ચણાના લોટનાં ઢોકળાં

સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું.
બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ, ખાંડ, હળદર, મીઠું અનેજરૂર મુજબ પાણી લઈને તેને બરાબર ભેળવવું.ત્યારબાદ તે મિશ્રણને લોટમાં ભેળવવું. મિશ્રણ બરાબર તૈયાર થઈ જાય એટલે તેમાં ફ્રૂટ સોૅલ્ટ નાંખીને બરાબર હલાવી લેવું. એક પહોળા વાસણમાં પાણીને ગરમ કરવા મૂકો. તેમાં તેલ લગાવેલી થાળી મૂકી ઉપરથી ઢાંકી દો. વરાળ નીકળવા લાગે એટલે આંચ ધીમી કરી મિશ્રણને પાથરી 15 મિનિટ માટે ઢાંકીને વરાળથી બાફી લેવું. વઘારીયામાં તેલ લઈને તેમાં રાઈ તતડે એટલે હિંગ,લીલા મરચાં અને મીઠો લીમડો નાંખવો. 15 મિનિટ બાદ ઢોકળાને બહાર કાઢવા. ઠંડા પડે એટલે હળવેથી કાપા કરીને તૈયાર કરેલ વઘાર નાંખવો. કોથમીર અને લીલા કોપરાથી સજાવીને સર્વ કરવા.

Leave a Reply

*