Your Moonsign Janam Rashi This Week –
09th January – 15th January, 2021

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશા ચાલુ હોવાથી મનની મુરાદ પુરી નહીં થાય. તમારા વિચારો સ્થિર નહીં રહે. બીજાનું ભલુ કરવા જતા તમારૂં ખરાબ થશે. ધન માટે હાલમાં સારો સમય નથી. તમારી બેદરકારીને લીધે ધન ગુમાવવાનો સમય આવી જશે. ખોટા વિચારો પરેશાની વધારી દેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં ભુલ થઈ જાય તેવા હાલના ગ્રહ છે. રાહુને શાંત કરવા  ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 14 છે.

Rahu’s ongoing rule does not allow your wishes to come true. Your thoughts will not be focused. Trying to help another could ruin things for you. This is not a good time financially. Your carelessness could end up setting you in financial losses. Wrongful thoughts will upset you further. You could end up making mistakes at your workplace. To pacify Rahu, pray the Mah Bokhtar Nyaish.

Lucky Dates: 09, 10, 11, 14.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ફેમીલીમાં જે પણ મુશ્કેલી આવશે તે દુર કરવામાં સફળ થશો. ઘરવાળાની ડીમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા ધન કમાઈ શકશો. નાણાકીય બાબતમાં સારા સારી હશે. ગુરૂની કૃપાથી જે પૈસા બચાવશો તે સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુુકનવંતી તા. 09, 10, 12, 15 છે.

You will be able to successfully resolve any family issues upto the 22nd of January. You will be able to earn extra income to fulfil the wishes of your family members. Financially things will continue to improve. With Jupiter’s grace, you will be able to invest your savings profitably. Pray the Sarosh Yasht daily.

Lucky Dates: 09, 10, 12, 15.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ચેરીટીના કામો કરી શકશો. ધનલાભ મળવાના ચાન્સ છે. જાણતા કે અજાણતા કોઈના મદદગાર બની જશો. મિત્રોને સાચી સલાહ આપી તેમનું દિલ જીતી લેશો. જે પણ કામ કરશો તેમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. નાણાકીય મુશ્કેલી ઓછી કરવા દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 14, 15 છે.

Jupiter’s ongoing rule makes you inclined towards doing works of charity. Prosperity is indicated. You might end up helping another, advertently or otherwise. You will win over your friends with your honest and sincere advice. You will receive great fame in all your endeavours. To reduce financial strain, pray the Sarosh Yasht daily.

Lucky Dates: 09, 10, 14, 15.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ પણ કામ સમયપર પૂરા નહી થાય. નાની બાબતમાં ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. એકબીજાનું સારૂં વિચારશો તો ઉલ્ટો મીનીંગ કાઢશે. ઘરમાં હાલમાં ઓછું બોલવાનું રાખજો. સાચુ બોલવાથી કોઈને ખરાબ લાગી જશે. કામ પર જતા પહેલા રોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 15 છે.

Saturn’s rule till 24th January will not allow you to complete your work in time. Couples could end up quarrelling over inconsequential issues. Even good intentions will be misread for the opposite. You are advised to speak minimally at home. Your truthful words could hurt another. Ensure to pray the Moti Haptan Yasht.

Lucky Dates: 10, 11, 12, 15.


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે. લેતીદેતીના કામો પહેલા પૂરા કરી લેજો. તમારા ઉધાર પૈસા ચુકવવા સમેવાળા પાસે થોડો સમય માંગી લેજો. એકસ્ટ્રા કામ કરવાની તક મલશે. ઘરવાળા સાથેના સંબંધો સારા રહેશે. મનગમતો જીવન સાથી મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણતા ફાયદો થશે.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Mercury’s rule till 18th January suggests that you complete any financial transactions related to lending or borrowing. You could ask your creditors for some more time to repay the money you owe them. You will get the opportunity to do extra work. Relations with family members will be cordial. You could meet your ideal life partner. You will benefit by praying the Meher Nyaish daily.

Lucky Dates: 12, 13, 14, 15.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારી રાશિના માલીક બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા અગત્યના કામ બુધ્ધિ વાપરી પૂરા કરી શકશો. જે પણ કમાશો તેમાંથી પૈસા બચાવી ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો.  હીસાબી કામમાં સારા સારી રહેશે. ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.

Mercury’s ongoing rule helps you to complete your important works with intelligence. Ensure to save money from your earning and invest it wisely. Those engaged in accounting-related works will do well. You will receive pleasing news from abroad. You could meet up with a favourite person. Pray the Meher Nyaish daily.

Lucky Dates: 09, 10, 11, 12.


LIBRA | તુલા: ર.ત.

