મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારે છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા ફેમીલી પ્રોબ્લેમ દૂર કરવામાં સફળ થશો. તેમની ડિમાન્ડ પૂરી કરી શકશો. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં જશની સાથે માન પણ મળશે. ચેરીટી કે જરૂરિયાત વ્યક્તિને જોઈતું દાન કરી દેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 24 છે.
This is your last week under Jupiter’s rule. You will be able to resolve any issues in the family and cater to their wants. You will receive fame and praise at your workplace. This is a good time to perform charitable deeds, especially for those in need. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 24.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી આપેલા પ્રોમીશ પહેલા પૂરા કરી લેજો. રોજબરોજના કામ પૂરા કરવામાં સફળ થશો. ગુરૂની કૃપાથી ધન મેળવવા ભાગદોડ નહીં કરવી પડે. થોડી બચત કરી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. મનને શાંતિ મળે તેવા કામ કરવાનો ચાન્સ મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુુકનવંતી તા. 19, 20, 23, 24 છે.
Jupiter’s ongoing rule advises that you deliver on your promises as a priority. You will be able to successfully complete your daily works effectively. With Jupiter’s blessings, you will not have to put in too much effort to earn money. Ensure to save and make investments. You will get the opportunity to do works that bring peace to the mind. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 19, 20, 23, 24.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
શનિની દિનદશા ચાલુ હોવાથી તમને દરેક બાબતમાં નેગેટીવ વિચાર આવશે તેના લીધે તમારા બનતા કામ બગડી જશે. જેના પર વિશ્ર્વાસ કરશો તેજ વ્યક્તિ દગો આપશે. તમારી અગત્યની ચીજ વસ્તુ ગુમાઈ જાય કે ચોરાય જાય તેવા હાલના ગ્રહ છે. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.
Saturn’s ongoing rule casts a cloud of negativity in all your thoughts. This could lead to the undoing of even nearly successful projects. You could get betrayed by a trusted one. You are cautioned about losing important items by misplacing them or through theft. Ensure to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 19, 20, 21, 22.
CANCER | કર્ક: ડ.હ.
તમને આજથી 36 દિવસ માટે શનિની દિનદશા શરૂ થયેલી છે. જે પણ કામ કરશો તેમાં મુશ્કેલી આવશે. કામમાં ઉતાવળ કરતા તે કામ બગડી જતા વાર નહીં લાગે. નાણાકીય બાબતમાં પૈસાની ખુબ ખેચતાણ રહેશે. જ્યાં ત્રણને બચાવવા જશો ત્યાં ત્રીસનો ખર્ચ થશે. શનિ તબિયતને અચાનક બગાડી દેશે. તેમાં ખાસ કરીને પેટના દુખાવા તથા સાંધાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
Saturn’s rule, starting today for the next 36 days, predicts having to face challenges in all your endeavours. Avoid doing anything out of haste as that will surely go to waste. Financial constraints are indicated. You could end up spending ten times that of what you’ve saved. Saturn could take a toll on your health – especially stomach aches and joint pains. Pray to pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 20, 21, 22, 23.
LEO | સિંહ: મ.ટ.
બુધની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો તેનાથી બીજાનું દીલ જીતી લેશો. નાણાકીય બાબતમાં જ્યાં જરૂર હશે ત્યાંજ ખર્ચ કરશો. બચત કરી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. તમારા દુશ્મન તમારા કામને જોઈને આશ્ર્ચર્ય પામશે. તમારા વિરૂધ્ધ નહીં જઈ શકે. જ્યાં ફાયદો મળતો હશે તે કામ પહેલા કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 19, 21, 23, 24 છે.
Mercury’s ongoing rule has you winning over other people in all your endeavours. Financially, spending will be limited to only those areas where necessary. You will be able to invest your savings profitably. Your detractors will be surprised with your excellent work and will not be able to go against you. Prioritize those tasks which are benefit you. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 19, 21, 23, 24.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
છેલ્લા છ દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 24મી સુધી વાહન ખુબ સંભાળીને ચલાવજો. અગત્યના ડીસીઝન લેતા નહીં. ઘરનું વાતાવરણ 25મીથી સુધરવા લાગશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. અઠવાડિયું પૂરૂં થતા મનનો બોજો ઓછો થતો લાગશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.
