Your Moonsign Janam Rashi This Week –
16th January – 22nd January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે. તમને નાના કામમાં પણ અડચણ આવતી રહેશે. તમારા કરેલ કામોમાં તમારા દુશ્મન નાની ભુલ ને મોટી બતાવી પરેશાન કરશે. ખાવા પીવા પર ધ્યાન આપજો. કોઈની ભલી દુવા તમને બચાવી લેશે. રાહુના પ્રકોપમાંથી બહાર આવવા પરવરદેગારનું નામ વધુ લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 21, 22 છે.

Rahu’s rule till 3rd February could bring obstacles in the way of even simple chores. Your detractors will magnify your small faults as huge flaws. Pay attention to your diet. Someone’s sincere blessings will come to your rescue. To pacify Rahu, take God’s name as often as you can. Pray the Mah Bokhtar Nyaish daily.

Lucky Dates: 17, 18, 21, 22.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

છેલ્લુ અઠવાડિયું ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. બને એટલી ફેમીલી મેમ્મરની ડિમાન્ડ પૂરી કરજો. ફેમીલી મેમ્બરની જવાબદારી આ અઠવાડિયામાં પૂરી કરી લેજો. આવતા અઠવાડિયાથી 42 દિવસ માટે તમે દરેક બાબતમાં અટવાઈ જશો. મિત્રોથી સારા સારી રહેશે. ઉતરતી ગુરૂની દિનદશા ધર્મ ને ચેરીટીના કામો શાંતિથી કરાવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 16, 17, 19, 20 છે.

With the last week under Jupiter’s rule, you are advised to cater as much as possible to the wants of family members. Ensure to deliver on your commitments to family in this week as starting next week, for the next 42 days, your stars could trouble you in all areas of life. Relations with friends will be good. Jupiter’s descending rule will facilitate you into doing religious and charitable works calmly. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 16, 17, 19, 20.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમને પૈસાની મુશ્કેલી નહીં આવે. પૈસા માટે તમારા કોઈપણ કામ અટકશે નહીં. તમે જે પણ કામ કરશો તેમાં જશ, ધન, અને માન મળી રહેશે. વધુ ધન કમાવાના ચાન્સ છે. કોઈની સેવા કરવાનો ચાન્સ મળે તો મુકતા નહીં. તબિયતમાં સારો સુધારો થતો રહેશે. નવા કામ શરૂ કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

Jupiter’s rule till 21st February augers that there will be no financial shortage. Financial issues will not cause stoppage in your work plans. You will earn fame, wealth and respect in all that you do. You will be able to earn extra income. Do not miss out the opportunity of being of service to another. There will a good improvement in your health. You will be able to start new ventures. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 18, 19, 21, 22.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારે તબિયતમાં ખુબ ધ્યાન આપવું પડશે. ખોટી ચિંતાઓ કરતા તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સાંધાના તથા ઘુંટણના દુખાવાથી પરેશાન થશો. રોજના કામ કરવામાં કંટાળો આવશે. નાણાકીય બાબતમાં જ્યાં ત્રણનો ખર્ચ કરવાનો હશે ત્યાં ત્રીસનો ખર્ચ થશે છતાંપણ સંતોષ નહીં મળે. શનિના દુખને ઓછું કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 18, 19, 20 છે.

Saturn’s ongoing rule suggests that you pay great attention to your health. Wrongful worries could spoil your health. You could suffer from knee-pain and joint-pains. You will feel lethargy in doing your daily chores. Despite lavishly spending on things – ten times over, you will still feel no satisfaction. To pacify Saturn, pray the Moti Haptan Yasht.

Lucky Dates: 16, 18, 19, 20.


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજના અને કાલના દિવસમાં લેતીદેતીના કામ પૂરા કરવા પડશે. બાકી 18મી જાન્યુઆરીથી 36 દિવસ સુધી શરૂ થતી શનિની દિનદશા તમારા કામ પૂરા નહીં થવા દે. તમારા લેણાના નાણા પાછા નહીં મળે અને જેની પાસેથી નાણા લેવાના હશે તે તમને પરેશાન કરશે તે અલગ, આજથી કોઈને પ્રોમીશ આપતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 21, 22 છે.

Try and wrap up all transactions related to lending and borrowing by tomorrow. Saturn’s rule, starting 18th Jan, for the next 36 days, will make it difficult for you to complete your tasks. You will not be able to retrieve your debts. Debtors will trouble you. Do not make any promises to anyone starting today. Pray the Moti Haptan Yasht along with the Meher Nyaish dailyh.

