Your Moonsign Janam Rashi This Week –
09th October – 15th October, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. જે પણ કામ પૂરૂં કરવા જશો તેમાં મુશ્કેલીઓ આવશે. જ્યાં ફાયદો થવાનો હશે ત્યાં નુકશાની આવશે. તબિયત ખરાબ થવાથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 11, 14, 15, 16 છે.

Saturn’s rule till 27th October will make it challenging for you to complete any tasks. Areas of expected profits will end up in loss. Your health could be cause for concern. You could end up squabbling with the elderly over petty matters. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 11, 14, 15, 16.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી ઓક્ટોબર સુધી બુધની દીનદશા ચાલશે. તમારા કામો પહેલાં પૂરા કરી લેજો. તમારા લેણાના પૈસા લેવા ખૂબ ભાગદોડ કરી પૈસા મેળવી લેશો. જ્યાં ફાયદો થતો હશે ત્યાં તમારૂં ધ્યાન પેહલા જશે. રોજ બરોજના કામો સહલાઇથી પૂરા કરવામાં સફળ થશો. મનની વાત જેને કહેવી હોય તેને 26મી પહેલા કરી દેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.

Mercury’s rule till 26th October suggests that you complete your important works soon. With much effort, you will be able to retrieve your money lent to others. You will focus primarily on areas of your benefit. You will be successful in completing your daily chores smoothly. Ensure to speak your mind to those who you wish to share it with, before the 26th. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 12, 13, 14.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારી રાશિના માલીક બુધની દીનદશા ચાલુ હોવાથી બુદ્ધિ વાપરી દુશ્મનોના મોઢા બંધ કરી શકશો. તમારા કામ તમે સહેલાઈથી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કરકસર કરી ઈન્વેસ્ટમેન્ટ અવશ્વ કરજો. કોઈ પણ બાબતમાં ખર્ચ કરવામાં પાછળ નહીં પડો. સાથે કામ કરનારનો સાથ મળવાથી તમને કામ કરવાની જરૂરત નહીં પડે. સારા સમાચાર જાણવા મળશે. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Mercury’s ongoing rule will enable you to shut the mouths of your enemies using your intelligence. You will be able to complete all your work smoothly. Financial conditions will continue to improve. Ensure to put in every effort and make investments. You will not have to back out from spending money for any expenses. The support from your colleagues will make your work effortless. Good news is in the offing for you! Pray the Meher Nyaish daily.

Lucky Dates: 11, 12, 14, 15.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

મંગળની દીનદશા ચાલુ હોવાથી તમને શાંતિ નહીં મળે. નાની બાબતમાં ગુસ્સો આવશે. ઘરવાળા સાથે મતભેદ પડતાં વાર નહીં લાગે. ઉપરી વર્ગ તમારા વાંક ગુના વગર તમને પરેશાન કરશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવશો. પૈસાની માટે મુશ્કિલો આવશે. તમારા મદદગાર તમારાથી દૂર ભાગશે. બને એટલા શાંત રેહવાની કોશીશ કરજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Mars’ ongoing rule does not allow you to be in peace. Your anger will get triggered over small matters. You could easily get into arguments with family members. Senior colleagues might trouble you despite it not being your fault. Drive or ride your vehicles with great caution. This period could cause financial strain. Your supporters could alienate you. Try your best to keep calm. Pray the Tir Yasht daily.

Lucky Dates: 10, 11, 13, 16.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓક્ટોબર સુધી ચંદ્રની દીનદશા ચાલશે હાલમાં ગામ પરગામના કામો પેહલા પૂરા કરી લેજો. કોઈની મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હોવાથી ઈન્વેસ્ટમેન્ટ કરી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

The Moon’s rule till 26th October suggests that you complete any overseas-related matters first. You will be helpful to another. Ensure to make investments, in keeping with this financially prosperous phase. You will be able to cater to the wants of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 12, 13, 14, 15.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

લાંબા સમય માટે ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. થોડીગણી મહેનતથી અધૂરા કામ ફરી ચાલુ કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. મનને આંનદ મળે તેવા સમાચાર મળશે. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધન પણ મેળવી શકશો. મનને શાંતિ મળશે. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 14, 16 છે.