With the last 6 days remaining under the rule of Mars, you are advised to ride/drive your vehicles with great caution till the 24th. Avoid taking any important decisions. The homely atmosphere will start improving post the 25th, after which your financial conditions will also get better. You will feel mentally relieved as the week draws to a close. Pray the Tir Yasht daily.
Lucky Dates: 19, 20, 22, 24.
LIBRA | તુલા: ર.ત.
ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી અગત્યના ડીસીઝન ચેન્જ નહીં કરતા. અગત્યના કામો પહેલા પૂરા કરી લેજો. તમારા સેલ્ફ કોન્ફીડન્સમાં વધારો થશે. મિત્ર કે સાથે કામ કરનારની મદદથી કામ પૂરા કરવામાં સફળતા મળશે. આનંદ મળે તેવા સમાચાર મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
The Moon’s ongoing rule advises you not to change any significant decisions that you have made. Complete your important works first. Your self-confidence will increase. Friends and colleagues will help you complete your work. You could receive good news. You will be able to cater to the needs of your family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 23, 24, 25, 26.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી મુસાફરીના ચાન્સ મળતા રહેશે. કોઈપણ કામમાં કંટાળો નહીં આવે. તમારા કામમાં કોઈપણ ભુલ નહીં શોધી શકે. મિત્રો તરફથી માન મળશે. જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરનું વાતાવરણ સારૂં હોવાથી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
You will get travel opportunities till 24th January. You will be free of any lethargy. No one will be able to find a single fault in your work. Friends will respect you. Ensure to make investments from your earnings. With the house atmosphere being cordial, you will be able to cater to the wants of family members. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 ties, daily.
Lucky Dates: 15, 16, 17, 18.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
સુર્ય જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી શાંત રહેવા માગતા હશો તો પણ શાંત નહીં રહી શકો. નાની બાબતમાં તમે ગુસ્સે થઈ જશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. ઘરમાં વડીલવર્ગની તબિયત બગડશે. તમે જે પણ સેવા કરશો તેનો જશ નહીં મળે. મિત્રોથી પરેશાન થશો. પ્રેશરની માંદગી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયમોંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.
The hot Sun’s rule will not allow you to stay calm, immaterial of your best efforts. You will get angry over small matters. You might not be able to be successful in government-related works. The elderly at home could fall ill. Your services will not be recognized or appreciated. Friends could upset you. You could suffer from Blood Pressure. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 20, 21, 22, 23.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા તમારા મોજશોખમાં વધારો કરશે. પ્રેમી-પ્રેમીકામાં મતભેદ ઓછા થતા જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. મુસીબતમાં ફસાતા બહાર નીકળવામાં શુક્ર તમને મદદગાર થશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 20, 24, 25 છે.
Venus’ rule till 14th January, will increase your inclinations towards fun and entertainment. Squabbles between couples will reduce. Financial prosperity is indicated. Venus will bail you out of any unfortunate predicament you find yourself in. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 20, 24, 25.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી કામકાજ માટે ભાગદોડ કરવી પડશે. તમારા કામનું તમને બરાબર વળતર મળી રહેશે. ખર્ચ પર કાબુ નહીં રાખી શકો. નવા કામ મેળવવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિને મળતા મનમાં આનંદ થશે. રોજના કામ સમય પર પૂરા કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 19, 22, 24, 25 છે.
Venus’ ongoing rule indicates that your work could keep you on your toes. You will earn appropriately, as per your efforts. You might not be able to control your expenses. You will be successful in getting new projects. Meeting your favourite person will bring you much happiness. You will be able to complete your daily chores on time. Pray to Behram Yazad daily.
Lucky Dates: 19, 22, 24, 25.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારા કામ પર વધારે ધ્યાન આપજો. બીજાને તમારા મનની વાત કહેવાથી બોજો ઓછો થવાને બદલે વધી જશે. ખાવાપીવામાં બેદરકાર રહેતા તબિયતમાં અસર થશે. નાણાકીય ખેચતાણ વધવાથી કોઈ પાસે ઉધાર લેવાનો વારો આવશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Rahu’s ongoing rule suggests that you pay extra attention to your work. Speaking your mind with another could end up making your feel heavier mentally, instead of lighter. If you do not take care of your diet, it would affect your health. Financial constraints could cause you to borrow money. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 23, 24, 25, 26.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024