તમારી આગલી સફર પર ઉદવાડાના સુંદર તળાવની મુલાકાત લેવાનું ભૂલશો નહીં!

સમુદાયના અસંખ્ય સભ્યો વારંવાર આપણા નાના અને શાંતિપૂર્ણ ગામ ઉદવાડાની મુલાકાત લે છે. આપણું સૌથી પવિત્ર સ્થળ, ત્યાં પૂજ્ય ઇરાનશાહ પાસેથી આશીર્વાદ અને પ્રેરણા મેળવી સ્વાદિષ્ટ પારસી વાનગીનો આનંદ લે છે અને પોતાના રોજિંદા ઝડપી અને વ્યસ્ત જીવનથી થોડો આરામ લે છે. જ્યારે ઉદવાડા ખૂલ્લા હાથે તમારૂં સ્વાગત કરે છે ત્યાં જઈ તમારી આત્મા ફરી રિચાર્જ થાય છે. અને દરેક વખતે, ઘરે પાછા જતા તમને મનોરમ સુંદર યાદો આપે છે.
ઉદવાડામાં આપણા રોકાણ દરમિયાન, આપણે સામાન્ય રીતે સાંજે ફરવા નીકળીયે છીએ ઉદવાડા બીચ, સિલ્વાસા, દેવકા, કોલક, દમણ જેવા આકર્ષણો પર જવાનું પસંદ કરીએ છીએ. પરંતુ ઘણા લોકો ઉદવાડાના સુંદર તળાવનો પરિચય થયો નથી જેનો વિકાસ થયો છે. આ મોટો પ્રોજેકટ રૂ. 2,57,94,600/- સ્મૃતિ ઝુબીન ઈરાની, કેન્દ્રીય કાપડ મંત્રી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આદર્શ ગમ યોજના 2017-18 દ્વારા પૂરો કરવામાં આવ્યો. આ પ્રોજેકટની શરૂઆત ઇરાનશાહના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી જે રાષ્ટ્રીય લઘુમતી કમિશનમાં ઝોરાસ્ટ્રિયન સભ્ય અને ઉદવાડાના વિકાસ ફાઉન્ડેશન (એફડીયુ) ના અધ્યક્ષ પણ છે.
તળાવ જે આજુબાજુ બનાવવામાં આવેલ સહેલગાહનો એક મોટો વિસ્તાર આવરી લે છે, જે પાણી ફિલ્ટર સ્ટેશનની પાછળ જ છે. તળાવની સુંદરતા અને શાંતિ બધા પ્રવાસીઓનું આકર્ષણ બની છે વળી જોગીંગ ટ્રેક લોકોના સ્વાસ્થ્યની સુખાકારીમાં ફાળો આપે છે, જ્યારે આજુબાજુમાં વિપુલ પ્રમાણમાં આવેલ વનસ્પતિ જીવન પૂરતા પ્રમાણમાં ઓકિસજન પૂરો પાડે છે. ઉદવાડા તળાવની આસપાસનો વિસ્તાર પક્ષી નિરીક્ષકોનું આશ્રયસ્થાન છે.
ઉદવાડા તળાવની સુંદરતા વિશે પારસી ટાઇમ્સ સાથે વાત કરતાં વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરે કહ્યું હતું કે, તળાવ ત્યાં યુગોથી ચાલ્યું આવ્યું છે પરંતુ ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે. એકવાર મુલાકાત દરમિયાન, અમારે તળાવને વધુ પાણી માટે વધુ ઉંડુ ખોદવું પડ્યું. ત્યાં ગ્રામપંચાયત સાથે મળીને વિચાર્યુ કે આ સુંદર જગ્યા હોવાથી તેની આસપાસનો વિસ્તાર કેમ નથી બનાવ્યો? અમે તેને આકર્ષક અને સુવિધાજનક બનાવવા ઇચ્છતા હતા કે જેથી લોકો મુલાકાત લે અને તેની સુંદરતાનો આનંદ માણી શકે અથવા વોક લઈ શકે. મૂળ વિચારની કલ્પના 2007-08માં કરવામાં આવી હતી પરંતુ તે પછી તે કામમાં આવ્યું નહીં. પછીથી, ઉદવાડાની તેમની એક મુલાકાતમાં, સ્મૃતિ ઈરાનીએ આ ખ્યાલમાં ખૂબ રસ દાખવ્યો. તેમના સાંસદ ક્વોટામાંથી ભંડોળ પૂરું પાડ્યું, અને આખો પ્રોજેકટ 2017-18માં જીવંત થયો. જ્યારે કામ ચાલુ હતું ત્યારે તેમણે ઉદવાડાની મુલાકાત પણ લીધી હતી. હવે આ સુવિધા લોકોના કલ્યાણ માટે ખુલ્લી છે.
ઉદવાડાના જરથોસ્તી રહેવાસીઓ તેમજ સ્થાનિક લોકો પણ તેમના રોજિંદા સવારના પ્રવાસ માટે ઉદવાડા તળાવની મુલાકાત લે છે. હકીકતમાં, સાંજ દરમિયાન, સ્થળ કોલાક અને નજીકના સ્થળોથી પણ લોકોને આકર્ષક સાંજની પવન સાથે લેવા અને મિત્રો અને કુટુંબીઓ સાથે બેસવા અને ગપસપ માટે આકર્ષે છે. તળાવની નજીકનો એક સ્ટોલ, ચા અને નાસ્તાનું વેચાણ કરે છે, જે વધુ લાલચમાં વધારો કરે છે. હું જાતે સવારે ત્યાં ફરવા જાઉં છું. હવે અમે વધુ પથ્થર બેંચો ઉમેરવાની યોજના બનાવી રહ્યા છીએ જેથી વધુ લોકો આવી શકે, બેસે અને સરસ સમય ગાળી શકે. બાળકો માટે એક નાનું ક્ષેત્ર પણ છે, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર વધુમાં જણાવે છે.
તેથી, આગલી વખતે જ્યારે તમે ઉદવાડાની મુલાકાત લો ત્યારે સુંદર, આકર્ષક અને શાંત તળાવની મુલાકાત અવશ્ય લેજો.

About - બીનાયશા સુરતી

Leave a Reply

*