મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા દરેક કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારા કામની અંદર કોઈબી વ્યક્તિ મુશ્કેલી ઉભી નહીં કરી શકે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બર તરફથી ખુબ માન મળશે. તેમની ડિમાન્ડ 25મી ડિસેમ્બર સુધી પુરી કરી તેમને આનંદમાં રાખશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 26 છે.
Jupiter’s ongoing rule helps you complete your tasks at lightning speed. No one will be able to create hurdles in your work. Finances will continue to improve. You will receive much appreciation and respect from a family member. You will be able to cater to their wish and bring them lots of contentment by the 25th of December. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 21, 24, 25, 26.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
છેલ્લા 6 દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તબિયતમાં બગાડો કરશે. તાવ-શરદી-ખાસી, સાંધાના દુખાવાથી પરેશાન થશો. તમારી નાની ભુલ મોટી મુસીબતમાં મુકશે. તમારા અંગત વ્યક્તિ તમારી સાથે બનાવટ કરી તમને છેતરી જશે. ભાગીદાર સાથે મતભેદ પડશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
With the last six days under Saturn’s rule, its descending phase could cause a health issue. You could suffer from fever, cough and cold or joint pains. A small mistake by you could land you in big trouble. Someone close to you will end up cheating you by being fake. You could have disagreements with your partner. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 24, 26.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. 26મી ડિસેમ્બર સુધી નાની બાબતમાં હેરાન થશો. કોઈ વ્યક્તિ તમને ખોટી રીતે ફસાવી દેશે. કોઈના પર આંધળો વિશ્ર્વાસ કરતા નહીં. નાણાકીય લેતીદેતી કરતા નહીં. શનિ તમારી સાથે તમારી ફેમિલી મેમ્બરની પણ તબિયત ખરાબ કરશે. શનિનું નિવારણ કરવા દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Starting today, Saturn’s rule for the 36 days, will pose problems for you till the 26th of December. You could end up getting swindled by others. Avoid putting blind faith in anyone. Also avoid any financial transactions. Your health, as well as the health of a family member, could get affected. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 22, 23, 25, 26.
CANCER | કર્ક: ડ.હ.
19મી ડિસેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. બુધ્ધિબળ વાપરી તમે બીજાને હરાવી શકશો. બીજાને ખરાબ ન લાગે તે રીતે કામ કરી શકશો. ધન બચાવવા કરકસર કરજો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. બીજાના મદદગાર બની શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 25, 26 છે.
Mercury’s rule till 19th December helps you get ahead of all others, with the use of your powerful intelligence. You will work sensitively to ensure others are not offended. Ensure to put in good effort to save money. You could make new friends. There will be no difficulty in earning money. You could be helpful to another. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 21, 22, 25, 26.
LEO | સિંહ: મ.ટ.
આવતા ત્રણ દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ચાલતા ચાલતા પડવાના બનાવ બની શકે છે. 24મીથી ચાલુ થતી બુધની દિનદશા તમારો કોન્ફીડન્સ વધારી દેશે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાનો રસ્તો મળી જશે. મિત્રો તરફથી લાભ મેળવશો. દરરોજ ‘તીર યશ્ત’ સાથે ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 26, 27 છે.
Mars rules you for the next three days, indicating that you could be prone to accidents even while simply walking. Mercury’s rule starting 24th November will infuse confidence in you. You will find a way out of financial difficulties. Friends will prove beneficial to you. Pray the Meher Nyaish along with the Tir Yasht daily.
Lucky Dates: 21, 24, 26, 27.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમારે છેલ્લા પાંચ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરવાળાની ડિમાન્ડ 25મી સુધી પૂરી કરી દેજો. 26મીથી શરૂ થતી મંગળની દિનદશા તમારા શાંત મગજને તપાવી નાખશે. કોઈના વાંક વગર તમે તેના પર ગુસ્સે થઈ જશો. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ સાથે ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.
With five days remaining under the Moon’s rule, you are advised to cater to the wishes of your family members before the 25th of November. Saturn’s rule, starting from the 26th could take away your peace of mind and get you hot-headed. You could end up getting angry with people for no fault of their. A close person will get upset with you over a small issue. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily, along with the Tir Yasht.
Lucky Dates: 21, 22, 23, 24.
