Your Moonsign Janam Rashi This Week –
7th November – 13th November, 2020

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી મિત્રો તરફથી માન-સન્માન મળતું રહેશે. તમારા મિત્રો કે સગાવહાલાઓને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. મુશ્કેલીભર્યા કામને સહેલા બનાવી કરી શકશો. તમારા અટકેલા કામ પૂરા કરવા માટે કોઈની ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ધન બચાવવાની કોશિશ અવશ્ય કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 08, 09, 10, 12 છે.

Jupiter’s ongoing rule will bring you a lot of appreciation and respect from friends. You will win over your friends and relative by giving them your sincere advice. You will be able to easily complete even difficult tasks. You will receive anonymous help in successfully completing your stalled projects. Try to save money. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 08, 09, 10, 12.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી સુધી શનિની દિનદશા ચાલશે. દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. નાની મોટી મુશ્કેલીઓ આવીને ઉભી રહેશે. રોજના કામો પૂરાં નહીં કરી શકો. જે વ્યક્તિની તમે મદદ કરી હશે તેજ તમારાથી દૂર ભાગશે. ધન માટે જેટલી કરકસર કરશો એટલો ડબલ ખર્ચ થશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 07, 10, 11, 13 છે.

Saturn’s rule till 26th November will rob you off your sleep and your appetite. Some obstacle or another will seem to keep coming your way. You will not be able to complete your daily chores. The person that you had helped will try to avoid you. Despite your hard efforts at trying to earn money, you will end up having large expenditures. Pray the Moti Haptan Yasht daily.

Lucky Dates: 07, 10, 11, 13.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે.  આજથી લેતીદેતીના કામો પહેલા પૂરા કરજો.  જે કામ કરશો તેમાં સફળતા મળશે. નવા મિત્રો મળવાના ચાન્સ છે. જયાં કામ કરતા હશો ત્યાં નાણાકીય ફાયદો થવાના ચાન્સ છે. વડીલવર્ગની ચિંતા ઓછી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

Gemini: Mercury’s rule till 20th November suggests that you first complete any transactions pertaining to lending and borrowing. You will be successful in all you do. You could make new friends. You will get financial benefits from your workplace. Your worries about the elderly will lessen. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 07, 08, 09, 10.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

બુધની દિનદશા 19મી ડિસેમ્બર સુધી ચાલશે. કામના નવા વિચારો આવતા રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. હાલમાં થતો ફાયદો ભવિષ્યમાં કામ લાગશે. ઘરમાં નવી ચીજ વસ્તુ વસાવી શકશો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

Mercury’s rule till 19th December will have you thinking of new work projects. Financial stability is indicated. Current profits will stand you in good stead in the future. You will be able to make new purchases for the house. You could receive good news from abroad. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 10, 11, 12, 13.


LEO | સિંહ: મ.ટ.

05Leo

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારો સ્વભાવ ચંચળ રહેશે. ઘરવાળાની વાત સાંભળવા પહેલા તમે ગુસ્સે થઈ જશો. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. મુસાફરી કરવાનું ટાળજો. લેતી-દેતીમાં ધ્યાન આપજો નહીં તો લેવાની જગ્યાએ દેવાનો વારો આવશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 08, 11, 12, 13 છે.

Mars’ ongoing makes you unpredictable. You could lose your temper on your family members even before they have completed what they are saying to you. Helping others could land you in trouble. Avoid traveling. Be cautious during transactions else you could end up losing where you could have gained! Pray the Tir Yasht daily.

Lucky Dates: 08, 11, 12, 13.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

26મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં થોડી ભાગદોડ કરવાથી કામમાં સફળતા મળશે. ઘરના વ્યક્તિ સાથે મતભેદ પછી તેમને મનાવી લેવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ મળવાથી આનંદમાં રહેશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે.દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 07, 08, 09, 10 છે.

