આઈએસીસી રતન ટાટાને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરે છે

એક નિવેદન મુજબ ઇન્ડો-અમેરિકન ચેમ્બર કોમર્સ (આઈએસીસી)એ ચાલુ રોગચાળાને ધ્યાનમાં રાખીને તા. 2જી ઓક્ટોબર, 2020 ના રોજ, વૈશ્ર્વિક લીડરશીપ એવોડર્સના ભાગ રૂપે, બિઝનેસ આઈકન, રતન તાતાને જીવનકાળની સિદ્ધિ એવોર્ડ રજૂ કર્યો.
આઇએસીસીએ તેના નિવેદનમાં, આપણા સમુદાયના રત્નને વધુ માન આપતા જણાવ્યું કે પ્રભાવશાળી ઉદ્યોગપતિ, પરોપકારી અને આજ સુધી માનવતાવાદી ‘રતન તાતા, જેમણે ભારતના સૌથી મોટા સમૂહ -‘તાતા ગ્રુપ’ ની આવક વધારીને 2011-12 સુધીમાં લગભગ 100 અબજ ડોલર કરી છે.’
છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા એવોર્ડ સ્વીકારનારા રતન તાતાને આ સન્માન મળ્યું કારણ કે તેઓ માને છે કે આ એવોર્ડ ભવિષ્યના વૈશ્ર્વિક નેતાઓને પ્રેરણા આપે અને ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવે છે. અમારૂં માનવું છે કે યુ.એસ. માર્કેટની સંભવિતતાને ઓળખનાર તાતા પ્રથમ ભારતીય હતા. તેમના નેતૃત્વ હેઠળ, તાતા જૂથ ત્રણ દાયકાઓમાં યુ.એસ.ના સૌથી મોટા ભારતીય એમ્પ્લોયરમાં ફેરવાઈ ગયું છે, એમ આઈએસીસી પશ્ર્વિમ ભારત પરિષદના પ્રાદેશિક પ્રમુખ નૌશાદ પંજવાણીએ જણાવ્યું હતું.
તાતા જૂથ વૈશ્ર્વિક સ્તરે બહુવિધ ઉદ્યોગોમાં ઉંડે ઉતરેલં છે, જેમાં હેવી સ્ટીલ (ટાટા સ્ટીલ), ઓટોમોબાઇલ્સ (ટાટા મોટર્સ), આઇટીઇએસ (ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ), અન્ય છે.
તાતા જૂથના વડા તરીકે નિવૃત્ત થયા પછી, રતન ટાટા અનેક ભારતીય સ્ટાર્ટ અપ્સના પ્રભાવશાળી માર્ગદર્શક રહ્યા છે.

Leave a Reply

*