Your Moonsign Janam Rashi This Week –
31st October – 06th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. ગુરૂ તમારા રાશિના માલિક મંગળનો મિત્ર હોવાથી તમારા રિસાયેલા મિત્રો ફરી તમારી સાથે ફ્રેન્ડશીપ બાધવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ છે. લાભ મળતા રહેશે. ધર્મના કામ કરવામાં આનંદ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 04, 05, 06 છે.

With Jupiter’s rule lasting till the 25th December, you will be able to mend fences with friends who have been upset with you. Financial prosperity is indicated. You could be up for a promotion at your workplace. Benefits will keep pouring in. You will find happiness doing religious works. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 04, 05, 06.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતમાં કંટાળો આવશે. તમારા કરેલ કામમાં દુશ્મન તમારી નાની ભુલ મોટી બનાવી પરેશાન કરશે. નાણાકીય બાબતમાં ખુબ ખેંચતાણ થશે. બીજા પાસે મદદ માંગવી પડશે. વડીલવર્ગની તબિયતની ખાસ સંભાળ લેજો. તબિયત ખરાબ થવાના ચાન્સ છે. શનિનું નિવારણ કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 01, 02, 03, 04 છે.

Saturn’s ongoing rule could cause irritations in even petty matters. Your detractors will try and magnify your smallest mistakes and make a big deal about it. Financially things may get challenging. You might need to seek help from others. Do take care of your elders as their health could go down. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 01, 02, 03, 04.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધિ વાપરી મુશ્કેલીભર્યા કામ સહેલાઈથી કરી શકશો. નાનુ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારા ખર્ચ પર કાબુ કરી શકશો. જ્યાં નોકરી કરતા હશો ત્યાં માન-ઈજ્જત મળે તેવા કામ કરી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. મનગમતી વ્યક્તિને મનની વાત કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 01, 05, 06 છે.

Mercury’s ongoing rule you will be able to smoothen out your difficulties with your intelligence. You will be able to make small investments. You will be able to get a handle on your finances. You will perform works that will bring you much respect and appreciation at work. Good news from abroad is predicted. You will be able to share what’s on your mind with your special person. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 31, 01, 05, 06.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી 19મી ડિસેમ્બર સુધી તમારા કામકાજ ખુબ સારી રીતે કરવામાં સફળ થશો. તમારા હિસાબી કામમાં સફળતા મળશે. નાણાકીય બાબતમાં જ્યાં ફાયદો મળતો હશે તે કામ પહેલા કરજો. બીજા કરતા તમારા કામો પહેલા પૂરા કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 01, 02, 04, 06 છે.

Mercury’s ongoing rule will ensure that all your work will happen very smoothly and effectively till 19th December. You will be successful in your accounting works. Ensure to prioritize those areas where you are sure of financial gains. You will be able to complete your work faster than others. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 01, 02, 04, 06.


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજને શાંત નહીં રાખી શકો. ભાઈ બહેન સાથે સારા સારી નહીં રહે. જેના પર વિશ્ર્વાસ રાખશો તે જ વ્યક્તિ દગો આપશે. નાણાકીય લેતીદેતીના કામ દસ વાર વિચાર કરી પછી કરજોે. ઓછીના નાણા પાછા મેળવવામાં મુશ્કેલી આવશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 02, 03, 05 છે.

Mars’ ongoing rule does not allow you to be mentally peaceful. Squabbles between siblings could take place. You could get cheated by a trusted person. Think of your financial transactions ten times through before going ahead. It will be challenging to retrieve your loans. Pray the Tir Yasht daily.

Lucky Dates: 31, 02, 03, 05.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ લેશો તેને પુરા અવશ્ય કરશો. ધનની કમી નહીં આવે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. મનને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. અંગત વ્યક્તિની મદદ કરી તેની ભલી દુવાઓ મેળવી શકશો. તમારા મનની વાત બીજાને કહેવાથી  મન શાંત થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 01, 03, 04, 06 છે.

The Moon’s rule helps you to complete all works that you have undertaken. There will be no financial shortage. Health will be good. You will be able to work with a peaceful mind. You will receive the blessings of a close person by helping them. Your will feel mental peace by speaking your mind with others. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 01, 03, 04, 06.


