ખોરશેદ યશ્ત – 1

‘હું ચાહુ છું કે જ્યારે તમે એકલા અથવા અંધારામાં હો ત્યારે હું તમને બતાવી શકું, તમારા પોતાના અસ્તિત્વનો આશ્ચર્યજનક પ્રકાશ.’
– હાફિઝ
આપણે બધા આપણા પાક દાદર અહુરા મઝદાએ આપણને આપેલી તેજસ્વીતા સાથે જન્મેલા છીએ. શુદ્ધ જીવનશૈલી, આશા અને આનંદ દ્વારા, સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો દ્વારા આ તેજસ્વીતામાં વધારો થાય છે. જીવવાની આ પ્રક્રિયામાં, અહુરા મઝદાએ આપણને ઘણા બધા આશીર્વાદ અને શક્તિઓ આપી છે, જેની મદદથી આપણે દુષ્ટ કાળી શક્તિઓને દૂર કરી શકીએ છીએ.
આપણા પોતાના ડર અને પડકારો પર વિજય મેળવવા મોટાભાગે કોઈ દૈવી જોડાણ શોધવાની આપણમાં રહેલી ક્ષમતા છે, પછી તે પ્રાર્થના દ્વારા અથવા ફક્ત આપણા પોતાના વિચારોની શક્તિ દ્વારા શકય બને છે. દીનબાઈનું પુસ્તક આપણા મંત્રનો દરરોજ જાપ કરવા માટેનું એક સુંદર જોડાણ બનાવે છે. તે નોંધપાત્ર છે કે કેવી રીતે તેમણે, આવી વિશિષ્ટતા સાથે, આ પ્રાર્થનાઓ દ્વારા લાવવામાં આવેલી વાસ્તવિક અસર આપણને જણાવવામાં વ્યવસ્થાપિત કરી છે.
તેમણે આપણા માટે પ્રત્યેક યઝદ અને તેનાથી સંબંધિત શક્તિઓને જીવંત બનાવ્યા છે. આજે આપણે ખુરશેદ યઝદની ચર્ચા કરીએ છીએ. ખુરશેદને પાક દાદાર અહુરા મઝદાનું શરીર માનવામાં આવે છે. સૂર્યની તેજ જે આપણા ઉપર દરરોજ ખૂબ મુક્તપણે ચમકે છે અને પ્રકાશ આપે છે. ખુરશેદ યઝદના પરિણામો આપણને આશ્ર્ચર્યચકિત કરનારા છે. – તેઓ 400 ફરશંગ પહોળા અને 400 ફરશંગ ઉંચા છે અને દરેક ફરશંગ આશરે 12,000 ગજ છે! ખુરશેદ યઝદ અત્યંત ગરમ છે; તે ઘોડાઓનો રથ ચલાવે છે અને તેઓ તેમના શાસન હેઠળ ઝડપથી ઉડે છે. શું તે વિચિત્ર નથી કે સૂર્યનો પ્રકાશ પણ પ્રકાશ વર્ષોમાં પ્રવાસ કરે છે અને સેક્ધડોમાં, પૃથ્વી પર આપણા સુધી પહોંચે છે? આ યઝદથી તમામ મનુષ્ય માટે ખુશીઓનાં દરવાજા ખુલે છે અને તે તેમને સારા કાર્યો કરવામાં પણ મદદ કરે છે.
અહીં એક રસપ્રદ નિરીક્ષણ, તે છે કે વિટામિન ડી, જેને ખુશીનું વિટામિન માનવામાં આવે છે, તે ફક્ત સૂર્યના કિરણોના સંપર્કમાં આવનાર ને મળે છે. ડિપ્રેશનથી પીડાતા લોકો વિટામિન ડીની ઉણપથી પણ પીડાય છે ખુરશેદ યઝદ તેમના જીવનકાળ દરમિયાન તેમની યશ્તનો પાઠ કરનારા રાવણો માટે ફાયદાકારક છે. તેમણે તેમને સ્વર્ગમાં એક અદભુત તેજસ્વી જગ્યા આપી છે, ખાસ કરીને તે લોકો માટે કે જેમણે દિવસના ત્રણેય પ્રહરોમાં ખોરશેદ યશ્ત/ ન્યાશનો પાઠ કર્યો છે. હવન, રપિથવન અને ઉઝિરન.
આપણા વહાલાઓના મરણ પછી આપણે તેમને ખુરશેદ યઝદના નીકળતા તેજસ્વી પ્રકાશ હેઠળ આરામ કરવામૂકીએ છીએ. આપણે તેને ખુરશેદ નિગારશની કહીએ છીએ. તેની ગરમી અને તેજ લાશમાંથી નીકળેલા જંતુઓ અને અન્ય ઝેરી ઉત્સર્જનને દૂર કરવામાં મદદ કરે છે. તે દોખ્મેનશીની પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે જેને આપણે આજે પણ અનુસરીએ છીએ, એક પ્રાચીન તકનીક જે પર્યાવરણને અનુકૂળ છે અને આપણી આસપાસના કુદરતી તત્વો માટે ઓછામાં ઓછું નુકસાનકારક છે.
ખુરશેદનો નૂર અથવા દીપ્તિથી આપણે ફક્ત માણસો પાક દાદર અહુરા મઝદાની કૃપા અને શક્તિ શોધી શકીએ છીએ. જેમ જેમ તેની હાજરી આકાશમાં ચઢતી જાય છે અને દિવસ વધતો જાય છે, તેમ તેમ યઝદ વધુ શક્તિશાળી બને છે. અંધકારના ઢાંકણનો ઉપયોગ કરીને, દુષ્ટ અહરીમન આપણા વિશ્ર્વને ગંદકી, દુષ્ટતા અને પીડાથી બંધ કરે છે, પરંતુ આ બધા ખુરશેદ યઝદના પ્રકાશના એક તેજસ્વી કિરણથી નાશ પામે છે.
સુખ અને પ્રકાશ એ આપણી પ્રકૃતિનો જન્મજાત ભાગ છે, આપણે આ સાથે જન્મયા હોઈએ છીએે. તો પછી, શા માટે આપણે આપણી જાતને પોતાના ડર અને શંકાઓમાં જ ડૂબી જઈએ છીએ, આપણે આપણા મૂળ સ્વભાવને ભૂલી જઈએ છીએ? ચાલો આપણે આપણી સાચા સુખની પ્રાકૃતિક સ્થિતિમાં પાછા લાવવા માટે ખુરશેદ યશ્ત / ન્યાશની શક્તિનો ઉપયોગ કરીએ, હા સાચી ખુશી – પાક દાદાર અહુરા મઝદાની ભેટ!

About  ડેઝી પી. નવદાર

Leave a Reply

*