાઈનું કામ થઈ જશે. થોડી મેહનત કરવાથી નાણાંકીય મુશ્કેલીમાથી બહાર આવી સકશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ગુરૂની કૃપાથી ઘરવાળાને ખુશ રાખવામા સફળ થશો. તમારી તન્દુરસ્તીમાં સારા સારી રેહશે. તબિયત ખરાબ હશે તો 24મી સુધી સુધારો આવી જશે. ધન બચાવજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 06, 09, 10, 11 છે.
Jupiter’s ongoing rule will make you do good for another. With a little effort you will be able to resolve your financial crisis. A person you cherish will pay you a visit. You will succeed in keeping your family members content. There will be an increase in your health. Those who are unwell will find great improvement in health by the 24th of this month. You are advised to save money. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 06, 09, 10, 11.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
ગુરૂની દીનદશા ચાલુ હોવાથી નાણાંકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા મિત્ર મળવાના ચાન્સ છે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો પ્રેમી કે પ્રેમિકા તરફથી આનંદના સમાચાર મળશે. આજથી 25મી ઓક્ટોબર સુધી જ્યાં કામ કરતાં હશો ત્યા પ્રમોશન અને ધનલાભ મળવાના ચાન્સ છે. ઘરવાળાના મદદગાર થઈ જશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 05, 07, 08, 11 છે.
Jupiter’s ongoing rule ensures that there will be no financial strain on you. Sudden windfall is expected. You could meet new friends. You will receive good news from your sweetheart. Starting today upto the 25th of October, you could expect a promotion or financial reward at your workplace. You will be helpful to your family members. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 05, 07, 08, 11.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
26મી સપ્ટેમ્બર સુધી શનિની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ રાખજો. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. સારા સમાચાર સાંભળવા નહીં મળે. વડીલવર્ગની તબિયત સંભાળજો. જ્યાં કામ કરતા હશો ત્યાં મુશ્કેલીઓ આવશે. કોઈ પર વિશ્ર્વાસ રાખતા નહીં. નાણાકીય લેતી-દેતી કરતા નહીં. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 05, 07, 10, 11 છે.
Saturn’s rule till 26th September advises you to take good care of your health. You could suffer from joint pains. Good news will elude you. Take care of the health of your elderly. You could encounter challenges at your workplace. Avoid trusting anybody blindly. Do not indulge in lending or borrowing money. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 05, 07, 10, 11.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024