07Libra

મંગળની દિનદશા ચાલુ હોવાથી તમને ખુબ ગુસ્સો આવશે. સ્વભાવમાં ખુબ ચેન્જીસ આવશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. તબિયતની ખાસ સંભાળ લેજો. હાઈપ્રેશરની બીમારીવાળા હો તો બેદરકાર રહેતા નહીં. ભાઈ-બહેન સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. રોજ બરોજના કામો કરવામાં મુશ્કેલી આવશે. મંગળને શાંત કરવા રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Mars’ ongoing rule will trigger great anger in you. Your behaviour will change drastically and you will lose your temper over small matters. Ensure to take good care of your health. Those with high BP are cautioned to not be careless. Siblings could end up squabbling constantly. Executing your daily chores will prove to be challenging. To pacify Mars, pray the Tir Yasht daily.

Lucky Dates: 12, 13, 14, 15.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 24મી સુધી તમારા કામ કરવામાં ઉતાવળ કરતા નહીં. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. મનગમતી વ્યક્તિને મળવા સમયની રાહ જોતા નહીં. નાની મુસાફરી કરવાથી રાહત મેલવશો. ઘરવાળાની ડિમાન્ડ પુરી કરી શકશો. નારાજ થયેલી વ્યક્તિને મનાવી લેશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 13, 14 છે.

The Moon’s rule till 24th January suggests you not to rush in to any works. You will be successful in all your endeavours. Don’t wait too long to meet with a favourite person. Short travel will bring you much contentment. You will be able to cater to the demands of family members. You will be able to win over someone who is upset with you. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 13, 14.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

તમારી રાશિના માલિક ગુરૂના મિત્ર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ પુરા કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. ગુમાવેલ કોન્ફીડન્સ પાછો મેળવશો. નાણાકીય સ્થિતિ સારી થતી જશે. બગડેલા સંબંધને સુધારવા કોઈ સારી વ્યક્તિની મદદ મળી રહેશે. રોજબરોજના કામો ખુબ ખુશીથી કરી શકશો. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 09, 12, 13, 15 છે.

The ongoing Moon’s rule helps you complete all your tasks smoothly. You will gain back your lost confidence. Financial situation will continue to improve. You will receive help from a good person to resolve any spoilt relations. You will find great joy in doing your daily chores. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 09, 12, 13, 15.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લા પાંચ દિવસ સુખ આપનારા શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ધણી-ધણીયાણી વચ્ચેના સંબંધો સારા રહેશે. અધુરા સરકારી કામો પાંચ દિવસમાં પૂરા કરી લેજો. આપેલા પ્રોમીશ 14મી પહેલા પૂરા કરજો નહીં તો 14મીથી સુર્યની દિનદશાં પ્રોમીશ પૂરા કરવા નહીં દે. ગામ પરગામ જવાનો પ્લાન બનાવતા નહીં. દરરોજ ‘યા બેસ્તરના’ સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12, 13 છે.

With the last five days under the rule of Venus, affection between couples will bloom. Ensure to complete any unfinished government-related works over the next five days. Try to deliver on all the promises you have made till the 24th, as the Sun’s rule till the 14th of February, will not allow you to do so. Avoid making any travel plans. Pray the 96th Name, ‘Ya Rayomand’, along with the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Lucky Dates: 10, 11, 12, 13.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ પાછળ ખર્ચાઓ ખુબ વધી જશે. શુક્રની કૃપાથી તમે જેટલો ખર્ચ કરશો એટલા નાણા કમાઈ લેશો. ઓપોઝીટ સેકસની સાથે સંબંધમાં સુધારો આવશે. તમારી પસંદગીની વ્યક્તિનો સાથ મળવાથી વધુ આનંદમાં આવી જશો. નવા કામ કરવા માંગતા હશો તો નવા કામ કરવામાં ફાયદામાં રહેશો.  દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 09, 10, 14, 15 છે.

Venus’ ongoing rule will greatly increase your expenses towards fun and entertainment. However, you will earn back all that you have spent. Relations with the opposite gender will improve. Your joy will multiply on receiving the support of a favourite person. New projects will prove beneficial. Pray to Behram Yazad daily.

Lucky Dates: 09, 10, 14, 15.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને શુક્રની દિનદશા શરૂ થયેલી છે. 14મી માર્ચ સુધી તમે તમારા કામમાં ખુબ સફળ થઈને રહેશો. નવા મીત્રો મળવાના ચાન્સ છે. તમે લગ્ન કરવા માગતા હશો તો જીવનસાથી મલવાના ચાન્સ છે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાનો સીધો રસ્તો મળી જશે. શુક્રની કૃપાથી ધનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 09, 10, 11, 12 છે.

The start of Venus’ rule brings you much success till the 14th of March. You could make new friends. Those looking to get married could meet their life partners. You will find a straight way out of your financial challenges. You will not want for money, with Venus’ blessings. Pray to Behram Yazad daily.

Lucky Dates: 09, 10, 11, 12.

Leave a Reply

*