Your Moonsign Janam Rashi This Week –
17th October – 23rd October, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓક્ટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તેથી નાની બાબતોમાં પણ ઇરીટેટ થશો. ઉતરતી શનિની દિનદશા તબિયત ખરાબ કરશે ખાવા પીવામાં ધ્યાન આપજો. કામ કરવા માટે મુશ્કેલી આવશે. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. ખોટા ખર્ચાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Saturn’s rule till 27th October will make you feel irritable over small issues. The descending rule of Saturn could impact your health. Pay attention to your diet. Work could get challenging. Even a small mistake you make, could end up landing you in big trouble. Unnecessary expenditures will cause great concern. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 17, 21, 22, 23.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

20મી સુધી બુધની દિનદશા ચાલશે. તેથી સરકારી કામો પહેલા કરી લેજો. બુધની દિનદશા તમને નાણાકીય ફાયદો આપશે પરંતુ 21મીથી શરૂ થતી શનિનીની દિનદશા તમારા કોઈપણ કામ સમય પર થવા નહીં દે. તમારી સાથે વડીલવર્ગની તબિયત પણ ખરાબ થવાના ચાન્સ છે. દવા પાછળ ખર્ચ વધવાથી વધારે પરેશાન થશો. બીજાને સંભાળતા તમે મુશ્કેલીમાં આવશો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત ભણજો.

શુુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Mercury’s rule till 20th October suggests that you first complete any pending government-related works. You will receive financial benefits with Mercury’s blessings. However, Saturn’s rule starting from the 21st of October will pose challenges in letting you complete your work in time. The health of your elders could also god own. Medical expenses will trouble you more. You could end up in a soup, trying to help another. Pray the Moti Haptan Yasht along with Meher Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 20


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફકોન્ફીડન્સ ખુબ વધી જશે. ધનની લેતી-દેતી કરવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. મીઠી જબાન વાપરી બીજાને પોતાના કરશો. એકસ્ટ્રા કામ કરી વધુ ધન મેળવી શકશો. જયાં કામ કરતા હશો ત્યાં માન સન્માન સાથે ધનલાભ પણ થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 20, 21, 23 છે.

Mercury’s ongoing rule will greatly boost your confidence. Financial transactions will be successful. You could meet the person you desire. You will be able to win over others with your sweet words. You will be able to earn a lot more if you put in extra effort. You will receive appreciation and monetary benefits at your workplace. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 20, 21, 23.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા ચાલશે. નાની બાબતમાં ચીડાઈ જશો. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. વાહન ચલાવતા હો તો સંભાળજો એકિસડન્ટ થવાના ચાન્સ છે. મંગળને કારણે કામ કર્યાનું મહેનતાણું નહીં મળે. ભાઈ બહેન સાથે સંબંધ ઓછા રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

Mars’ rule till 25th October will make you snappish over petty matter. Unnecessary expenses will trouble you. Those using vehicles should be cautious as carelessness could lead to an accident. Mars’ rule does not allow you to receive your efforts’ worth. Reduce your communication with siblings. Pray the Tir Yasht daily.

Lucky Dates: 17, 18, 19, 22


LEO | સિંહ: મ.ટ.

05Leo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી અગત્યના કામો 26મી પહેલા કરી લેજો. મુસાફરીનો ચાન્સ મળશે. મિત્રો તરફથી સલાહ લેતા ફાયદામાં રહેશો. ચાલુ કામમાં ઉપરીવર્ગનો સાથ સહકાર મળશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

The Moon’s ongoing rule suggests that you complete all important works before the 26th of October. You could get an opportunity to travel. Acting on the advice of your friends will prove beneficial. Your seniors at the workplace will be supportive of you. There will be no financial strain. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 20, 21, 22, 23.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને આંનદ મળે તેવા સમાચાર મળશે. તમે લીધેલા ડીસીઝનમાં ફેરફાર નહીં કરતા તેમાં તમને સફળતા મળશે. નવા મિત્રો કે નવા સંબંધો બનવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

