ગ્રાન્ડ ફાધર ઘડિયાળોએ ગુમાવી રહ્યા છે તેમનું ચાઈમ

તા. 6ઠ્ઠી ઓક્ટોબર, 2020 એ સુરતના પારસી સમુદાય માટે એક ઉદાસી દિવસ હતો કારણ કે આપણે આપણા ગ્રાન્ડ ઓલ્ડ મેન શ્રી જાલ રૂસ્તમજી કાટપીટીયાને ગુમાવ્યા હતા. તેઓ એક એવા સજ્જન હતા જેમણે તેમના જીવનકાળમાં ઘણા લોકોને ભરપૂર ઉત્સાહ અને પ્રેરણા આપી હતી. તેમણે શરૂ કરેલી ફાઈજર ફાર્માસ્યુટીકલસથી કારકિર્દીથી જાલભાઈ જાણીતા બન્યા હતા. દવા ક્ષેત્રે તેમને ઘણો અનુભવ હતો. તેમની પત્ની શેરૂથી પ્રોત્સાહિત થઈને તેમણે પોતાનું સાહસ – ક્રિસ્ટલ ડિસ્ટ્રિબ્યુટરર્સ સ્થાપ્યું, જેમાં વિવિધ ફાર્મા-ઓર્ગેનાઇઝેશનની સંખ્યાબંધ એજન્સીઓ લીધી અને સમય જતાં તેઓ મુખ્ય વિતરક બન્યા. તેમના પુત્રો રોહિન્ટન અને રૂસ્તમ આખરે આ વ્યવસાયમાં જોડાયા, અને તેમની વિશાળ સફળતામાં મોટો ફાળો આપ્યો, તે તબીબી ઉત્પાદનોની વિશાળ શ્રેણી માટેનું મુખ્ય સપ્લાય હાઉસ બન્યું. તેમના પુત્રો અને પુત્રવધુ જાસ્મિન અને ડેલનાઝ જેઓ તેમના વિકસિત ધંધાને ખૂબ જ સારી રીતે સંચાલિત કરતા, જાલભાઈની દિવાલના ઘડિયાળો પ્રત્યેની તેમની ઉત્કટતાને આગળ વધારવાનું નક્કી કર્યું, જે તેમણે તેમના મામા પાસેથી વિકસિત કર્યું, જેમની અગ્રણી ‘સોલ્જર વોચ કંપની’ હતી.
તેમણે ગ્રાન્ડ ફાધર ઘડિયાળો રાખવાની પરંપરાને જીવંત રાખવા માટે ગ્રાન્ડ ફાધર ઘડિયાળો ભારતમાં લાવવાનું નક્કી કર્યું જે રાખવાની પરંપરા, ઓછી થઈ રહી હતી. તેથી, તેમણે 2004માં ગ્રાન્ડ ફાધર ઘડિયાળ બનાવતી લોકપ્રિય બ્રાન્ડની ચક્કર લગાવી યુરોપની મુલાકાત લીધી હતી અને ઘણા સંશોધન પછી, તેઓ ભારત લાવ્યા વૈશ્ર્વિક ખ્યાતિપ્રાપ્ત જર્મન બ્રાન્ડ ‘કિયેન્જર ગ્રાન્ડ ફાધર ક્લોકો, જે ઉદ્યોગમાં શ્રેષ્ઠ ગણાય છે. આ આયાતી ઘડિયાળો ખૂબ મોંઘા હોવાથી, જાલભાઈએ ફક્ત યાંત્રિક ભાગ આયાત કરવાની તૈયારી કરી અને બાહ્ય લાકડાના કેસને જાતે બનાવવાની પોતાની ચાતુર્ય અને કુશળતા લાગુ કરી. તેમની કારીગરીની ચોકસાઈ અપ્રતિમ હતી, કેટલીકવાર તે મૂળ ઘડિયાળોને વટાવી દેતી હતી!
આના લીદે કીંમતમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો અને તેમણે મોટા ભાગની ગ્રાન્ડ ફાધર ઘડિયાળો વેચી દીધી. જે ઘડિયાળ દરેક વ્યક્તિગત રીતે ફક્ત તેમના દ્વારા ઇન્સ્ટોલ કરેલું છે.
તેમના કામ પ્રત્યેનો આ તેમનો ઉત્કટ ઉત્સાહ હતો કે 87 વર્ષની ઉમરની ઉંમરે પણ, તેમણે આટલી બધી મુસાફરી કરી, ગ્રાહકના સંતોષ મુજબ ઘડિયાળ ઈનસ્ટોલ કરવા તે મુંબઈ સુધી જતા અને મોડી રાત્રે સુરત પાછા ફરતા બીજે દિવસે સવારે કામ પર પાછા જઈ શકે તે માટે!
એક સાચો સજ્જન, નમ્ર, મહેનતુ અને મૌન સમાજસેવક – સુરત જાલભાઈને ભૂલી નહીં શકે.
– સાયરસ દોટીવાલાના સૌજન્યથી

Leave a Reply

*