Lucky Dates: 16, 17, 21, 22.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

બુધ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી કામો ખુબ સહેલાઈથી કરી શકશો. જેનો સાથ સહકારજોઈતો હશે તે વ્યક્તિ સામેથી સાથ સહકાર આપવા આવશે. બુધની કૃપાથી જે પણ કમાશો તેમાંથી ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. બીજાના સાચા સલાહકાર બની તેનું દિલ જીતી લેશો. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Under Mercury’s rule, you will be able to do all your works with great efficiency and ease. You will receive support from those whose support you need. You will be able to save and invest from the income you earn. You will win over the hearts of others with your sincere advice. You will receive news which will bring you much happiness. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 18, 19, 20, 21.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારે છેલ્લુ અઠવાડિયું મંગળની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા મગજ પર કંટ્રોલ નહીં રાકી શકો. નાની બાબતમાં ગરમ થઈ જશો. વાહન સંભાળીને ચલાવજો. કોઈ પણ ઈલેકટ્રીકની વસ્તુ વસાવતા નહીં. ઘરવાળા સાથે મતભેદ પડશે. ભાઈ-બહેનના સંબંધો ખરાબ થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 16, 19, 20, 21 છે.

With one week still remaining under Mars’ rule, you will not be able to have control over your mind. You will get angry over small issues. Ensure to operate your vehicles with caution. Avoid making any electric installations for the time being. You could end up having arguments with family members. Relationships between siblings could get sour. Pray the Tir Yasht daily.

Lucky Dates: 16, 19, 20, 21.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી સુધી તમારા અગત્યના કામો પુરા કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. ચંદ્રની કૃપાથી જે પણ ડીસીઝન લેશો તે સાચા પડશે. નાની મુસાફરી કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. તમારા ઘરવાળાને આનંદમાં રાખશો. વડીલવર્ગના આશિર્વાદ મળી રહેશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 20, 22 છે.

You will find no difficulties in completing all your tasks, till the 24th of January. With the blessings of the Moon, your decisions will stand good. You will be able have short travels. You could meet someone your heart desires. Your family member will be happy with you. You will get the blessings of your elderly. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 17, 18, 20, 22.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શીતળ ચંદ્રની દિનદશા 23મી ફેબ્રુઆરી સુધી ચાલશે. તમે તમારા મનની વાત બીજાને સમજાવવા સફળ થઈ જશો. જે પણ કામ કરશો તેમાં જશની સાથે ધનલાભ મળવાના પુરેપુરા ચાન્સ છે. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરવાથી તેઓ આનંદમાં આવી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 16, 19, 21, 22 છે.

The Moon’s rule till 23rd February will help you succeed in putting across your point of view to others. You will receive great fame and wealth in all your endeavours. Fulfilling the wants of your family members will bring in much happiness. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 16, 19, 21, 22.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

3જી ફેબ્રુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે. સરકારી કામોમાં સફળતા નહીં મળે. નાણાકીય મદદ કોઈને કરવા જતા તમે ફસાઈ નહીં જાઓ તેનું ધ્યાન રાખજો. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થઈ જશે. રોજ બરોજના કામો સારી રીતે નહીં કરી શકો. સુર્ય તમારા માથાનો બોજો વધારી દેશે. માથાનો દુખાવો, આંખની બળતરા, તાવ જેવી માંદગીથી પરેશાન થશો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The Sun’s rule till 3rd February will not allow success in government related works. Ensure that you do not get into a fix, trying to financially help another. Health of the elderly could suddenly get spoilt. You might not be able to do your daily chores effectively. The Sun will increase your mental pressures. You could suffer from headaches, eye-burns and fever. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Lucky Dates: 17, 18, 19, 20 .


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

14મી ફેબ્રુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા અગત્યના કામો પુરા કરવામાં કોઈ પણ મુશ્કેલી નહીં આવે. નાણાકીય બાબતમાં જેટલો ખર્ચ કરશો એટલા નાણા કમાવવામાં મુશ્કેલી નહીં આવે. અપોઝીટ સેકસની ડિમાન્ડ પૂરી કરી શકશો. લગ્ન કરવા માગતા હશો તો પસંદગીની વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

Venus’ rule till 14th February helps you complete all your important tasks without a hitch. You will be able to earn back all that you have spent. You will be able to cater to the wishes of the opposite gender. Those looking to get married will be able to find their ideal life partners. Pray to Behram Yazad daily.

Lucky Dates: 19, 20, 21, 22.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હવે તો તમને ચમકતા શુક્રની દિનદશા 14મી માર્ચ સુધી ચાલશે. શુક્રની કૃપાથી તમે તમારી પસંદગીની વસ્તુ લેવામાં સફળ થઈ જશો. જો તમે કોઈના પ્રેમમાં હશો તો તે વ્યક્તિને પુરેપુરો સાથ તમને મળશે. તમારાથી બને તો ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. સરકારી કામ કરનારને ફાયદાની વાત જાણવા મળશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Venus’ rule till 14th March will facilitate you into purchasing things of your liking. Those in love will get the full support of their partners. Ensure to make investments. Those with government jobs will get beneficial information. Pray to Behram Yazad daily.

Lucky Dates: 16, 17, 18, 19.

Leave a Reply

*