ભુલાઈ ગયેલું પાકીટ!

એક દિવસ રોજના જેમ હું ઓફિસની તૈયારીમાં લાગ્યો. મેં ચાવી, રૂમાલ, લેપટોપ, ટિફિન, બારીમાંથી બૈરીએ એક ફલાઈંગ કીસ પણ આપી.
આજની શાનદાર શરૂઆત. હું કારમાં બેઠો પેટ્રોલ ઓછું હતું એટલે પેટ્રોલ પંપ પર ગાડી રોકાવી. ટેન્ક ફુલ કરદો..
તેણે કારની ટાંકીમાં પેટ્રોલ રેડવાનું શરૂ કર્યું. હું મારા પેન્ટના ખિસ્સામાં પહોંચી ગયો. જગ્યા ખાલી છે! ઓ માય…
હું મારું પાકીટ ભૂલી ગયો હતો. મે મારા ઉપલા ખીસ્સામાં હાથ નાખ્યો મોબાઈલ પણ નહોતો.
હું ફોન પણ ભૂલી ગયો હતો. પેટ્રોલ પંપવાળો મારી મુંઝવણ સમજી ગયો. અને મને કાલે પૈસા આપજો એમ જણાવ્યું. કારણ કે હું કાયમ તેમની પાસે જ પેટ્રોલ ભરાવતો હતો તેઓ મને ઓળખતા હતા. મને ખૂબ શરમ આવી. પણ મેં દીલથી તેમનો આભાર માન્યો. ખુબ ખુબ આભાર.
ત્યાંથી હું સીધો ઓફીસમાં પહોંચ્યો નવા કલાયન્ટ સાથે મીટીંગ હતી.
મીટીંગ સકસેસફુલ, મોટો ઓર્ડર મળ્યો. બોસ પણ હસ્યા. તેનું સ્મિત મોનાલિસાના સ્મિત જેવું હતું રહસ્યમય અને દુર્લભ …
ચાલો નીચે જઈ ચા પી આવીએ ઓફીસના સહચારીને કહ્યું. ઓફિસની ચા વધારે સરસ નથી હોતી જ્યારે નીચે ચાની ટફરીવાલાની ચા સરસ મસાલેદાર મનને તાજગી આપનારી હોય છે. મન બાગ બાગ થઈ ગયું ચા પી ને મેં મારા ખિસ્સામાં હાથ નાખ્યો. યાદ આવ્યું પાકીટ તો ઘરે જ રહી ગયું. સહચારીએ બચાવી લીધો. ચાના પૈસા તો આપ્યા પરંતુ મારા ખીસામાં તેણે પાંચસોની કડકડટી બે નોટો મુકી. કાંઈ ના બોલો સર. આપણા દૈનિક જીવનની ગણતરીઓમાં ભૂલી જવાય…
જો તમને વધારેની જરૂર હોય તો મને કહો. મેં કહ્યું ના પૂરતા છે. કાલે આપી દઈશ.
ઉપલા ખિસ્સા પાંચસોની બે નોટ જોઈ જાણે હું અંબાણી કરતા વધારે ધનિક બની ગયો તેવું ફીલ આવ્યું.
બે વાગી ગયા હતા. બપોરનું ભોજન સમાપ્ત થયું. દરમિયાન, મારી બૈરી ભાગતી ભાગતી ઓફીસમાં આવી. મને કહેવા લાગી આજે પાકીટ અને ફોન બન્ને ભુલી ગયા. તમારા કેટલાયે ફોન આવ્યા, હું કંટાળી ગઈ એટલે તમને પાકીટ અને ફોન આપવા ઓફીસ સુધી આવી. ચાલો બાય બાય…
એમ કહો કે તમારા પૈસા સિવાય કંઇ તમને રોકે નહીં. તમારા બધા લોકો આસપાસ છે. મેં મારું પાકીટ મારા ખિસ્સામાં મૂક્યું હવે હું સારો છું. જઈને ઓફીસના સહચારીને એની પાંચસો પાંચસોની બે નોટ પરત કરી અને મારા પાકીટના દર્શન કરાવ્યા.
બપોરના ભોજન પછી બોસની કેબીનમાં. દરવાજો બંધ હતો. કેબિનમાં પ્રવેશતાની સાથે જ મારા કાન પર કંઈક પડ્યું. બોસ તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો જાનુ, હું તારો ડ્રેસ લઇને આવ્યો જ હોત પરંતુ મારું પાકીટ આજે ઘરે જ ભૂલી ગયો તે જોયું હશે ને? કાલે ચોકકસ લઈ આવીશ. ગુસ્સોના કર ડાર્લીંગ.
હું તરત કેબીનમાં પહોંચ્યો. અને બોસના હાથમાં બે ગુલાબી નોટો મૂકી.
થેંકસ નહીં કહેતા સર. સવારે મારી હાલત પણ તમારા જેવી જ હતી.
બોસના ચહેરા પર રાહતનો આનંદ હતો. મારા પાકીટમાં પણ કંઈ વધારે બચ્યું નહોતું. પરંતુ હું ડબલ શ્રીમંત છું એવું ફીલ થયું. સાંજે જતા જતા પહેલા પેલા પેટ્રોલવાળાના પૈસા ચૂકવ્યા.
ખરેખર ખાલી ખીસ્સામાં મજા નથી…

Leave a Reply

*