માનવતા પર પડેલા દુષ્પ્રભાવવને હટાવવા 26મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઉદવાડાના નવ પરિવારો શહેનશાહી અથોરનાન અંજુમનના નેજા હેઠળ શાહેનની બાજની ઉજવણી કરવામાં આવી. ઉદવાડા ડુંગરવાડી પર એરવદ કોબાદ ભરડા દ્વારા સવારે 9.40 કલાકે બાજની ક્રિયા કરવામાં આવી હતી તેની સાથે ઈરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર તથા બીજા દસ મોબેદો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી.
પ્રાચીન સમયમાં, કોઈ અણધાર્યા વિનાશ અથવા આફતો પોતાના રાજ્ય અથવા પ્રદેશ પર આવે ત્યારે રાજા (શહેનશાહ) અને તેની પ્રજા (અંજુમન) આ દુર્ઘટનાથી રાહત પામવા માટે ‘શાહેનની બાજ’ સમારોહ કરવામાં આવતો હતો. શાહેનની બાજ હંમેશા અસરકારક સાબિત થાય છે. જો કે આ બાજ આધુનિક સમયમાં ભાગ્યે જ કરવામાં આવે છે, જ્યારે પણ શાહેનની બાજ કરવામાં આવે તે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે કરવામાં આવે તેના હમેશા ઇચ્છિત હકારાત્મક પરિણામો આવે છે.
પહેલાના સમયમાં, આ બાજ કરવાની કામગીરી એક વરિષ્ઠ પરંતુ નિવૃત્ત ધર્મનિષ્ઠ ધર્મગુરૂ દ્વાર પાર પાડવામાં આવતી હતી. આ વિધિ તેવા ધર્મગરૂ કરી શકતા હતા જેમણે ધાર્મિક રૂપે સૂચિત સંસ્કાર જીવનશૈલીનું પાલન કર્યું હતું અને જેમણે તેમના જીવનકાળમાં ઘણી પવિત્ર ધાર્મિક ક્રિયાઓ કરી હતી. એવું માનવામાં આવતું હતું કે, શાહેનની બાજ કર્યા પછી ધર્મગુરૂ આપત્તિના દુષ્પ્રભાવો પોતાની પર લઈ લેતા હતા અને ત્યાર બાદ અન્ય ધાર્મિક વિધિ કરતા નહોતો.
આ પવિત્ર બાજની ક્રિયા ઘણી લાંબી અને જટીલ હોય છે. જે મોબેદ નવ દિવસ એકાંતમાં રહે છે તેને બારાશનમ કહેવામાં આવે છે અને તે આ બાજની ક્રિયા કરે છે. બારાશનમ કરેલ મોબેદ આ બાજ સિરોજા, સરોશ, અદ્રાફ્રવશના નામે ચઢાવવામાં આવે છે. આ ચઢાવામાં 7 બારસમ્સ, 132 દ્રોણ, સુકોમેવો, ફળો, મલીદો વગેરે હોય છે.
આ અજમાયેલા સમયમાં શાહેન-ની-બાજ ભૂતકાળમાં જેવું ફળ આપે તેવું ફળ આપે!
મનુષ્ય ફરી એકવાર આનંદ કરે અને પૃથ્વી પર શાંતિ અને સંપથી રહે!
વિનંતી કરાયેલ દેવદૂતો દુષ્ટ આત્માઓનો નાશ કરે અને દુ:ખને ઓછું કરે!
ઈરાનશાહનો મહિમા દૂર સુધી આનંદ અને સમૃદ્ધિ લાવનારા તરફ ફેલાય!
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024