કેનેડામાં પારસી-ગુજરાતી ડાયસ્પોરા બે પારસી હાસ્ય નાટકો મનોરંજન માટે તૈયાર છે સુરત સ્થિત કરંજીયા આટર્સના સભ્યો દ્વારા રજૂ થનારા નાટકો રોગચાળાની પરિસ્થિતિ વચ્ચે વર્ચ્યુઅલરૂપે રજૂ કરવામાં આવશે. પારસી થિયેટરના લેજેન્ડ અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા, 84 વર્ષીય યઝદી કરંજીયા, જેમણે પોતાનું જીવન પરફોર્મિંગ આર્ટને સમર્પિત કર્યું છે, તે પણ બે નાટકોમાંના એકમાં ‘પારસી હરીશચંદ્રની’ મુખ્ય ભૂમિકા નિભાવશે.
ગુજરાતી પારસી થિયેટરના વાલી તરીકે ઓળખાતા કરંજીયા પરીવારે છેલ્લાં સાત દાયકાઓથી તેમની અદભૂત રજૂઆતોથી આનંદકારકતા જીવંત રાખી છે. બંને નાટકોના તમામ પાત્રો આખા કરંજીયા પરિવાર દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે. ‘મુંગી સ્ત્રી’ અને ‘પારસી હરીશચંદ્ર’ એમ બે હાસ્ય નાટકો કરંજીયા પરીવાર દ્વારા કેનેડા સ્થિત ‘ફ્રેન્ડસ ઓફ ગુજરાત અને ગુજરાત અબ્રોડ’ (એફજીજીએ) અને ખાસ કરીને વિદેશમાં, ગુજરાતી ડાયસ્પોરા માટે ડિજિટલ સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
ગ્લોબલ લોકડાઉન પહેલા, તેઓ (એફજીજીએ) એ અમને કેનેડામાં પ્રદર્શન માટે આમંત્રણ આપ્યું હતું, જે રોગચાળાને કારણે બદલાઇ ગયું હતું. તેથી, ગુજરાતી ડાયસ્પોરા જૂથે અમને તેમના માટે બે હાસ્ય નાટકો ડીજીટલી ફરીથી બનાવવા માટે કહ્યું. બંને નાટકોના રિહર્સલ માટે અમે એક મહિના કરતા વધારે સમય માટે જુદા જુદા ખૂણાના ત્રણ કેમેરાથી શૂટિંગ કરીને તેને ડિજિટલ મોડમાં રૂપાંતરિત કરવા માટે એક ઓડિટોરિયમ ભાડે લીધું હતું, એમ બંને નાટકોના ડિરેકટર ફરજાન કરંજીયાએ જણાવ્યું હતું.
સૌજન્ય:
સુરત
પદ્મશ્રી યઝદી કરંજીયા કોમેડી થિયેટરને ડિજિટલ રૂપે ગ્લોબલ ટૂર પર લઈ જઈ રહ્યા છે

Latest posts by PT Reporter (see all)