વૈજ્ઞાનિક રીકવરીમાં પ્રાર્થનાની શક્તિ!

શું પ્રાર્થનામાં રૂઝ આવવાની શક્તિ છે? વિશ્વાસુ ચોક્કસપણે જવાબ હા માં આપશે. જ્યારે પુરાવા શોધનારાઓ સંપૂર્ણ હા, ના અથવા ક્યાંક વચ્ચે છે. આજે, હું આ પ્રશ્ર્નનો જવાબ વૈજ્ઞાનિક રીતે અને થોડું સંશોધન અધ્યયન કરી આપીશ.
આ કેટલાક પ્રશ્ર્નોે છે જેનો વૈજ્ઞાનિક રીતે જવાબ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હીલિંગમાં પ્રાર્થનાની શક્તિ પર કેન્દ્રિત સંશોધન પાછલા દાયકામાં લગભગ બમણું થયું છે. વૈજ્ઞાનિક સંસ્થાઓ જે અગાઉ પ્રાર્થના શબ્દ સાથેના અભ્યાસની સમીક્ષા પણ કરતી નહોતી, હવે તે પ્રાર્થના અને તેના ઉપચાર પરના પ્રભાવોના આધારે ભંડોળ પૂરું પાડે છે.
દરેક ધર્મની પોતાની પ્રાર્થના અને પરંપરાગત આધ્યાત્મિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે, કે વિશ્ર્વાસુ તેના ઉપચારના ગુણોનો આશરો લે છે. મોટાભાગના જરથોસ્તીઓએ હીલિંગમાં ‘અરદીબહેસ્ત યશ્ત’ પ્રાર્થનાની શક્તિની કથાઓ જોઇ અને સાંભળી હશે. પ્રાર્થનામાં કેટલાક અવાજો, તાલ, પુનરાવર્તનો અને ધ્યાન પ્રથાઓ શામેલ હોય છે જે તણાવ, મન અને શરીરને શાંત પાડતી, અને અંદરથી કુદરતી ઉપચારની પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપતા આરામદાયક પ્રતિક્રિયા આપે છે.
ધાર્મિક લોકો સ્વસ્થ જીવન જીવવાનું વલણ ધરાવે છે. તેઓ ધૂમ્રપાન, પીવા અથવા પીને વાહન ચલાવતા નથી. હકીકતમાં, જે લોકો પ્રાર્થના કરે છે તે ઓછા બીમાર પડે છે. જે લોકો વધુ ધાર્મિક હોય છે, તેઓ હતાશ ઓછા થાય છે અને સ્વસ્થ વધુ રહે છે.
મને આશ્ચર્ય નહીં થાય જો ભવિષ્યમાં આપણી પાસે તબીબી વિજ્ઞાનની એક શાખા હશે જે પ્રાર્થના થેરેપીથી લોકોને સારા કરશે.
જો હું જરથોસ્તી દ્રષ્ટિકોણથી બોલું તો, અરદીબહેસ્ત યશ્તમાં, આપણે દવા તેમજ શસ્ત્રક્રિયા દ્વારા ઉપચારનો સમાવેશ કરનારા પાંચ પ્રકારનાં ઉપચારો છે. પરંતુ ઉપચારના સૌથી શ્રેષ્ઠ સ્વરૂપને હીલિંગ કહેવામાં આવે છે જે પ્રાર્થના દ્વારા થાય છે. પોતાની જાતને અથવા કોઈ પ્રિય વ્યક્તિની માંદગી દરમિયાન એક સરળ પ્રથા એ છે કે સંપૂર્ણ શુદ્ધતાની સ્થિતિમાં અરદીબહેસ્ત યશ્ત અને તેના નિરંગની પ્રાર્થના કરવામા આવે છે આપણા વડીલો દ્વારા આ પ્રથાને અરદીબહેસ્તની પીછી તરીકે ઓળખવામાં આવતી હતી.

About - ડો. દાનેશ ચીનોય

Leave a Reply

*