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બપોરના સમયમાં ખુબ પરેશાન થઈ જશો. તમારા કામમાં તમારી પસંદગીનુ રીઝલ્ટ નહીં મળતા કંટાળી જશો. જવાબદારીવાળા કામ કરતા નહીં. ઘરમાં વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. તમારી બેદરકારી બીજાને પરેશાન કરશે. દરરોજ 96મુ નામ ‘યા રયોમદં’ 101વાર ભણજો.

  શુકનવંતી તા. 31, 01, 02, 03  છે.

With the last week under the rule of the Sun, you could find the afternoons especially troublesome. You will get upset at not getting the desired results at work. Avoid taking on any projects or tasks where you are answerable. The elderly at home could suddenly develop health issues. Your carelessness will trouble others. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Lucky Dates: 31, 01, 02, 03.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામો 16મી નવેમ્બર પહેલા પૂરા કરવામાં સફળ થશો. ઘરમાં જોઈતી વસ્તુ લેવામાં કરકસર કરતા નહીં. અપોઝીટ સેકસ તરફથી ફાયદો થવાના ચાન્સ છે. જે પણ કામ કરો તેમાં ધ્યાન આપવાથી આગળ જતા ખરાબ સમયમાં તમારો બચાવ થાય તેવા હાલના ગ્રહો છે. ધનનો ખોટો ખર્ચ કરતા નહીં. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 01, 02, 04, 05 છે.

Under Venus’ ongoing rule, you will be able to complete your important works by 16th November. Don’t put too much effort into making house-purchases. You could benefit from the opposite gender. In keeping with your current constellation, ensuring that you focus on your current works, will hold you in good stead in the future. Try to not spend money unnecessarily. Pray to Behram Yazad daily.

Lucky Dates: 01, 02, 04, 05.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો જલદીથી પુરા કરવામાં સફળ થશો. શુક્રની કૃપાથી ધનનો ખર્ચ વધી જવા છતાં પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ગામ-પરગામથી સારા સમાચાર જાણવા મળશે. અપોઝીટ સેકસ તરફથી ભરપુર ફાયદો થશે. નવા મિત્રો મળવાથી વધુ ખુશ રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 02, 03, 06 છે.

Venus’ ongoing rule helps you complete your works with great speed. Despite an increase in your expenses, there will be no financial crunch. Good news from abroad is indicated. You will gain greatly, with the help of the opposite gender. New friends will make you feel happy. Pray to Behram Yazad daily.

Lucky Dates: 31, 02, 03, 06.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમારે છેલ્લુ અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારા મગજને શાંત નહીં રહેવા દે. આ અઠવાડિયામાં ખોટા ડીસીઝન લેવાઈ જશે. થોડા સમય માટે મેન્ટલી ડીસ્ટર્બ રહેશો. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. તબિયતની સંભાળ રાખજો. પેટના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 02, 03, 04, 05 છે.

With your last week under Rahu, it’s descending rule will take away from your mental peace. You could end up making wrong decisions this week. You could temporarily feel mentally disturbed. You could face financial difficulties. Take care of your health – you could suffer from stomach-ache. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 02, 03, 04, 05.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી સીધા કામ પણ ઉલટા થઈ જશે. તમારૂં સાચુ કહેલું બીજાને કડવું લાગશે. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. જો તમે નોકરી કરતા હશો તો ઉપરીવર્ગ નાની બાબતમાં ઈરીટેટ કરશે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. લેતીદેતીના કામમાં નુકશાની ભોગવવી પડશે.  દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 01, 03, 06 છે.

Rahu’s ongoing rule will make even the simple tasks go topsy-turvy. The truth you speak could prove bitter for others. A favourite person could end up being upset with you over a petty matter. The employed could face trouble from seniors at work. You could land yourself in trouble trying to help another. Financial transactions could end in losses. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 31, 01, 03, 06.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તેથી ધર્મ કે સોશીયલ કામો કરવામાં આનંદ મેળવશો. અંગત માણસની સેવા કરવાનો મોકો મળશે. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ફસાયેલા નાણા પાછા મળવાના ચાન્સ છે. બગડેલી તબિયતમાં સુધારો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 31, 03, 04, 05 છે.

Jupiter’s rule till 24th November will have you feeling contentment doing social service and religious works. You will get the opportunity to serve a close person. Financial stability is indicated. You will be able to retrieve funds which were stuck. Health will improve. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 31, 03, 04, 05.

Leave a Reply

*