LIBRA | તુલા: ર.ત.
26મી ડિસેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પૂરી થશે. હાલમાં ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. તમારા સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવી જશે. તમારા મિત્રો અને દુશ્મન કોણ છે તે તમે ઓળખી જશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. મનમાં કોઈ પણ વાત રાખી નહીં શકો. ખોટું સહન નહીં કરી શકો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 25, 26, 27 છે.
The Moon’s rule till 26th December helps to fructify your sincere wishes. Travel abroad is indicated. Your nature and temperament will show a lot of changes. You will be able to differentiate your friends from your enemies. Financially, things will continue to improve. You will not be able to hold back your thoughts. You will not tolerate any wrongdoing. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.
Lucky Dates: 22, 25, 26, 27.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
સુર્યની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ઉપર રહેશે. તમે નાની બાબતમાં ચીડાઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેજો. જેને પ્રેશરની પ્રોબ્લેમ હોય તેઓ દવા લેવામાં આળસ કરતા નહીં. વડીલવર્ગ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. સરકારી કામમાં સફળતા નહીં મળે. સરકારી કામ 6ઠ્ઠી ડિસેમ્બર પછી કરજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The ongoing rule of the Sun keeps your hot-headed. You will get irritated over petty matters. Those suffering from Blood Pressure ailment should ensure to take medication on time. Arguments with the elderly over trivial issues could take place. You will not be successful in getting any government related works done and are advised to take on the same only post the 6th of December. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 25, 26.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજબરોજના કામ સારી રીતે કરી શકશો. મોજશોખ ઘટવાની જગ્યાએ વધી જશે. શુક્રની કૃપાથી જેટલો ખર્ચ કરશો એટલા નાણા મેળવી લેશો. નહીં ધારેલ વ્યક્તિ તમારા મદદગાર થઈને રહેશે. ઘરમાં તમારૂં માન વધી જશે. ઘરવાળાને આનંદ મળે તેવા કામ કરશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Venus’ ongoing rule helps you complete your daily chores efficiently. Your inclinations towards fun and entertainment will increase. With the blessings of Venus, you will be able to earn back all that you spend. Help will come in from the most unexpected person. Family members will respect you greatly. Your works will bring them much happiness. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 25, 26.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરમાં થયેલા મતભેદ દૂર કરવામાં સફળ થશો. નારાજ થયેલી વ્યક્તિને મીઠીવાત કરી મનાવી લેશો. ઓપોજીટ સેકસ સાથે મનમેળ વધી જશે. તબિયતમાં સારા સારી થતી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 26 છે.
Venus’ rule till 14th January helps you resolve any domestic problems. You will be able to win over those upset with you, with your sweet words. Your fondness for the opposite sex will increase. Health will be good. Pray to Behram Yazad daily.
Lucky Dates: 22, 23, 24, 26.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
6ઠ્ઠી ડિસેમ્બર સુધી નાની બાબતમાં હેરાન થશો. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પુરા કરવામાં ખુબ મુશ્કેલી આવશે. નાણાકીય બાબતમાં ખુબ ખેચતાણ રહેશે. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. જેટલી આવક ધારશો તેટલી નહીં થાય. કોઈ પાસે ઉધાર પૈસા લેવાનો વખત આવી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 21, 24, 25, 27 છે.
You will find yourself getting harassed even over the smallest issues till 6th December, under Rahu’s rule, which will make it very difficult to complete your tasks. Financial strain is indicated. Expenses could keep increasing greatly. Your income will be lower than your expectations. You could end up having to borrow money from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 21, 24, 25, 27.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આવતા ત્રણ દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર થવાના બાકી છે. 24મી પહેલા ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ લેજો. 24મીથી 42 દિવસ માટે શરૂ થતી રાહુની દિનદશા તમારી મુસીબતને વધારી દેશે. જ્યાંથી ધન આવવાનું હશે ત્યાંથી અટકી જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ સાથે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
The next three days ruled by Jupiter suggest that you cater to the wishes of your family members before the 24th of this month. Make your necessary house purchases in this time. Rahu’s rule, starting on the 24th for the next 42 days, will increase all your difficulties. Sources of income will get blocked. Pray the Mah Bokhtar Nyaish along with Sarosh Yasht daily.
Lucky Dates: 24, 25, 26, 27.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024