You will receive news that will bring great happiness to you, with the blessings of the Moon. Avoid making any changes in the decisions you have taken, as these will benefit you. You could make new friends and acquaintances. Financially things will be stable. Ensure that you make investments. Pray the 34th name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 18, 19, 20, 21.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને આજથી સુર્યની દિનદશા ચાલુ થયેલી છે. તેથી ચાલુ કામમાં પણ સફળતા નહીં મળે. સરકારી તથા કોર્ટના કામ કરતા નહીં. માથાના દુખાવા તથા હાઈ પ્રેશરથી પરેશાન થશો. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ થશે. તેમની તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સુર્યને કારણે ગુસ્સા પર કાબુ નહીં રાખી શકો. દરરોજ 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

The Sun’s rule starting today could deter your chances of success even in your everyday work-life. Avoid doing any legal or government-related works. You could end up with headaches or high BP. Squabbles with the elderly over inconsequential issues is predicted. Their health could get affected. You might not be able to keep you temper in control. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 18, 19, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા 26મી નવેમ્બર સુધી ચાલશે. ગામ પરગામથી સારા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિ મળવાથી આનંદમાં આવી જશો. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. જ્યાં કામ કરતા હશો ત્યાં એકસ્ટ્રા ઈન્કમ કમાવી શકશો. ઓપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 19, 21 છે.

Venus’ rule till 26th November heralds good news from abroad. Meeting with your favourite person will bring you great contentment. You will be able to rise from your financial difficulties. You will be able to earn extra income at your workplace. Attraction with the opposite sex will increase. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 21.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમને વૈભવ આપનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારી પસંદગીની વ્યક્તિને તમારા મનની વાત કહી શકશો. તમારા કામમાં ફાયદો થશે. ઘરમાં મનપસંદ વસ્તુ વસાવી શકશો. ઘણી-ધણીયાણીમાં મતભેદ ઓછા થતા જશે. ખર્ચનું પ્રમાણ વધશે પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. નવા કામ મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

With the start of Venus’ rule, you will be able to share what is on your mind with a close and favorite person. You will earn profits in your work. You will be able to make the desired purchases for the house. Misunderstandings between couples will reduce. Despite an increase in expenses, there will be no financial difficulties. You will find new projects/job. Pray to Behram Yazad daily.

Lucky Dates: 17, 18, 19, 20.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા સીધા કામ પણ સીધી રીતે પૂરા નહીં કરી શકો. પૈસાની ખેચતાણ ખૂબ રહેશે. ખોટો ખર્ચ વધી જશે. રાહુને કારણે જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો પરેશાન કરી મુકશે. તમારી પોતાની વ્યક્તિ તમારી સાથે દગો ફટકો કરશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

Rahu’s ongoing rule will not allow even the simplest of your works to get completely smoothly. Financial difficulties could surface. Unnecessary expenses could increase. Your colleagues could harass you. The one close to you could deceive you. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 18, 19, 22.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી સામેવાળા પર વિશ્ર્વાસ કરતા નહીં. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. સગાવહાલાઓ સાથે ખટપટ થશે. બાળકો કે વડીલુવર્ગની તબિયત સંભાળજો. તમારૂં મહેનતથી કમાવેલું ધન ખોટી જગ્યાએ ખર્ચ થશે. નવા કામ હાલમાં કરતા નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Rahu’s ongoing rule suggests that you avoid trusting the words of people. Someone close to you could get upset with you. Squabbles with relatives in indicated. Take care of the children and elderly at home. You could end up losing your hard-earned money in the wrong places. Avoid taking on any new ventures or jobs. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 20, 21.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જે પણ કામ કરશો તેમાં ધનલાભ મળશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તબિયતમાં સારા સારી થતી જશે. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

Jupiter’s ongoing rule will make your sincere wishes come true. Financially, things will continue to get better. You will earn profits in any work that you undertake. Ensure to invest money. Health will continue to improve. You will be able to keep your family members content. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 17, 19, 20, 21.

Leave a Reply

*