આપણા ભુલાઈ ગયેલા સ્વતંત્રતા સેનાનીઓ!

પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, 26 જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યુ હતુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.
આપણા ભારત દેશને આઝાદ કરવા ખબર નહીં કેટલાય લોકોએ કુરબાની આપી હશે. આપણે સ્વતંત્રતા સૈનાનીઓમાં ગાંધી બાપુ, જવાહરલાલ નેહરૂ, શાસ્ત્રીજી, દાદાભાઈ નવરોજી, ભીખાયજી કામા, લાલા લજપતરાય, રાજેન્દ્ર પસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નામાંકિત લોકોને ઓળખીયે છીએ પણ તે પહેલા કેટલાય લોકોએ કુરબાની આપી જેમાથી અનેક લોકોના આપણે નામ પણ નહીં સાંભર્યા હશે. તો ચાલો તેમાથી કેટલાક લોકોને 26મી જાન્યુઆરીના આપણા સ્વતંત્રતા દિને જાણીએ અને તેમને શ્ર્ધ્ધાંજલિ આપીયે!

રાણી ચેન્નમ્મા: (રાણી ચેન્નામ્મા, જન્મ – ઓક્ટોબર 23, 1778, કિટ્તુર, કર્ણાટક; મૃત્યુ – ફેબ્રુઆરી 21, 1829) એ દક્ષિણ ભારતના કર્ણાટક, સ્વતંત્રતા સંગ્રામના સંદર્ભમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સમાન હતા. ચેન્નામ્માએ બ્રિટીશ સત્તા સામે બે વાર સશસ્ત્ર પડકાર આપ્યો હતો.

 

તિરુપુર કુમારન: (જન્મ – 4થી ઓકટોબર 1904, ચેનીમલાઈ, ઇરોડ, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત. મૃત્યુ – 11 જાન્યુઆરી 1932 (વય 27)) એવું નામ કે જે બ્રિટિશ શાસનની લાકડીઓ સામે તૂટી ન પડયો અને પોતાના દેશને મુક્ત કરવાની લડતમાં કૂદી પડયો. કુમારને સ્વતંત્રતા ચળવળમાં ભાગ લઈને ભારતને આઝાદ કરવા માટે પોતાનું આખું જીવન લીધું, તેમ છતાં ભારતના આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું નામ ઇતિહાસનાં પાનામાં ક્યાંક ખોવાઈ ગયું છે.

મોહમ્મદ બરકતુલ્લાહ: (જન્મ 7 જુલાઈ 1854, ભોપાલ, મધ્યપ્રદેશ; અવસાન – 20 સપ્ટેમ્બર 1927) એક ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા. મૌલાના બરકતુલ્લાહ એક બ્રિટીશ વિરોધી સર્વ ઈસ્લામ આંદોલનથી હમદર્દી રાખનાર ક્રાંતિકારી હતા, જેમણે પોતાનું મોટાભાગનું જીવન વિદેશમાં વિતાવ્યું અને ભારતીય સ્વતંત્રતા ચળવળને ટેકો આપ્યો.

 

ગોવિંદ વલ્લભ પંત: (જન્મ 10 સપ્ટેમ્બર 1887; અવસાન: 7 માર્ચ 1961) ઉત્તરપ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમનું મુખ્ય પ્રધાનપદ 15 ઓગસ્ટ, 1947 થી 27 મે 1954 સુધી ચાલ્યુ હતું. બાદમાં તેઓ ભારતના ગૃહ પ્રધાન પણ બન્યા (1955 -1961). ભારતીય બંધારણમાં, હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો અપાવવા અને જમીદારી પ્રણાલીને નાબૂદ કરવામાં તેમનો મુખ્ય ફાળો હતો. ભારત રત્ન તેમના સમય ગાળામાંજ પ્રદાન કરવામાં આવ્યો. બાદમાં આ સન્માન તેમને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 1947માં તેમની આઝાદીની લડતમાં ફાળો આપવા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતના ગૃહ પ્રધાન તરીકેના ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે એનાયત કરાયો હતો.

ભાઈ પરમાનંદ અથવા પંડિત પરમાનંદ: (જન્મ – નવેમ્બર 4, 1876 – મૃત્યુ 8 ડિસેમ્બર, 1947) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન ક્રાંતિકારી હતા. તે બહુભાષી વ્યક્તિત્વ ધરાવનારા એક મહાન માણસ હતા. પરમાનંદજી આર્ય સમાજ અને વૈદિક ધર્મના સાચા પ્રચારક હતા, તો બીજી તરફ તેમણે ઇતિહાસકાર, સાહિત્યકાર અને પ્રખ્યાત શિક્ષણવિદ્ તરીકે પણ નામના મેળવી હતી. ભારતની આઝાદીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સરદાર ભગતસિંહ, સુખદેવ, રામપ્રસાદ બિસ્મિલ અને કરતારસિંહ જેવા કેટલા દેશભક્ત યુવાનોએ તેમની પાસેથી પ્રેરણા મળી હતી.

સુચેતા કૃપાલાની: જન્મ 25 જૂન 1908 ના રોજ ભારતના હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. (મૃત્યુ 1 ડિસેમ્બર 1974) તેમનું શિક્ષણ લાહોર અને દિલ્હીમાં થયું હતું. તે 1963 થી 1967 દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન હતા. સુચેતા ક્રિપ્લાની દેશની પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન હતા. પાર્ટીશન દુર્ઘટનામાં તે મહાત્મા ગાંધીની ખૂબ નજીક હતા. બાપુની નજીક રહીને દેશની આઝાદીનો પાયો નાખનાર કેટલીક મહિલાઓમાં સુચેતા કૃપાલાની પણ હતા. તે નોવાખલી યાત્રામાં બાપુની સાથે હતા.

તારા રાણી શ્રીવાસ્તવ: જન્મ બિહારની રાજધાની પટણા નજીકના સરન જિલ્લામાં થયો હતો. તેના વિશે એવું કહેવામાં આવે છે કે તે તિરંગાને એટલો પ્રેમ કરતા કે તેના માટે તે મરી પણ શકતા હતા. નાની ઉંમરે જ તેમના લગ્ન જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ફુલેન્દુ બાબુ સાથે થયાં. તેમના પતિ ફુલેન્દુ બાબુની જેમ, તારા રાણી શ્રીવાસ્તવ પણ દેશમાં આઝાદી લાવવા માટે દરેક પગલા પર તેમની સાથે રહેતા હતા.

1 comments

Leave a Reply

*