મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આવતા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 27મી પછી અગત્યના કામ શરૂ કરવામાં સફળતા મળશે. ઉતરતી શનિની દિનદશા તમને સાંધાના દુખાવાથી પરેશાન કરશે. ત્રણ દિવસ સંભાળજો તમારા ઘરવાળા તમારાથી નારાજ થઈ શકે છે. 27મી પછી ઘરનું વાતાવરણ બદલાઈ જશે. આજથી ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
You have three more days under the rule of Saturn. You will find success in all your important works post the 27th. Saturn’s descending rule could cause joint-pains. Tread carefully for the next three days. Misunderstandings with family members could take place. The family atmosphere will change positively after the 27th. Starting today, pray the Meher Nyaish, along with the Moti Haptan Yasht.
Lucky Dates: 27, 28, 29, 30.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો બદલાયા કરશે. ઘરમાં ધણી ધણીયાણીમાં મતભેદ થશે. તમારી નાની ભુલ મોટી બની તમને પરેશાન કરશે. તમારી મહેનતથી કમાયેલા પૈસા કોઈને ઉધાર આપતા નહીં. અંગત માણસ તમારી સાથે ચીટીંગ કરશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 24, 25, 26, 29 છે.
Saturn’s ongoing rule will give you contradicting thoughts. Couples could end up squabbling. Your small mistake could land you in big trouble. Avoid lending your hard-earned money to others. You could get cheated by someone close. Pray the Moti Haptan Yasht.
Lucky Dates: 24, 25, 26, 29.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલી ભર્યા કામ પણ સહેલાઈથી કરી શકશો. જે પણ કમાશો તેમાંથી કરકસર કરી ઈનવેસ્ટમેન્ટ કરજો. ઓફીસમાં માન મળશે સાથે તમારા કરેલા કામના વખાણ થશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહી શકશો. મિત્રો સાથે સારા સારી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 27, 28, 30 છે.
Mercury’s rule till 20th November will help you execute even the most difficult tasks with ease. Ensure that you save and invest some money from your earnings. At work, you will receive great fame and praise for your work. You will be able to share what’s on your mind with a desired person. Friendships will bloom. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 24, 27, 28, 30.
CANCER | કર્ક: ડ.હ.
આજનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી તબિયતની ખાસ સંભાળ લેજો. આવતી કાલથી 56 દિવસ માટે શરૂ થતી બુધની દિનદશા તમારા ગુસ્સાને શાંત કરશે. કામમાં બુધ્ધિ વાપરી સફળતા મેળવશો. મીઠી જબાન વાપરી બગડેલા કામ સુધારી શકશો. ધન માટે ધીરે ધીરે સારા સારી થતી જશે. સફળતાના રસ્તા ખુલતા જશે. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
Today marks the last day under the rule of Mars, so take special care of your health. Tomorrow onwards, Mercury’s rule for the next 56 days will have a calming effect on your temper. Using your intelligence at work, will bring you success. You will be able to repair any bungled works with sweet words. Monetary situation will improve gradually. Your avenues of success will keep increasing. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 25, 26, 28, 29.
LEO | સિંહ: મ.ટ.
આજ અને કાલનો દિવસ જ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. બે દિવસમાં ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરજો. 26મીથી તમારા મગજ પર કાબુ નહીં રાખી શકો. તબિયતમાં અચાનક બગાડો થશે. તાવ-શરદીથી પરેશાન થશો. મંગળની દિનદશા શરૂ થતા જ્યાં કામ કરતા હશો ત્યાં મુશ્કેલી આવશે. આજથી ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 28, 29 છે.
The Moon’s rule lasts for today and tomorrow, so ensure to cater to the wishes of your family members. You might not be able to keep your mind in control starting the 26th. Health could also suffer – you could get a fever and cold. The onset of Mars’ rule will cause issues at the workplace. Pray the Tir Yasht daily.
Lucky Dates: 25, 26, 28, 29.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારો કોન્ફીડન્સ વધી જશે. ઘરનું વાતાવરણ સારૂં થશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. બીજાના મદદગાર થવાથી મનને શાંતિ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.
The Moon’s rule starting 26th November will greatly increase your self-confidence. The atmosphere at home will improve. Try and cater to the wants of family members. Financial situation will continue to improve – ensure to make investments. Helping others will bring you peace of mind. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 25, 27, 28, 29.
LIBRA | તુલા: ર.ત.
