માસીના હોસ્પિટલને ‘ઇટી’નો બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો

માસીના હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા સીઈઓ – ડો. વિસ્પી જોખીના નેતૃત્વ હેઠળ 17 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઇની તાજ લેન્ડસ એન્ડ હોટલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ‘ઇકોનોમિક ટાઇમ્સ’ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ સફળ પરિણામો સાથે, ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન, 2000થી વધુ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે, માસીના હોસ્પિટલને મલ્ટિ-સ્પેશિયાલિટી ટેરટીયારી કેર હોસ્પિટલ યુનિટ તરીકે નામાંકિત કરવામાં આવી હતી.
આ નેતૃત્વ પુરસ્કારોની ચોથી ભારતીય અને ઓગણીસમી વૈશ્વિક આવૃત્તિમાં, અતિ-સક્રિય સમયમાં ક્ષમતા અને શ્રેયની સાથે, ખૂબ જ મુશ્કેલ વર્ષમાં, બધી મુશ્કેલીઓ સામે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનારા લીડરો અને સંગઠનોનું પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રોગ્રામમાં બે કેટેગરીઝનું પ્રદર્શન કરવામાં આવ્યું – વ્યક્તિગત અને સંગઠિત વિભાગો. સ્વતંત્ર જૂરીએ દરેક કેટેગરીનું મૂલ્યાંકન કર્યું અને સામૂહિક રૂપે વિજેતાઓની પસંદગી કરી જેમને વર્ષનો બિઝનેસ લીડર ઓફ ધ યરનો એવાર્ડ આપવામાં આવશે.
માસીના હોસ્પિટલના સીઈઓ – ડો. વિસ્પી જોખી અને જોઇન્ટ સીઈઓ – બેહરામ ખોદાયજીનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ માસીના હોસ્પિટલની ટીમ વતી એવોર્ડ સ્વીકાર્યો હતો.

Leave a Reply

*