મરીન ડ્રાઈવ પર આવેલ પારસી ગેટને બીએમસી દ્વારા આગામી દરિયાકાંઠાના રસ્તે ખસેડવાની સંભાવના છે. સંબંધિત નાગરિકોના જૂથે પારસી ગેટને બચાવવા માટે એક ઓનલાઈન પીટીશન અરજી શરૂ કરી છે. પીટીશનમાં કહેવામાં આવ્યું છે કે મરીન ડ્રાઇવ બનાવતા પહેલા પાલનજી મિસ્ત્રી અને ભાગોજીશેઠ કીર દ્વારા 1915માં આ દરવાજો બનાવવામાં આવ્યો હતો અને અરજીનો આરંભ કરનાર હવોવી સુખાડવાલાએ જણાવ્યું હતું કે દરવાજો જરથોસ્તી સ્ટાઈલમાં અને તેના પગથિયા માલાડ પત્થરોથી બનાવવામાં આવ્યા હતા. અને મુંબઈના લોકો દરિયાને ત્યાંથી ચઢાવો ચઢાવતા હતા.
મુંબઇના જરથોસ્તીઓ મરીન ડ્રાઇવ સ્થિત પારસી ગેટ પર એક સદી કરતા વધારે સમયથી આવાં યઝદ (જળ દેવતા) ને માન આપતા આવ્યા છે. હિન્દુઓ ખાસ કરીને મરીન લાઇન્સ ખાતેની ચંદનવાડી સ્મશાનગૃહમાંથી લાવેલ રાખ અને પૂર્ણિમાંને દિવસે ચઢાવો ચઢાવતા હોય છે.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેકટના 2016 ના પર્યાવરણીય અસર આકારણી (ઇઆઇએ) ના અહેવાલમાં દરવાજાને ધાર્મિક સ્થળ તરીકે ઓળખવામાં આવે છે, જેને બીએમસીએ હવે એક કિમી દૂર હટાવવાનો અને સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો છે.
સુખડવાલાએ કહ્યું કે બીએમસીએ મુંબઈ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટી પાસેથી એનઓસીની માંગ કરી નથી, પારસી ગેટ ખરેખર માસ્ટર કારીગરોનું કામ છે, જેમના પ્રેમના પરિશ્રમથી અરબી સમુદ્રની વિશાળતા સામે તે ટકી રહ્યો છે. પારસી ગેટ માટે મુંબઇ હેરિટેજ ક્ધસર્વેઝન કમિટીની સલાહ સાથે પ્લાનિંગ ઓથોરિટી દ્વારા ‘બાહ્ય પરિવર્તન’ માટેની પરવાનગી મેળવવી પડશે.
બીએમસી નકકી નથી કરી શકયું કે 20મી સદીની શરૂઆતમાં પારસી ગેટને દરિયાકાંઠાના માર્ગ માટે મરીન ડ્રાઇવ પર તારાપોરેવાલા માછલીઘરની સામે ખસેડવામાં આવશે કે નહીં. ટીએઆઈ મુજબ, બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેટને હંગામી અથવા કાયમી ધોરણે સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી, એવો દાવો કરતા, પારસી સમુદાયમાં એક
વિભાગ છે જે થાંભલાઓને ખસેડવાનો વિરોધ કરે છે કારણ કે તેઓ દાવો કરે છે કે સ્થળનું ધાર્મિક મહત્વ છે. આ જૂથે દરિયાકાંઠાના રસ્તાના કામ પૂર્ણ થયા પછી થાંભલાઓને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત અને તે જ સ્થળે સ્થાપિત કરવા જણાવ્યું હતું.
- ક્રિકેટ અને મીડિયા પર્સનાલિટી દારા પોચખાનાવાલાનું નિધન - 7 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ ભવ્યરીતે 150મી સાલગ્રેહની ઉજવણી કરી - 7 September2024
- સિંગાપોરના પારસીઓએ ધામધૂમથીનવા વર્ષની ઉજવણી કરી! - 7 September2024