The onset of the Moon’s rule will help you restart your stalled works. Health will be good. You will receive news that will make you happy. Your endeavours will bring you fame, appreciation and monetary awards as well. You will be at peace. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 14, 16.


LIBRA | તુલા: ર.ત.

07Libra

16મી ઓકટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોઝીટ સેકસની મદદથી અધુરા કામ પહેલા પૂરા કરી લેજો. કોઈને પ્રોમીશ આપતા નહીં. સરકારી કામ આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. કોઈપણ વ્યક્તિ સાથે દુશ્મની કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Venus’ rule till 16th October suggests that you complete your pending works, with the support of the opposite gender. Avoid making promises to anyone. Complete any government related work within this week. Do not make enemies with people. Pray to Behram Yazad every day.

Lucky Dates: 12, 13, 14, 15.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ ખુબ વધી જશે. ત્રણની જગ્યાએ ત્રીસનો ખર્ચ થતાં પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. બીજાની મદદથી તમારા અગત્યના કામો પૂરા કરી લેશો. ઘરમાં કોઈ સારા પ્રસંગ આવવાના ચાન્સ છે. નવી વ્યક્તિની ઓળખાણ ભવિષ્યમાં મદદગાર સાબિત થશે. રોજના કામમાં માન સાથે ધન પણ મળતું રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.

Venus’ ongoing rule will greatly increase your expenses. You might end up spending ten times of what you expected, but there will be no financial difficulties. You will be able to complete your important works with the help of others. This phase augurs a joyful occasion at home. A new acquaintance will prove helpful in the future. Your daily work will win you fame and fortune. Pray to Behram Yazad daily.

Lucky Dates: 10, 11, 13, 14.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલવાની છે. તમારા દરેક કામમાં પાક પરવરદેગારનો સાથ મળતો રહેશે. તમારા અટકેલા કામો ફરી શરૂ કરી શકશો. નવા કામો મળશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 11, 12, 14, 15 છે.

Venus’ rule till 16th December showers you with the blessings of the Almighty in all that you do. You will be able to restart stalled projects. You will get new projects. Financially this is a positive phase, Pray to Behram Yazad daily.

Lucky Dates: 03, 07, 08, 09.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. નાનામાં નાના કામ કરવામાં નાકે દમ આવી જશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. તમારા કમાવેલા નાણા ખોટી જગ્યાએ ખર્ચ થઈ જશે. નાણાકીય મુશ્કેલીઓ વધી જશે. ઘરવાળાની તબિયત સંભાળજો. મુસાફરીના પ્લાન બનાવતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 16 છે.

Rahu’s rule till 6th November will make even the smallest of works very challenging. Your efforts to help another will end up landing you in trouble. You could end up spending your money unnecessarily. The financial strain could intensify. Family members need to take care of their health. Avoid making travel plans. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 10, 11, 13, 16.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. કામ કરવામાં આળસ કરતા નહીં. ધર્મ કે ચેરીટીના કામો કરી શકશો. નાણાકીય બાબતમાં ચિંતા નહીં આવે. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. તમારી મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી દેજો. ફેમિલીને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter’s rule till 25th October advises you to not be lazy in doing your work. You will be able to do charitable and religious works. Financially, there will be no cause to worry. Affection between couples will flourish. You are advised to share your heart with your sweetheart. You will be able to keep you family content. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમારા રાશિના માલિક ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધી ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ કસર નહીં મૂકો. ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે. તમારૂં મગજ વાપરી તમે એકસ્ટ્રા ધન કમાઈ શકશો. મનગમતી વ્યક્તિ તરફથી સારા સાચાર મળવાના ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 12, 13, 14 છે.

Jupiter’s ongoing rule till 24th November suggests that you leave no stone unturned in catering to the wants of your family members. There will be no challenges in earning money. You will be able to earn extra money if you use your mind. You will receive good news from your sweetheart. Ensure to make investments. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 10, 12, 13, 14.

Leave a Reply

*