મેથીના લાડું

મેથી ના લાડવા આ વસાણું શિયાળામાં કોઈપણ જાતના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી રહે છે અને આમાં સાથે આપણે મુસળી અને ડ્રાયફ્રુટ પણ ઉમેર્યા છે જે પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
સામગ્રી: 100 ગ્રામ મેથી નો લોટ, 100 ગ્રામ ઘઉંનો કકરો લોટ, 350 ગ્રામ ગોળ, 150 ગ્રામ દળેલી સાકર, 300 ગ્રામ દેશી ઘી, 20 ગ્રામ સુંઠ પાવડર, 10 ગ્રામ ગંઠોડા પાવડર, 50 ગ્રામ સુકું છીણેલું કોપરૂં, 50 ગ્રામ બાવળનો ગુંદર (ગુંદરને ઘીમાં ગરમ કરવો અને ફોડી લેવાનો હોય છે અને પછી મીકસરમાં તેનો પાવડર બનાવી લેવો), 1/2 ચમચી સફેદ મુસળી નો પાવડર, 1/2 ચમચી ખસખસ, 50 ગ્રામ કાજુ અને બદામ, 1 ચમચી સુકી દ્રાક્ષ (કીસમીસ)
રીત: 1) સૌથી પહેલા એક નોન સ્ટીકની કે જાડા તળિયાવાળી કડાઈમાં થોડુંઘી ગરમ કરવા માટે મુકો. ઘી ગરમ થાય એટલે ઘઉંનો કકરો લોટ તેમાં ધીમા ગેસે શેકી લેવો તેને બદામી રંગ નો થાય ત્યાં સુધી શેકવાનો છે. લોટ શેકાઈ જાય એટલે તેમાં ગુંદરનો પાવડર ઉમેરો જેથી ગુંદર પણ થોડો શેકાઈ જાય. હવે એમાં છીણેલું સુકું કોપરૂ અને સુકી દ્રાક્ષ ઉમેરી મિક્ષ કરી લઈશું અને ગેસ બંધ કરી ને આને ઠંડુ થવા દો. હવે કડાઈમાં બાકીનું ઘી અને ગોળ મિક્ષ કરી ગરમ કરવા મુકીશું, ગોળ અને ઘી ને ફકત ગરમ કરી ને સરસ મિક્ષ કરવાનું છે
હવે જે વાસણમાં શેકેલો લોટ આપણે રાખ્યો હતો એમાં જ ગોળ અને ઘી નું મિશ્રણ ઉમેરી દો અને એને 4-5 મિનીટ સતત હલાવતા રહો. ગેસ બંદ કરી દેવો. હવે એમાં સમારેલા કાજુ અને બદામ ઉમેરીશું સાથે મુસળીનો પાવડર, ખસખસ અને સુંઠ, ગંઠોડા નોપાવડર ઉમેરીશું. હવે આ મિશ્રણ નવશેકું ગરમ હોય ત્યારે તેમાં મેથીનો લોટ ઉમેરીશું. મેથી સરસ રીતે મિક્ષ થઇ જાય એ પછી તેમાં દળેલી સાકર થોડી થોડી મિક્ષ કરતા જઈશું. હવે એમાંથી લાડુ બનાવીશું અને એને સર્વ કરીશું, જો આ મિશ્રણ તમને ડ્રાય લાગે તો આ સમયે થોડું ગરમ ઘી ઉમેરી લાડુ બનાવી શકો છો. લાડુ ને તમે ડબ્બામાં ભરીને 1 મહિના સુધી ઉપયોગમાં લઇ શકો છો.

Leave a Reply

*