સુખી સંસાર!

એટલે શીરીન તો બધુ કામ છોડીને દાનેશ આગલ દોડી આવી. ને દાનેશને પડેલો જોઈને ગભરાઈ ગઈ. હવે કરે શું? દીનશાહ તો ઓફીસે ગયા હતા પછી શીરીને હિંમત એકઠી કરીને દીનશાને ફોન કરીને ઓફીસેથી બોલાવ્યા. એટલે દીનશાજી પોતાની કારમાં જલ્દીથી ઘેરે આવી ગયા દાનેશને બેફામ પડેલો જોઈને હેબતાઈ ગયા.
અરે પણ એ બન્યુ કેમ અરે પણ દીનશાહ એ બધુ કહેવાનો વખત નથી તમે પહેલે જલ્દીથી આપણા ડોકટર લાલકાકાને ફોન કરીને ઘેરે બોલાવો. વારૂ, એટલે દીનશાજીએ તો ફોન કરીને તરત ડોકટર લાલકાકાને બોલાવ્યા એટલે સામેથી ડોકટરે કહ્યું કે અર્ધા કલાકમાં જ તમારે ઘરે આવી જાઉંચ અર્ધો કલાક થઈ ગયો તો પણ ડોકટર નહીં આયા. એટલે બન્ને પતિ પત્નીનો જીવ અધ્ધર થઈ ગયો. તેટલાંજ મોટરના હોર્ન વાગ્યો ને ડોકટર આવી પહોંચ્યા ને સીધા દાનેશને જોવા દોડી ગયા. ને બોલ્યા અરે એને તો માથામાં માર લાગોચ. એકદમ સખત માર લાગોચ. ને લોહી પણ ઘણું જાય છે. પ્લીઝ ડોકટર કાંઈ ઉપાય કરો મને બહુ જ ફીકર થાયચ ડોકટર બોલ્યા મીસીસ દારૂવાલા જરા શાંતિ રાખો મને બરાબર તપાસવા દો. પછી જ હું મારૂં ઓપીનીયન આપું પ્લીઝ રીલેક્સ.
ડોકટરે દાનેશને ચેક કીધો ને જરા મોઢુું કુમલાવ્યું એટલે ડોકટરનું એકશન જોઈને શીરીન ગભરાઈ ગઈ. ને પુછયું, ‘શું છે ડોકટર? તમે ગંભીર કેમ થઈ ગયા? કાંઈ સીરીયસ પ્રોબ્લેમ તો નથીને જે પણ હોય તે સાચુ જણાવી દેજો.
એટલે ડોકટર બોલ્યા નહીજી કાંઈ સીરીયસ પ્રોબ્લેમ નથી. ઘણું બલ્ડ જવાથી જરા વીકનેસ આવી ગઈચ, બટ ઈટ વીલ બી ઓલરાઈટ તમો જરા પણ ફીકર ના કરો. એટલે શીરીન દાનેશ આગળ જઈને બેઠી પછી ડોકટરે દીનશાહને બાજુમાં બોલાવીને કહ્યું, દીનશાજી જરા પ્રોબ્લેમ તો છે. પંદરવીસ દિવસ દાનેશને હોસ્પીટલાઈઝ કરવો પડશે કેમ કે એના માથામાંથી ઘણું બ્લડ જવાથી એને બ્લડ આપવું પડશે ને સેલાઈનના બાટલા પણ ચઢાવવા પડશે કારણે સ્ટુલ પરથી પડી જવાથી માથામાં મુંગો માર લાગ્યો છે. પણ યુ ડોન્ટ વરી એ ઘણો જલ્દી સારો થઈ જશે. હુું મારા એક ડોકટર ફ્રેન્ડ સાથે ફોનથી ડીસકસ કરશ. પણ શીરીનને ધીરે આસ્તે સાચી વાત કહેજો. એકદમ ગભરાવી ના મુકતા. ને પછી ડોકટર થોડું ગણું સજેશન આપીને ગયા.
બીજે દિવસે દાનેશને હોસ્પિટલમાં એકડમીટ કીધો. નાની શીરાજી તો રડયાજ કીધી. ખોટા ગુસ્સાને કારણે એને એના ભાઈની જીંદગી જોખમમાં નાખી દીધી.
ડોકટર લાલકાકાએ દાનેશને બરાબર તપાસ્યો ને બીજા ડોકટર પાસે કામની એડવાઈઝ લીધી. પચી બેઉ ડોકટરોએ મલીને દાનેશની ટ્રીટમેન્ટ શરૂ કીધી. દાનેશની તબિયત થોડી ઘણી રીકવર થવા લાગી. એટલે ડોકટરે દીનશાહ અને શીરીનને કહ્યું મીસ્ટર દારૂવાલા હવે બીજા આઠ દિવસમાં દાનેશ એકદમ સારો થઈ જશે. ને ડીસ્ચાર્જ પણ મળી જશે. હું પણ કેસ હેન્ડલ કરવામાં બહુ જ વરીડ થઈ ગયેલો. બટ નાઉ હી ઈઝ આઉટ ઓફ ડેન્જર એટલે શીરીનને દીનશાહની ખુશી સમાતી ન હતી. હવે હું એને ડીસ્ચાર્જ પણ આપી દેવશ. એટલે તમે ઘેરે પણ લઈ જઈ શકશો.
પછી એક સબકતા બહેરામ રોજના દિવસે ચોક તોરણના સગન કરીને આછુંમીછું કરીને દાનેશને વાજતે ગાજતે ઘેર લઈ આયા. ને બધાના મોઢા હસતા થયા. નાની શીરાઝી તો ખુશ થઈને દાનેશને એકદમ ભેટી પડી ને સોરી કહ્યું.
(વધુ આવતા અંકે)

About કેટી પી. કરંજીયા

Leave a Reply

*