7મી નવેમ્બર સુધી સુર્યની દીનદશા ચાલશે. સરકારી કામમાં મુશ્કેલી આવશે. સહી સિક્કાના કામ કરતાં નહીં. આંખમાં બળતરા, પેટમાં દુખાવો, એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. દવા અને ડોક્ટર પાછળ વધારે ખર્ચ થશે. ચાલુ કામમાં મન નહીં લાગે. દરરોજ 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 30 છે.
The Sun’s rule till 7th November could pose challenges in government-related works. You are advised to refrain from signing any important documents. You could suffer from eye-burns, stomach-ache and acidity. The health of your elderly could unexpectedly go downhill. You could face medical expenditures. You will not be able to focus on your ongoing works. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 24, 25, 26, 30.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
16મી નવેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી ઓપોજિટ સેક્સ સાથે મળીને તમારા અગત્યના કામ પૂરા કરી લેજો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી દેજો. મિત્રોને મદદ કરતાં તમારા ખરાબ સમયમાં તેઓ મદદગાર થશે. ખર્ચ પર કાબૂ રાખજો. નકામાં ખર્ચ કરતાં નહીં. પ્રેમી-પ્રેમિકા તરફથી સાથ સહકાર મળતો રહશે. તેથી વધુ આનંદમાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 24, 27, 28, 29 છે.
Venus’ rule till 16th November suggests that you complete your important works, with the support of the opposite gender. Speak your mind with your favourite person. Helping your friends will prove beneficial during your bad times when you will need their support. Try to keep a hold of your expenses. Avoid making unnecessary expenditures. Couple relationships will bloom, bringing much contentment and happiness. Pray to Behram Yazad daily.
Lucky Dates: 24, 27, 28, 29.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
16મી ડિસેમ્બર સુધી શુક્રની દીનદશા ચાલશે. ખર્ચ ઓછો થવાની જગ્યાએ વધી જશે. તમારા મોજશોખ પાછળ ખર્ચ કરવા છતાં નાણાકીય મુશ્કેલી નહીં આવે. જે પણ કામ કરશો તે પૂરૂં કરવામાં સફળતા મળશે. આ અઠવાડિયાથી તબિયતમાં સુધારો આવશે. મિત્રો તરફથી ફાયદો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 25, 26, 29, 30 છે.
Venus’ rule till 16th December will end up increasing your expenses instead of reducing them. Despite your indulgent spending on fun and entertainment, there will be no financial constraints. You will be successful in completing all your tasks. There will be a marked improvement in your health, this week onwards. Friends will prove beneficial. Pray to Behram Yazad daily.
Lucky Dates: 25, 26, 29, 30.
CAPRICORN | મકર: ખ.જ.
6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. સારું થવાની જગ્યાએ ખરાબ થશે. કોઈની મદદ કરવા જશો તો તમારા ઘરવાળા તમારાથી નારાજ થશે. નાણાકીય લેતી દેતી કરતાં નહીં. કોઈ અંગત વ્યક્તિ તમારી સાથે ચીટિંગ કરશે. સમજ્યા વગર કોઈ કામ કરતાં નહીં. મુશ્કેલી ઓછી કરવા માટે દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
Rahu’s rule till 6th November will end up upsetting any positive outcomes into negative ones. Helping others will incur the anger of your family members. Avoid any financial transactions. You could be cheated by someone you consider close. Think thoroughly before doing any work. To reduce your difficulties, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 25, 27, 28.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી નાના કામ પણ પૂરા કરવામાં મુશ્કેલીઓ આવશે. ખાવાપીવા પર ધ્યાન આપજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાણાકીય બાબતની અંદર ખૂબ ખેચતાણ રહેશે. ખર્ચ વધી જવાથી વધુ પરેશાન થશો. તમારી નાની ભુલ મોટી મુશ્કેલીમાં મુકશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 26, 29, 30 છે.
Rahu’s ongoing rule makes it challenging to complete even the smallest tasks. Pay attention to you diet. Your health could take a beating. Financially, this could be a strenuous period. Increase in expenses could get you worried. Even a small mistake could land you in big trouble. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 24, 26, 29, 30.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 24મી નવેમ્બર સુધી તમારા હાથે ચેરીટી કે કોઈની ભલાઈનું કામ થઈ જશે. જ્યાં પણ જશો ત્યાં માન મેળવશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. સમયનો ઉપયોગ કરી વધુ ધન મેળવી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
With Jupiter’s ongoing rule till 24th November, you will do works of charity and help others. You will receive respect everywhere you go. You will receive anonymous financial help. You will be able to retrieve your bad debts. You will be able to earn more with the proper use of time. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 25, 26, 27, 28.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024