The Moon’s rule till 26th November augers that if you put in a little extra effort in your work, you will be successful. You will be able to win over a family member after an argument. You will feel blissful after meeting your favourite person. Financially things will continue to improve. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 07, 08, 09, 10.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને આજથી શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામ 26મી સુધી પૂરા કરવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી તમારો કોન્ફીડન્સ ખુબ વધી જશે. તમારા ડીસીઝન સહેલાઈથી લઈ શકશો. ઘરની વ્યક્તિ તરફથી માન-ઈજ્જત મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 08, 09, 11, 14 છે.

With the Moon’s rule starting today, you will be successful in completing all your works by the 26th of the month. The Moon will boost your confidence. You will be able to make sorted decisions with ease. You will receive much appreciation and respect from a family member. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Lucky Dates: 08, 09, 11, 14.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

છેલ્લા 9 દિવસ તમે શાંતિથી પસાર કરી શકશો. શુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોઝીટ સેકસ તરફથી ફાયદાની વાત જાણવા મળશે. ખર્ચ ઓછો કરવા જશો ત્યાં ડબલ થશે. અચાનક ઈનવીઝીબલ હેલ્પ મળી રહેશે. તમારા આપેલા પ્રોમીશ પૂરા કરી શકશો. નવા મિત્રો મળશે. ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 09, 10, 11, 13 છે.

You will be able to spend the last 9 days in peace for now. Venus’ ongoing rule will bring you beneficial information from the opposite gender. Your expenses will increase despite your efforts to reduce them. You could receive sudden, anonymous help. You will be able to deliver on your promises. You could make new friends. Prosperity could be coming your way. Pray to Behram Yazad daily.

Lucky Dates: 09, 10, 11, 13.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

16મી ડિસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. તબિયતમાં સુધારો થશે. ઓપોજીટ સેકસ સાથે મતભેદ ઓછા થશે. નવા મિત્રો મળવાથી આનંદમાં આવશો. કામની ચિંતા ઓછી થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 07, 08, 11, 12 છે.

Venus’ rule till 16th December will leave you incapable of controlling your expenditures. There will be no financial challenges. You could expect a sudden windfall. Your health will get better. Squabbles with the opposite gender will reduce. You will feel much happiness with new friends. Your work tensions will reduce. Pray to Behram Yazad daily.

Lucky Dates: 07, 08, 11, 12.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

આજથી 70 દિવસ માટે શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા મોજશોખ પૂરા કરી શકશો. અટકેલા ફસાયેલા નાણા પાછા મેળવી શકશો. બીજાના મન જીતી લેશો. ગામ-પરગામથી સારા સમાચાર મળશે. તબિયતમાં સારો સુધારો થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 08, 09, 10, 13 છે.

Starting today, Venus rules you for the next 70 days. You will be able to indulge in all your fun and entertainment preferences. You will be able to retrieve trapped finances. You will be able to win over other people. You could receive good news from abroad. Your health will see much improvement. Pray to Behram Yazad daily.

Lucky Dates: 08, 09, 10, 13.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

6ઠ્ઠી ડિસેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારે ખોટી ભાગદોડ કરવી પડશે. જેને પોતાના માનશો તેજ વ્યક્તિ તમારી સાતે દગો ફટકો કરશે. જે પણ કામ કરશો તેમાં તમારૂં મન નહીં લાગે. રાહુ તમારી તબિયતને ખરાબ કરશે. કોઈ પર વિશ્ર્વાસ રાખતા નહીં.  દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 07, 09, 11, 12 છે.

Rahu’s rule till 6th December will have you wasting effort and energy. Those you deem close to you could end up deceiving you. Your mind will not be able to focus on the work at hand. Rahu could have a negative impact on your health. Avoid trusting people. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 07, 09, 11, 12.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી નવેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી ફાયદો થશે. ચેરીટી કે મદદના કામો કરવાથી આનંદમાં રહેશો. નવા મિત્રો મળવાના ચાન્સ છે. વડીલવર્ગની સેવા કરી શકશો. નાના ફાયદા મળતા રહેશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 07, 08 10, 13 છે.

Jupiter’s rule till 24th November will prove advantageous to you. You will feel mentally at peace by doing charity and works of philanthropy. You could make new friends. You will be able to serve the elderly. Financial profits will continue to come in. Your sweetheart will take the initiative to approach you. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 07, 08 10, 13.

Leave a Reply

*